Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ફાયર NOC ને લઈને ગુજરાત હાઈકોર્ટમાં થઇ સુનાવણી, રાજ્ય સરકારને કરી ટકોર

રાજ્યમાં ફાયર સેફટી એક્ટની યોગ્ય અમલવારી નથી થઇ રહી તે મુદ્દાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલા કરવામાં આવી હતી, જેમાં મંગળવારે ગુજરાત હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ સ્વીકાર્યું કે, 71 જેટલી હોસ્પિટલ અને 229 જેટલી શાળાઓ પાસે ફાયર સેફટીની યોગ્ય એન.ઓ.સી નથી.   ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ પૂછ્યો છે કે,
ફાયર noc ને લઈને ગુજરાત હાઈકોર્ટમાં થઇ સુનાવણી  રાજ્ય સરકારને કરી ટકોર
Advertisement


Advertisement

રાજ્યમાં ફાયર સેફટી એક્ટની યોગ્ય અમલવારી નથી થઇ રહી તે મુદ્દાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલા કરવામાં આવી હતી, જેમાં મંગળવારે
ગુજરાત હાઈકોર્ટમાં
 સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ સ્વીકાર્યું કે, 71 જેટલી હોસ્પિટલ અને 229 જેટલી શાળાઓ પાસે
ફાયર
 સેફટીની યોગ્ય એન.ઓ.સી નથી.

Advertisement

 

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ પૂછ્યો છે કે, શાળામાં ઓફલાઈન શિક્ષણ ચાલુ થયું છે અને તેવામાં આગ લાગવાનો બનાવ બને તો બાળકોનો શું વાંક? ત્યારે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી કોર્ટને જાણ કરી કે, એવી શાળા અને હોસ્પિટલો પાસે ફાયર ફાઈટર્સ ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે. જે હોસ્પિટલો પાસે ફાયર NOC નથી તેવી હોસ્પિટલમાં ઓપરેશન અને ઇન્ડોર
પેશન્ટ બંધ કરાવવામાં આવે. હાલ પુરતી
 માત્ર ઓપીડી જ ચાલુ રહ્યાની હાઈકોર્ટે સરકારને તાકીદ કરી છે. બીજી તરફ હાઇકોર્ટે રાજ્ય સરકારની આક્ર શબ્દોમાં ઝાંટકણી કાઢતા કહ્યું છે જે હોસ્પિટલો પાસે યોગ્ય ફાયર NOC નથી તેવી હોસ્પિટલોનાં નામ આપો રાજ્ય સરકાર નામ આપે આવી હોસ્પિટલ સામે અમે હુકમ કરીશું.

 

ફાયર સેફટી મુદ્દે હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનવણીમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને હુકમ કર્યો છે કે, જે કોઈ હોસ્પિટલો પાસે ફાયર NOC નથી, તેવી હોસ્પિટલોમાં ઓપીડી જ ચાલશે, ઇન્ડોર પેશન્ટ રાખી શકાશે નહી, ઓપરેશન પણ કરી શકાશે નહી અને આ તમામ કામગીરી ત્વરિત થવી જોઈએ અને કામગીરી માત્ર કાગળ ઉપર રહી ના જાય તેવી ટકોર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર, અમદાવાદ
મહાનગરપાલિકા અને ફાયર વિભાગને કરી છે. આ
 સાથે જ ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો છે કે ફાયર NOC વિનાની સ્કુલમાં ફીઝીકલી ફંક્શન નહી કરી શકે.

Tags :
Advertisement

.

×