ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sujok Therapy : શું 'રંગ' આરોગ્ય અને ભાવનાઓને બેલેન્સ કરે છે ? જાણો રંગોની અનોખી થેરાપી વિશે

સુજોક થેરાપી (Sujok Therapy) અનુસાર, દરેક રંગ આપણા શરીર અને મન પર ઊંડો પ્રભાવ પાડે છે!
07:55 PM Mar 13, 2025 IST | Vipul Sen
સુજોક થેરાપી (Sujok Therapy) અનુસાર, દરેક રંગ આપણા શરીર અને મન પર ઊંડો પ્રભાવ પાડે છે!
Sujok Therapy_Gujarat_first
  1. ધુળેટી નિમિત્તે જાણો અનોખી સુજોક થેરાપી (Sujok Therapy) વિશે
  2. આ થેરાપી એક પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિ છે
  3. આ થેરાપીમાં શરીરનાં અંગોનાં પોઇન્ટ્સ પર રંગો દ્વારા અપાય છે સારવાર!

આજે હોળીનો (Holi 2025) તહેવાર છે. જ્યારે આવતીકાલે લોકો ધુળેટીની ઉત્સાહભેર ઉજવણી કરશે. ધુળેટીમાં (Dhuleti 2025) લોકો એકબીજાને રંગ લગાવીને તહેવારની ઉજવણી કરે અને પોતાની વચ્ચે રહેલા મતભેદોને પણ દૂર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે રંગો માત્ર મોજમસ્તી માટે જ નહીં, આરોગ્ય માટે પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. સુજોક થેરાપી (Sujok Therapy) અનુસાર, દરેક રંગ આપણા શરીર અને મન પર ઊંડો પ્રભાવ પાડે છે!

સુજોક થેરાપી એટલે શું ?

સુજોક થેરાપિસ્ટ નિવૃત્તિ પંડ્યાનાં (Nivrutti Pandya) જણાવ્યા અનુસાર, સુજોક થેરાપી (Sujok Therapy) એ એક પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિ છે, જે શરીરનાં વિવિધ અંગોનાં પોઇન્ટ્સ હાથ કે પગ પર રંગો દ્વારા સારવાર આપે છે. આ થેરાપી અનુસાર, આપણું શરીર પાંચ તત્ત્વોથી બનેલું છે – ધરતી (પીળો), જળ (નિલો), અગ્નિ (લાલ), હવા (લીલો), અને આકાશ (કાળો). આ રંગો આપણા આરોગ્ય અને ભાવનાઓને બેલેન્સમાં રાખે છે.

રંગોનો પ્રભાવ:

* લાલ : ઊર્જા અને હર્ષોલ્લાસ માટે, રક્તસંચાર અને હૃદય માટે ફાયદાકારક
* પીળો : જઠર અને ચિંતામુક્તિ માટે ઉપયોગી
* લીલો : શાંતિ અને સંતુલન લાવે, રોગપ્રતિકારક શક્તિ વધારે
* નિલો : શીતળતા અને આરામ માટે, હાઇ બ્લડપ્રેશર અને માથાનાં દુ:ખાવા માટે લાભદાયક
* કાળો અને વાદળી : આરામ અને ધ્યાન માટે ઉપયોગી હોય છે.

ધૂળેટી પર રંગોનો હેલ્થી ટચ!

આ ધૂળેટી, રંગ ઊડાડતી વખતે આરોગ્ય પ્રત્યે પણ સજાગ રહેવું જરૂરી છે. કુદરતી અને ઓર્ગેનિક રંગો પસંદ કરવા, જે શરીર અને ત્વચાને નુકસાન ન કરે. જો તમે આ રંગોને હાથ કે પગ પર ચોક્કસ પોઈન્ટ્સ પર લગાવો, તો તે આરોગ્ય માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ધૂળેટી (Dhuleti 2025) પર રંગોનો આનંદ માણો અને સાથે જ સુજોક થેરાપી (Sujok Therapy) દ્વારા સ્વાસ્થ્ય અને આનંદ વધારવાનો પ્રયાસ કરો!

કલર થેરાપી અને શરીરનાં અંગો (Color Therapy and Organs) – ગુજરાતીમાં સંપૂર્ણ માર્ગદર્શન

કહેવાય છે કે કલર થેરાપી એ એક પ્રાચીન ઉપચાર પદ્ધતિ છે, જેમાં વિવિધ રંગો દ્વારા શરીર અને મનનાં ઊર્જા સ્તરોને સંતુલિત કરવામાં આવે છે. દરેક રંગ ખાસ અંગો અને ચક્ર સાથે જોડાયેલા હોય છે અને શારીરિક તેમ જ માનસિક તંદુરસ્તી માટે લાભદાયી હોય છે.

1. લાલ (Red) – મૂલાધાર ચક્ર

સંબંધિત અંગો:

* રક્તપ્રવાહ
* હાડકાં
* શરીરનાં સાંધા અને માંસપેશીઓ
* હૃદય
* લોહી અને હિમોગ્લોબિન સ્તર

લાભ:

* ઊર્જા અને આત્મવિશ્વાસ વધારે
* લોહીનાં પ્રવાહને સુધારે
* હાડકાં, સાંધા અને માંસપેશીઓને મજબૂત બનાવે

ઉપયોગ:

* લાલ રંગનાં કપડાં પહેરવા
* ટમેટાં, બીટ, ગાજર, લાલ મૂળા જેવા લાલ ખોરાક ખાવા
* લાલ રંગથી થેરેપી કરાવવી

આ પણ વાંચો - Aravalli : કથિત નકલી સિંચાઈ કચેરી બાબતે ફરિયાદ નોંધાઈ, તત્કાલીન MLA એ પાડી હતી રેડ!

2. નારંગી – સ્વાધિષ્ઠાન ચક્ર

સંબંધિત અંગો:

* પ્રજનન અંગો
* કિડની
* યકૃત
* પાચનતંત્ર

લાભ:

* પ્રજનન તંત્રને મજબૂત બનાવે
* સર્જનાત્મકતા અને ઉત્સાહ વધારે
* પાચન સુધારે

ઉપયોગ:

* સંતરાં, કેળા, ફણસ જેવા ફળો ખાવા
* નારંગી રંગના કપડાં પહેરવા
* ઓરંજ ક્રિસ્ટલ સાથે ધ્યાન ધરવું

3. પીળો – મણિપુર ચક્ર

સંબંધિત અંગો:

* પેટ અને આંતરડું
* યકૃત અને પિત્તાશય
* ત્વચા

લાભ:

* પાચન તંત્રને મજબૂત બનાવે
* આત્મવિશ્વાસ અને ચિંતનશક્તિ વધારે
* ત્વચાને સ્વસ્થ બનાવે

ઉપયોગ:

* લીંબુ, કેરી, કેળાં, પીળી ખારેક ખોરાકમાં લેવાં
* પીળા કપડાં પહેરવાં અને ચંદનની અગરબત્તી કરવી
* સપ્તરંગી ક્રિસ્ટલ સાથે ધ્યાન ધરવું

4. લીલો – અનાહત ચક્ર

સંબંધિત અંગો:

* હૃદય
* ફેફસાં
* રુધિરાભિશ્રણ

લાભ:

* હૃદયની તંદુરસ્તી સુધારે
* પ્રેમ અને શાંતિની ભાવના વધારે
* તણાવ અને નિરાશાને ઓછી કરે

ઉપયોગ:

* લીલાં શાકભાજી પાલક, કોથમીર, શાકભાજી, ફુદિનો, મૂળાની ભાજી, ચીલની ભાજી, તુલસી, ડમરો ખાવામાં ઉપયોગ
* લીલાં કપડાં પહેરવાં
* લીલા ક્રિસ્ટલ (એમરાલ્ડ, એવેન્ચ્યુરિન) સાથે ધ્યાન ધરવું

આ પણ વાંચો - GSRTC માં ભરતીના નામે કાંડ! વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો મોટો ઘટસ્ફોટ

5. વાદળી – વિશ્વુદ્ધ ચક્ર

સંબંધિત અંગો:

* ગળું
* થાયરોઇડ ગ્રંથિ
* શ્વસનતંત્ર

લાભ:

* અવાજ અને કોમ્યુનિકેશન સુધારે
* શ્વસનતંત્ર માટે લાભદાયી
* શાંતિ અને ધ્યાન માટે સહાયક

ઉપયોગ:

* વાદળી રંગનાં ફળ જાંબું, બ્લ્યુ બેરી જેવાં ફળ ખાવાં
* વાદળી કપડાં પહેરવાં
* વાદળી ક્રિસ્ટલ સાથે ધ્યાન ધરવું

6. જાંબલી–આજ્ઞા અને સહસ્રાર ચક્ર

સંબંધિત અંગો:

* મગજ
* નરવસ સિસ્ટમ
* આંખો

લાભ:

* વિષેશ જ્ઞાન અને આંતરિક શાંતિ
* નિંદ્રા સુધારે અને તણાવ ઘટાડે
* ધ્યાન અને આધ્યાત્મિક વિકાસ માટે ફાયદાકારક

આ પણ વાંચો - Ahmedabad : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 146 કરોડનાં વિકાસકાર્યોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યું

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને નિષ્ણાતોની જાણકારી પર આધારિત છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) તેની પુષ્ટિ કરતું નથી.

Tags :
BlackColor TherapyDhuleti 2025GUJARAT FIRST NEWSHoli 2025RedSujok therapist Nivrutti PandyaSujok therapyTop Gujarati NewsYellow
Next Article