Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વેજલપુરમાં સંબંધોને શર્મસાર કરતા બે કિસ્સા નોંધાયા, બન્ને કિસ્સામાં ભાઈએ જ બહેનને બનાવી હવસનો શિકાર

અમદાવાદનાં વેજલપુરમાં ભાઈ-બહેનના સંબંધોને શર્મસાર કરતા બે કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે.એક કિસ્સામાં સગા માસીના દિકરાએ ૧૯ વર્ષીય બહેન સાથે બળજબરીથી દુષ્કર્મ આચરી તેની સાથે મારઝૂડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે અન્ય કિસ્સામાં મામાના દીકરાએ જ લગ્નની લાલચ આપી બહેન પર બળાત્કાર (Rape) ગુજારતા ગુનો નોંધાયો છે.વેજલપુર પોલીસે (Vejalpur Police) ઝડપેલા આરોપીઓ અલગ-અલગ ગુનામાં ઝડપાયા છે, પરંતુ àª
વેજલપુરમાં સંબંધોને શર્મસાર કરતા બે કિસ્સા નોંધાયા  બન્ને કિસ્સામાં ભાઈએ જ બહેનને બનાવી હવસનો શિકાર
Advertisement
અમદાવાદનાં વેજલપુરમાં ભાઈ-બહેનના સંબંધોને શર્મસાર કરતા બે કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે.એક કિસ્સામાં સગા માસીના દિકરાએ ૧૯ વર્ષીય બહેન સાથે બળજબરીથી દુષ્કર્મ આચરી તેની સાથે મારઝૂડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે અન્ય કિસ્સામાં મામાના દીકરાએ જ લગ્નની લાલચ આપી બહેન પર બળાત્કાર (Rape) ગુજારતા ગુનો નોંધાયો છે.

વેજલપુર પોલીસે (Vejalpur Police) ઝડપેલા આરોપીઓ અલગ-અલગ ગુનામાં ઝડપાયા છે, પરંતુ બંનેની કરતૂત એક સરખી જ છે. પહેલા કિસ્સાની વાત કરીએ તો વેજલપુર વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય યુવતીને તેના માસીના દિકરાએ અવારનવાર પ્રેમ સંબંધ રાખવાનું દબાણ કર્યું હતું અને 11 જાન્યુઆરી 2020 ના રોજ પોતાની બાઈક ઉપર બેસાડી કૃષ્ણધામ ઓડાના મકાનમાં લઈ ગયો હતો, જ્યાંથી કારમાં બેસાડી ચોટીલા લઈ જઈ હોટલમાં તેની મરજી વિરુદ્ધ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.
 જે બાદ તેને બદનામ કરવાની ધમકીઓ આપી બ્લેકમેઇલ કરી બગોદરા ખાતે પોતાના વતનમાં લઈ ગયો હતો. આરોપીના પરિવારે યુવતીને સ્વીકારવાની ના પાડી હોવા છતાં ત્રણ મહિના સુધી તેણે ત્યાં પોતાની સાથે રાખી લગ્નની લાલચ આપી અવારનવાર તેને પોતાની હવસનો શિકાર બનાવતો હતો.જે બાદ આરોપીએ યુવતીને અમદાવાદમાં લાવી દોઢ મહિના સુધી પોતાની સાથે રાખી હતી અને લગ્ન પણ ન કરતા તેમજ યુવતીએ શારીરિક સંબંધો બાંધવાની ના પાડતાં તેની સાથે મારઝૂડ કરી હતી.જોકે આ ઘટનામાં યુવતીના પિતાએ યુવતી ગુમ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે યુવતીના માસીના દીકરાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય કિસ્સાની વાત કરીએ તો વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી અને સફાઈકર્મી તરીકે કામ કરતી યુવતીને તેના જ મામાના દીકરાએ પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી હતી. અવારનવાર યુવતીની મરજી વિરુદ્ધ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો, જોકે અંતે આરોપીએ યુવતી સાથે લગ્ન ન કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.. પોલીસે આ ગુનામાં યુવતીના મામાના દીકરાની ધરપકડ કરી છે અને બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી મેડિકલ તપાસ કરાવવાની તજવીજ હાથ ધરી છે.મહત્વનું છે કે એક જ દિવસમાં વેજલપુર પોલીસ મથકમાં નોંધાયેલી બળાત્કારની બે ફરિયાદમાં આરોપી ભોગ બનનાર યુવતીનો ભાઈ જ હોય ત્યારે ભાઈ-બહેનના પવિત્ર સંબંધોને દાગ લગાડતા આ કિસ્સાથી ચર્ચાનો વિષય બન્યો છે જોકે વેજલપુર પોલીસે આ સમગ્ર મામલે બંને આરોપીઓને ઝડપી જેલ હવાલે કરી આ ગુનાની વધુ તપાસ શરૂ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.

×