અમદાવાદમાં 2 હજારના દરની 56 ડુપ્લીકેટ નોટ સાથે એક ઝડપાયો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી નોટોની ટોળકીના સાગરીત દિલીપ કેશવાલાની 2000ના દરની 56 જેટલી ડુપ્લીકેટ નોટો સાથે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો આરોપી પાર્ટ ટાઈમ જોબની શોધમાં હતો અને quickr એપ્લિકેશન મારફતે તેણે નોકરી માટેની શોધખોળ હાથ ધરી હતી પણ જેલમાં ધકેલાયો હતો. તેની તપાસમાં બહાર આવ્યું કે છેલ્લા પાંચ માસથી નકલી નોટોનો વેપલો ચાલી àª
Advertisement
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી નોટોની ટોળકીના સાગરીત દિલીપ કેશવાલાની 2000ના દરની 56 જેટલી ડુપ્લીકેટ નોટો સાથે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો આરોપી પાર્ટ ટાઈમ જોબની શોધમાં હતો અને quickr એપ્લિકેશન મારફતે તેણે નોકરી માટેની શોધખોળ હાથ ધરી હતી પણ જેલમાં ધકેલાયો હતો.
તેની તપાસમાં બહાર આવ્યું કે છેલ્લા પાંચ માસથી નકલી નોટોનો વેપલો ચાલી રહ્યો હતો અને 90થી 95 ટકા હાઇક્વોલિટીની ચલણી નોટો હતી. બનાવટી નોટો કુરિયર મારફતે મોકલવામાં આવી હતી અને નોટોના બદલામાં મોબાઇલ ફોન અને ગોલ્ડની ખરીદી કરવામાં આવી રહી હતી. દિલીપ કેશવાલા અમદાવાદ શહેરનો મૂળ રહેવાસી છે અને કોમ્પ્યુટર એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે. આ યુવાનને ભણવાની સાથે સાથે નોકરી કરવાની ઈચ્છા હતી જેથી સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો અને આ યુવાનને કુરિયર આપ લે કરવાની નોકરી મળી ગઈ હતી. કુરિયરની આપ લે કરવા માટે કમીશન પેટે મોટી રકમ પણ મળી રહેતી હતી જો કે એ વાત અલગ છે લે તેના કામ કરતા બમણી રકમ તેને મળી રહી હતી.પોલીસ પકડથી બચવા રહેવા માટે મુખ્ય આરોપીએ કવીકર નામની એપ્લીકેશન મારફતે ઓનલાઈન જોબ માટેનું એક પોર્ટલ બનાવ્યું હતું અને તેમાં જે કોઈપણ વ્યક્તિ એપ્લાય કરે તેની જોડે ૨૦૦૦ ના દરની ભારતીય ચલણની ડુપ્લીકેટ નોટો આપી મોબાઈલ ફોન અને ગોલ્ડની ખરીદી કરાવડાવતો હતો અને ત્યારબાદ મોબાઈલ ફોન અને ગોલ્ડ જે ખરીદ્યા હોય તેને વેચી નાંખતો હતો અને તેમાંથી જે રૂપિયા મળતા હતા તેને ઈ.ડી.સી સેટેલાઈટ નામથી આંગડીયા કરાવતો હતો આંગડીયુ જે કોઈ વ્યક્તિ રીસીવ કરતો હતો તેને વોલેટ એડ્રેસ એટલે કે બિટકોઈન મારફતે નાણા સ્વીકારતો હતો
Advertisement


