Gujarat Rain : અમદાવાદ સહિત ગુજરાતના આ જિલ્લામાં થઈ મેઘ મહેર
- Gujarat Rain,
- ગત મોડી રાતથી અમદાવાદ શહેરમાં મેઘ મહેર થઈ રહી છે
- અમદાવાદમાં ક્યાંક ધીમો તો ક્યાંક ભારે વરસાદ થયો છે
- પશ્ચિમ અમદાવાદના સેટેલાઈટ, સિંધુભવન વિસ્તારોમાં ધીમો વરસાદ જોવા મળ્યો
- બનાસકાંઠામાં પણ ગતરોજથી સારી એવી મેઘમહેર જોવા મળી છે
- કીડી-મકોડી નદીમાં વરસાદને લીધે નવા નીરની આવક થઈ છે
Gujarat Rain : ગત મોડી રાતથી અમદાવાદમાં ક્યાંક ધીમો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સરખેજ, ગોતા, સોલા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાનું શરૂ થયુ છે. એસજી હાઈવે પર પણ વરસાદ થતા વાહનચાલકોને તકલીફ પડી. આજ વહેલી સવાર સુધી વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. અમદાવાદ સિવાય બનાસકાંઠામાં પણ મેઘ મહેર જોવા મળી છે.
Gujarat Rain : બનાસકાંઠામાં પણ મેઘ મહેર થઈ
ગતરોજ અમદાવાદ સિવાય બનાસકાંઠા જિલ્લામાં પણ સારી એવી મેઘ મહેર જોવા મળી છે. બનાસકાંઠાના મહત્વના મથક દાંતા તાલુકામાં ધોધમાર વરસાદ થયો હતો. આ વરસાદને લીધે બનાસકાંઠાની નદીઓ અને ઝરણાંમાં નવા નીરની આવક થઈ છે. ઘરેડા, બૂઝરો, વેલવાડાના ઝરણાં ફરીથી જીવંત થયા છે. અનેક ચેકડેમ ઓવરફલો થવાથી સુંદર ધોધ જોવા મળી રહ્યા છે. કીડી મકોડી નદીમાં વરસાદી પાણીની ભારે આવક જોવા મળી રહી છે.
બનાસકાંઠાના દાંતા તાલુકામાં ધોધમાર વરસાદ
ઘરેડા, બૂઝરો, વેલવાડાના ઝરણા થયા વહેતા
તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ઝરણાઓ વહેતા થયા
ચેકડેમ ઓવરફલો થવાથી સુંદર ધોધ જોવા મળ્યો
કીડી મકોડી નદીમાં ભારે પાણીની આવક જોવા મળી#DantaTaluka #HeavyRain #Banaskantha #Waterfalls #CheckDamOverflow… pic.twitter.com/70PhAMP3dK— Gujarat First (@GujaratFirst) August 29, 2025
આ પણ વાંચોઃ Gujarati Top News : આજે 30 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં ?
ક્યાંક મેઘ મહેર તો ક્યાંક મેઘ કહેર
ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં વરસાદનું સારુ એવું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં સરેરાશ વરસાદ કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જો કે આ વરસાદને લીધે ખેતી, વાહન વ્યવહાર, અને રોજિંદા જનજીવનને મોટી અસર થઈ છે. ખેતરો જળમગ્ન થયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોનો માલસામાન બગડ્યો છે. આગામી દિવસોમાં વરસાદ પોરો ખાય તો ખેડૂતો વાવણી કરી શકે તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ Junagadh નાં રાજકારણમાં ખળભળાટ! પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ટેકેદારો AAP માં જોડાયા


