Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain : આજથી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં અપાયું એલર્ટ...

આજથી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વાંચો વિગતવાર.
gujarat rain   આજથી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી  જાણો ક્યાં જિલ્લામાં અપાયું એલર્ટ
Advertisement
  • આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી
  • બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકામાં ઓરેન્જ અલર્ટ

Gujarat Rain : ચોમાસાના પ્રારંભે જ ગુજરાતમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો છે. જેમાં જૂન મહિનાના વરસાદે પાછલા 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. તેમાં પખવાડિયામાં જ રાજ્યમાં સરેરાશ 11.35 ઈંચ વરસાદ આવ્યો છે. જૂનમાં સરેરાશ 4થી 5 ઈંચ વરસાદ વરસતો હોય છે. આંકડા પ્રમાણે રાજ્યમાં 44 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ થયો છે. ગત વર્ષની સરખામણીએ જૂનમાં 163 ટકા વધુ વરસાદ છે.

3 દિવસ પડશે ભારે વરસાદ

આજથી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, ડાંગ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જો ભારે વરસાદની વાત કરવામાં આવે તો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીરસોમનાથ, ભાવનગર જિલ્લામાં આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરના જિલ્લા અને શહેરમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Advertisement

એકસાથે 3 સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગ અનુસાર વરસાદની એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. વલસાડ, ડાંગ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને જોતા બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 26 તાલુકા અને 2 જિલ્લામાં 50 ટકાથી વધુ વરસાદ છે. જૂનમાં સૌથી વધુ કપરાડામાં 43.76 ઈંચ વરસાદ વરસ્યો છે. બદલાયેલી વરસાદની પેટર્ન માટે અનેક કારણ જવાબદાર છે. સુકાભઠ્ઠ જિલ્લાઓમાં અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. તથા જુલાઈમાં પણ પાછલા વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટી શકે છે.

Advertisement

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 38.84 ટકા વરસાદ પડ્યો

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 38.84 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમા સરેરાશ 40.93 ટકા વરસાદ તથા સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 33.57 ટકા સરેરાશ વરસાદ થયો છે. રાજ્યના 206 જળાશયમાં કુલ 51.36 ટકા જળસંગ્રહ છે. તથા સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ 46.91 ટકા જળસંગ્રહ સાથે રાજ્યના 23 ડેમ હાઈએલર્ટ, 17 એલર્ટ, 19 વોર્નિંગ પર છે. વરસાદના કારણે રાજ્યમાં 11 ગામમાં વીજળી હાલ ગુલ થઇ છે. તથા 137 ફીડર બંધ, 96 પોલ તૂટ્યા, 12 ટ્રાન્સફોર્મરને અસર થઇ છે. જેમાં 1 નેશનલ હાઈવે, 2 સ્ટેટ હાઈવે, 89 પંચાયત માર્ગ બંધ થયા છે.

આ પણ વાંચોઃ Gujarati Top News : આજે 5 જુલાઈ 2025 ના દિવસે ગુજરાતમાં બનશે કઈ મોટી ઘટનાઓ?

Tags :
Advertisement

.

×