Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ 40 પાકિસ્તાનીઓને ભારતની નાગરિકતા આપી

મૂળ પાકિસ્તાનના રેહવાસી અને છેલ્લા 7 થી 12 વર્ષથી અમદાવાદમાં રેહતા એવા 40 લોકો ને ભારતીય નાગરિકનું સર્ટિફિકેટ ગૃહ રાજ્ય અને મહેસૂલ મંત્રીશ્રી હર્ષ સંઘવીના (Harsh Sanghavi) હસ્તે આપવામાં આવ્યું. મહત્વ નું છે કે, સરકારના 2016 અને 2018ના પરિપત્રથી કલેકટરને નાગરિકતા (Citizenship) આપવા માટે સત્તા આપી છે અને જે બાબતે અમદાવાદમાં 1032 લોકોને અત્યાર સુધી નાગરિકતા અપાઇ છે. અમદાવાદ દેશમાં નંબર વન જિલ્લો બન્યો છે.લોકà«
ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ 40 પાકિસ્તાનીઓને ભારતની નાગરિકતા આપી
Advertisement
મૂળ પાકિસ્તાનના રેહવાસી અને છેલ્લા 7 થી 12 વર્ષથી અમદાવાદમાં રેહતા એવા 40 લોકો ને ભારતીય નાગરિકનું સર્ટિફિકેટ ગૃહ રાજ્ય અને મહેસૂલ મંત્રીશ્રી હર્ષ સંઘવીના (Harsh Sanghavi) હસ્તે આપવામાં આવ્યું. મહત્વ નું છે કે, સરકારના 2016 અને 2018ના પરિપત્રથી કલેકટરને નાગરિકતા (Citizenship) આપવા માટે સત્તા આપી છે અને જે બાબતે અમદાવાદમાં 1032 લોકોને અત્યાર સુધી નાગરિકતા અપાઇ છે. અમદાવાદ દેશમાં નંબર વન જિલ્લો બન્યો છે.
લોકોએ પાકિસ્તાનમાં (Pakistan) થતી તકલીફો વિશે પણ ચર્ચા કરી હતી. લોકોએ કહ્યું કે, કઈ રીતે પકિસ્તાનમાં તેમના સાથે અત્યાચાર થાય છે. નાગરિકતા મળતા જ તમામની આંખોમાં નમી અને ખુશી જોવા મળી હતી. લોકોએ પોતાની ખુશી પણ વ્યક્ત નથી કરી શકતા હતા તેમને આજે ભારતીય હોવાનુ ગર્વ મેહસૂસ કર્યું અને આભાર વ્યક્ત કર્યું હતું.
હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) પાકિસ્તાની શરણથીઓને આપી નાગરિકતા આપી. મહત્વનું છે કે ભારતીય નાગરિકતા આપતા સર્જાયા ભાવુક દ્રશ્યો. હર્ષ સંઘવી દિવ્યાંગ દીકરી ભેટી પડી. ભારતીય નાગરિકતા મળતા ગળે વળગીને ભેટી પડી હતી અને હર્ષ સંઘવીએ દીકરીને હર્ષભેર વ્હાલ કર્યું.
શું છે નિયમ?
મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાન કે અન્ય પડોસી દેશમાં રેહતા ભારતીયને સૌથી પહેલા 7 વર્ષ સુધી વિઝા મેળવીને રેહવું પડે છે અને ત્યાર બાદ તે લોકો અરજી કરી શકે છે. અરજી મળ્યા બાદ સરકાર અને તંત્ર દ્વારા તમામ રીતે તપાસ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેમને નાગરિકતા મળતી હોય છે. મહત્વ નું છે કે આ મોટી કાર્યવાહી હોય છે. હાલ તો 40 લોકોને નાગરિકતા (Citizenship) મળતા તેમના માટે આજે નવો દિવસ હોય તેવું લાગી રહ્યું છે.
છેલ્લા પાંચ વર્ષના આંકડાં
2017થી અત્યાર સુધીમાં અમદાવાદ (Ahmedabad) જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કુલ 1032 પાકિસ્તાની હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા છે. વર્ષ 2017માં 187, વર્ષ 2018માં 256, વર્ષ 2019માં 205, વર્ષ 2020માં 65, વર્ષ 2021માં 212 અને વર્ષ 2022માં અત્યાર સુધીમાં 107 એમ કુલ 1032 હિંદુઓને ભારતની નાગરિકતા (Citizenship of India) આપવામાં આવી છે.
Tags :
Advertisement

.

×