રાજ્યમાં કાળઝાળ ગરમી સહન કરવા રહેવું પડશે તૈયાર!
- રાજ્યમાં કાળઝાળ ગરમી સહન કરવા રહેવું પડશે તૈયાર!
- હવામાન વિભાગે કરી ખુબ જ મોટી આગાહી
- આજે બપોરે ઘરની બહાર નીકળતા પહેલા વિચારજો
- આજે અમદાવાદ સહિત 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ
- કચ્છ, ગાંધીનગર, જૂનાગઢ, પોરબંદરમાં રેડ એલર્ટ
- મોરબી, રાજકોટ અને સુરતમાં પણ રેડ એલર્ટ
- રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર
- ભૂજમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું
- અમદાવાદ અને ગાંધીનગર 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું
- સુરતમાં 41.8, સુરેન્દ્રનગરમાં 41.7, અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન
- રાજકોટમાં 41.7, કેશોદમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું
Heatwave warning : રાજ્યમાં ઉનાળાની ઋતુની શરૂઆત હવે થઇ ગઇ છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યમાં ગરમીએ તેનો પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધું છે. બપોરે 12 વાગ્યા બાદ રાજ્યના ઘણા જિલ્લાઓમાં લોકો અંગ દઝાડતી ગરમીનો અનુભવ કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગરમાં ગઇ કાલે સાંજે લોકોએ ગરમીનો અહેસાસ કર્યો હતો.
ગુજરાતમાં આજે કાળઝાળ ગરમીની આગાહી
હવામાન વિભાગે આજે, 11 માર્ચ 2025ના રોજ, ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી કરી છે. રાજ્યના ઘણા ભાગોમાં હીટવેવની સ્થિતિ સર્જાવાની શક્યતા છે, જેના કારણે લોકોને તીવ્ર ગરમીનો અનુભવ થશે. ખાસ કરીને રાજ્યના 9 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી લઈને 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જેના કારણે લોકોને ગરમીથી બચવા માટે વધારાની સાવચેતી રાખવી જરૂરી છે.
કયા જિલ્લાઓમાં કેટલું તાપમાન રહેશે?
જણાવી દઇએ કે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે, જેના કારણે લોકોને આકરી ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે આજે બપોરે ઘરની બહાર નીકળતા પહેલા સાવચેતી રાખવાની સલાહ આપી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, અમદાવાદ, આણંદ, અરવલ્લી, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, મહેસાણા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત, જૂનાગઢમાં તાપમાન 43 ડિગ્રી સુધી જઈ શકે છે, જે ખૂબ જ ઊંચું ગણાય. બીજી તરફ, ભરૂચ, બોટાદ, છોટાઉદેપુર, નર્મદા અને વડોદરા જેવા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.
Ahmedabad, Gujarat: A.K. Das, Director of the Meteorological Department, says, "A yellow alert for a heatwave has been issued for several districts of Gujarat for the next three days, including Saurashtra, Kutch, Banaskantha, Surat, Morbi, Surendranagar, Gandhinagar, Rajkot,… pic.twitter.com/MZRZZGjce8
— IANS (@ians_india) March 10, 2025
હવામાન વિભાગની મહત્ત્વની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે રાજ્યમાં હીટવેવની સ્થિતિને કારણે તાપમાનમાં વધારો થશે. આ સ્થિતિ આગામી બે દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા છે, અને ત્યારબાદ જ તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે. હાલના સમયે રાહતની કોઈ તાત્કાલિક શક્યતા નથી, જેના કારણે લોકોને ગરમીનો સામનો કરવા માટે પૂરતી તૈયારી કરવાની સલાહ આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગરમીનો પ્રકોપ
સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં પણ હીટવેવની ચેતવણી આપવામાં આવી છે, જ્યાં તાપમાન 40થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની આશંકા છે. કચ્છ અને મોરબીમાં પણ આકરી ગરમીનો અનુભવ થશે, જેના કારણે આ વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat: રાજ્યમાં 3 દિવસ હિટવેવની હવામાન વિભાગની આગાહી, જાણો કયા કેટલું રહ્યું તાપમાન


