Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IDBI ટ્રસ્ટીશીપ સર્વિસિસ લિમિટેડે ગિફ્ટ IFSCમાં કામગીરી શરૂ કરી

કંપનીએ ગિફ્ટ IFSCમાં કામગીરી શરૂ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટી લાઇસન્સ મેળવ્યું. ટ્રસ્ટી ઓપરેશન્સ ઇકોસિસ્ટમ માટે ખૂબજ મહત્વપૂર્ણ છે કારણકે તે ગિફ્ટ સિટીમાં IFSC\માં કાર્યરત વિવિધ વ્યવસાયોની વૃદ્ધિ માટે નોંધપાત્ર સહયોગ પ્રદાન કરે છેકામગીરીનો આરંભIDBI ટ્રસ્ટીશીપ સર્વિસિસ લિમિટેડે ભારતના પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) અને ઇન્ટરનેશનલ ફાઇન
idbi ટ્રસ્ટીશીપ સર્વિસિસ લિમિટેડે ગિફ્ટ ifscમાં કામગીરી શરૂ કરી
Advertisement
કંપનીએ ગિફ્ટ IFSCમાં કામગીરી શરૂ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટી લાઇસન્સ મેળવ્યું. ટ્રસ્ટી ઓપરેશન્સ ઇકોસિસ્ટમ માટે ખૂબજ મહત્વપૂર્ણ છે કારણકે તે ગિફ્ટ સિટીમાં IFSC\માં કાર્યરત વિવિધ વ્યવસાયોની વૃદ્ધિ માટે નોંધપાત્ર સહયોગ પ્રદાન કરે છે
કામગીરીનો આરંભ
IDBI ટ્રસ્ટીશીપ સર્વિસિસ લિમિટેડે ભારતના પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)માં તેમની કામગીરીનો પ્રારંભ કર્યો છે. આ પહેલનો ઉદ્દેશ્ય વૈશ્વિક અને ભારતીય કંપનીઓને ગિફ્ટ સિટી દ્વારા ઓફર કરાતી ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે. મહત્વપૂર્ણ છે કે ટ્રસ્ટી ઓપરેશન્સ ઇકોસિસ્ટમને સક્ષમ કરવામાં મહત્વપૂર્ણ છે કારણકે તેઓ ગિફ્ટ IFSCમાં વિવિધ વ્યવસાયોની વૃદ્ધિને જરૂરી સહાયતા કરે છે.
ફેસિલિટિ એજન્સ સર્વિસિસ
લાઇસન્સ મળ્યાં બાદ IDBI ટ્રસ્ટીશીપ સર્વિસિસ લિમિટેડ આઇએફએસસી બેંકિંગ યુનિટ્સને તેમના એક્સટર્નલ કમર્શિયલ બોરોઇંગ્સ (ECB) ટ્રાન્ઝેક્શન, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD) અને ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સને ટ્રસ્ટીશીપ સર્વિસિસ તથા સરહદપાર મર્જર અને એક્વિઝિશન (M&A) ટ્રાન્ઝેક્શન માટે એસક્રો એજન્સી સર્વિસિસ માટે ફેસિલિટી એજન્ટ સર્વિસિસ ઓફર કરશે.
ફાઈનાન્સિયલ ઈકોસિસ્ટમ મજબૂત કરાશે
ગિફ્ટ સિટીના મેનેજિંગ ડાયરેક્ટર અને ગ્રૂપ CEO તપન રે એ કહ્યું હતું કે, “ગિફ્ટ સિટીમાં પોતાની કામગીરી સ્થાપવા વિવિધ વ્યવસાયિક વર્ટિકલ્સ તરફથી નોંધપાત્ર રૂચિ જોઇ રહ્યાં છીએ અને અમે નાણાકીય સંસ્થાઓને વૈશ્વિક ધોરણો પ્રમાણે અનુકૂળ વ્યવસાયિક ઇકોસિસ્ટમ પ્રદાન કરવામાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યાં છીએ. મને વિશ્વાસ છે કે IDBI ટ્રસ્ટીશીપ સર્વિસિસ લિમિટેડ ગિફ્ટ સિટી દ્વારા ઓફર કરાતી ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરશે.”
ટ્રસ્ટીશીપ ગેમ ચેન્જર બની રહેશે
IDBI ટ્રસ્ટીશીપ સર્વિસિસ લિમિટેડના એમડી અને CEO પદ્મા બેતાઇએ કહ્યું હતું કે, “IDBI ટ્રસ્ટીશીપની કામગીરી વિદેશોમાં કાર્યાલયની જાળવણી સાથે જોડાયેલા ઉંચા ખર્ચની તુલનામાં ગિફ્ટ સિટીમાં કામગીરી ખર્ચ-કાર્યક્ષમ રહેશે તેમજ ટ્રસ્ટીશીપ બિઝનેસ માટે આવકના સંદર્ભમાં ગેમ ચેન્જર બની રહેશે.”
અનુકૂળ બિઝનેસ ઈકોસિસ્ટમ
ગ્લોબલ ફાઇનાન્સિયલ સેન્ટર ઇન્ડેક્સ દ્વારા ટોચના ઉભરતાં વૈશ્વિક ફાઇનાન્સિયલ સેન્ટરમાં સામેલ ગિફ્ટ સિટીમાં હાલ 38 ફંડ્સ, 23 બેંકો, 23 ઇન્સ્યોરન્સ કંપનીઓ અને મધ્યસ્થીઓ, 2 ઇન્ટરનેશનલ એક્સચેન્જીસ તથા ઘણી આનુષંગિક સંસ્થાઓ તેને અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમ બનાવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×