ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

HMPV ને લઈ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં! સિવિલ હોસ્પિટલમાં શરૂ કરી તૈયારી

અત્યાર સુધીમાં દેશમાં HMPV નાં કુલ 8 કેસ નોંધાયા છે...
11:46 AM Jan 07, 2025 IST | Vipul Sen
અત્યાર સુધીમાં દેશમાં HMPV નાં કુલ 8 કેસ નોંધાયા છે...
HMPV_Gujarat_first
  1. HMPV વાઇરસને લઈ આરોગ્ય વિભાગ સજ્જ થયું છે
  2. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 15 આઇસોલેશન બેડ તૈયાર કરાયાં
  3. 1200 બેડ હોસ્પિટલમાં 5 આઇસોલેશન બેડ તૈયાર કરાયા
  4. 10 આઇસોલેશન D9 માં તૈયાર કરાયા

ચીનમાં (China) ઝડપથી ફેલાઇ રહેલા હ્યુમન મેટાપ્યુમોવાયરસ એટલે કે HMPV એ હવે ભારતમાં પણ દેખા દીધી છે. ભારતનાં મહારાષ્ટ્ર, તમિલનાડુ (Tamil Nadu), કર્ણાટક, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં (West Bengal) આ વાઇરસનાં કેસ નોંધાયા છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં (Ahmedabad) આ વાઇરસનો એક કેસ ગઈકાલે ચાંદખેડામાં નોંધાયો હતો. ત્યારે હવે સ્થિતિની ગંભીરતાને સમજી આરોગ્ય વિભાગે તૈયારીઓ શરૂ કરી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં 15 આઇસોલેશન બેડ તૈયાર કરાયા છે.

આ પણ વાંચો - HMPV વાયરસનો ખતરો વધ્યો, ભારતના 7 કેસમાં નાગપુરમાં બે નવા દર્દીઓ...

સિવિલ હોસ્પિટલમાં15 આઇસોલેશનનાં બેડ તૈયાર કરાયાં

દુનિયાની ચિંતા વધારી રહેલા નવા HMPV નાં કેસ ભારતમાં પણ સતત વધી રહ્યા છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં દેશમાં HMPV નાં કુલ 8 કેસ નોંધાયા છે, જેમાં તમિલનાડુ, કર્ણાટકમાં (Karnataka) HMPVના 2-2 કેસ, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં 1-1 કેસ અને મહારાષ્ટ્રનાં (Maharashtra) નાગપુરમાં 2 કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં આરોગ્ય વિભાગે HMPV ની ગંભીરતા સમજીને તૈયારીઓ શરૂ કરી છે. માહિતી અનુસાર, સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) 15 આઇસોલેશનનાં બેડ તૈયાર કરાયાં છે, જેમાં 10 આઇસોલેશન બેડ D9 માં તૈયાર કરાયા છે અને 1200 બેડની હોસ્પિટલમાં 5 આઇસોલેશન બેડ તૈયાર કરાયા છે.

આ પણ વાંચો - hMPV Guide Line: ભયાનક ચીની વાયરસથી બચવા માટે શું કરશો, શું નહી?

તાવ, ઉધરસ, શ્વાસની તકલીફનાં લક્ષણો હોય તો ડોક્ટરની સલાહ લેવા સૂચન

આ સાથે નાગિરકોને તાવ, ઉધરસ, શ્વાસની તકલીફનાં લક્ષણો હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા સૂચન કરાયું છે. આ વાઇરસથી ડરવાની જરૂર નથી પણ તકેદારી રાખવીની જરૂર છે તેમ આરોગ્ય વિભાગે (Health Department) જણાવ્યું છે. જણાવી દઈએ કે, મોડાસા નજીકના ગામનું 2 મહિનાનું બાળક 24 ડિસેમ્બરના રોજ ચાંદખેડાની ઓરેન્જ ચાઇલ્ડ હોસ્પિટલમાં દાખલ થયું હતું, જેનો 26 ડિસેમ્બરે HMPV સંક્રમિત રિપોર્ટ આવ્યો હતો. જો કે, આ અંગે હોસ્પિટલ એએમસી જાણ ન કરી હોવાથી AMC દ્વારા હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે.

HMPV વાયરસને લઈ ગાંધીનગર સિવિલ તંત્રની તૈયારીઓ

HMPV વાયરસની ગંભીરતાને ધ્યાને રાખી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ (Gandhinagar Civil Hospital) તંત્ર પણ સજ્જ થયું છે. માહિતી અનુસાર, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. HMPV થી સંક્રમિત દર્દીઓ માટે આ ખાસ વોર્ડ બનાવાયો છે. ગાંધીનગર આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અને વાઇરસથી ડરવું નહીં, સ્વાસ્થ્યની વધુ તકેદારી રાખવા અપીલ કરી છે.

આ પણ વાંચો - હાહાકાર! hMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં પહેલો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું

Tags :
5 isolation bedsAhmedabadBreaking News In GujaratiChandkhedaChinaCivil HospitalGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat health departmentGujarati breaking newsGujarati NewshMPVHMPV Case in GujaratHMPV Case in IndiaKarnatakaLatest News In GujaratiMaharashtraNews In GujaratiOrange Child HospitalTamil NaduWest Bengal
Next Article