Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ગુજરાતી સેલિબ્રિટી સુપર સિક્સ ક્રિકેટ મેચનું અમદાવાદ ખાતે આયોજન, હર્ષ સંઘવી બનશે મુખ્ય અતિથિ

Ahmedabad: ગુજરાતની પ્રથમ સેલિબ્રિટી સુપર સિક્સ સેલિબ્રિટિ મેચમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે.
ahmedabad  ગુજરાતી સેલિબ્રિટી સુપર સિક્સ ક્રિકેટ મેચનું અમદાવાદ ખાતે આયોજન  હર્ષ સંઘવી બનશે મુખ્ય અતિથિ
Advertisement
  1. સેલિબ્રિટી સુપર સિક્સ ક્રિકેટ મેચનું આયોજન
  2. પ્રખાત્ય મ્યુઝિશીયન છે સેલિબ્રિટી સુપર સિક્સના બ્રાન્ડ એમ્બેસેડર
  3. ગુજરાતના 16 પ્રખ્યાત સેલિબ્રિટી શોર્ટેસ્ટ ફોર્મેટ ઓફ ક્રિકેટ રમશે

Celebrity Super Sixes : અમદાવાદમાં ગુજરાતી સેલિબ્રિટી સુપર સિક્સ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની પ્રથમ સેલિબ્રિટી સુપર સિક્સ સેલિબ્રિટિ મેચમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે. બોલિવુડના પ્રખ્યાત મ્યુઝિશીયન મીત બ્રોસ સેલિબ્રિટી સુપર સિક્સના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ ગુજરાતી સેલિબ્રિટી સુપર સિક્સમાં ગુજરાતના 16 પ્રખ્યાત સેલિબ્રિટી શોર્ટેસ્ટ ફોર્મેટ ઓફ ક્રિકેટ રમશે. જેના ભાગરૂપે અમદાવાદના એસજીવીપી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેચ પહેલા પ્રેક્ટિસ પણ ચાલી રહી છે.

આ પણ વાંચો: વિપક્ષ નેતા Shehzad Khan Pathan નો મોટો આરોપ! કહ્યું - 4 વર્ષમાં 100 કરોડ ચૂકવ્યાં છતાં..!

Advertisement

ગુજરાતના 16 પ્રખ્યાત સેલિબ્રિટી શોર્ટેસ્ટ ફોર્મેટ ઓફ ક્રિકેટ રમશે

નોંધનીય છે કે, આગામી ડિસેમ્બરના રોજ ગુજરાતી સ્ટાર્સની સેલિબ્રિટી ક્રિકેટ મેચ યોજવા જઈ રહી છે. જેમાં ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકારો ભાગ લઈ રહ્યા છે. જેમાં અમદાવાદ માઈટી સ્ટાર્સ અને સ્ટાર રેન્જર્સ ગાંધીનગર ટીમમાં કુલ 16 સેલિબ્રિટી ક્રિકેટ મેચ રમવાના છે. નોંધનીય છે કે, ભારતમાં પ્રથમવાર આ મેચો રમાશે. જેમાં દરેક ટીમમાં 8-8 ગુજરાતી સેલિબ્રિટી હશે. જેમાંથી 6 ખેલાડી રમવા માટે મેદાન પર ઉતરશે. સેલિબ્રિટી સુપર સિક્સેસ ભારતમાં તેના પ્રકારનો પ્રથમ છે, અને તેમાં 6 ખેલાડીઓ સાથે ટીમ દીઠ 8-8 સેલિબ્રિટીઓ હશે અને આ મેચ 6-6 ઓવરની હશે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ છે સેલિબ્રિટી સુપર સિક્સનું ઇલેક્ટ્રોનિક મીડિયા પાર્ટનર

આ સેલિબ્રિટી સુપર સિક્સ ક્રિકેટ મેચ માટે ગુજરાતના સેલિબ્રિટી ફેસ જેવા કે અરવિંદ વેગડા, સરિતા ગાયકવાડ, વિપુલ નારીગરા (Vipul Narigara), દિપા ત્રિવેદી, અમન રાઠોડ, ઉપરાંત અન્ય સેલિબ્રિટી પણ ભાગ લઇ રહ્યા છે. ક્રિકેટ મેચ પહેલા સેલિબ્રિટી પણ ક્રિકેટની પીચ પર પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે, આ સેલિબ્રિટી સુપર સિક્સના ઓફિશિયલ ઇલેક્ટ્રોનિક મીડિયા પાર્ટનર તરીકે ગુજરાત ફર્સ્ટ જોડાયેલું છે.

આ પણ વાંચો: બંધારણનું કોઈ સાચું રક્ષક હોય તો તે BJP છે : Kangana Ranaut

Tags :
Advertisement

.

×