અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઇન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી સાત દિવસીય વર્કશોપ પૂર્ણ
અત્યંત જટીલ પ્રકારની “બ્લેડર એસ્ટ્રોફી સર્જરી” (Bladder Exstrophy Surgery) વર્કશોપ અંતર્ગત એક અઠવાડિયામાં 22 બાળકોની સર્જરી કરવામાં આવી : એક સર્જરી 8 થી 10 કલાક ચાલે છે. ખાનગી હોસ્પિટલમાં 10 થી 12 લાખના ખર્ચે થતી સર્જરી છેલ્લા 14 વર્ષના સેવાયજ્ઞમાં 150 જેટલા બાળકોને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી.અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ના બાળરોગ સર્જરી વિભાગ અને અમેરિકાના બાળરોગ અને પેડિયાટ્રીક યુરોલોજી àª
Advertisement
અત્યંત જટીલ પ્રકારની “બ્લેડર એસ્ટ્રોફી સર્જરી” (Bladder Exstrophy Surgery) વર્કશોપ અંતર્ગત એક અઠવાડિયામાં 22 બાળકોની સર્જરી કરવામાં આવી : એક સર્જરી 8 થી 10 કલાક ચાલે છે. ખાનગી હોસ્પિટલમાં 10 થી 12 લાખના ખર્ચે થતી સર્જરી છેલ્લા 14 વર્ષના સેવાયજ્ઞમાં 150 જેટલા બાળકોને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ના બાળરોગ સર્જરી વિભાગ અને અમેરિકાના બાળરોગ અને પેડિયાટ્રીક યુરોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસે છેલ્લા 14 વર્ષથી “બ્લેડર એસ્ટ્રોફી” (Bladder Exstrophy) વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. કોરોનાકાળમાં 2 વર્ષથી સ્થગિત રહેલા આ વર્કશોપ પુન:કાર્યરત થયો છે. સાત દિવસીય ઉક્ત વર્કશોપમાં 22 જેટલા બાળકોની બ્લેડર એસ્ટ્રોફી સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે.
જન્મજાત પેશાબની કોથળીમાં ખામી ધરાવતા બાળકોને બ્લેડર એસ્ટ્રોફી પ્રકારની બિમારી થાય છે. જેમાં પેશાબની કોથળીનું બહારની બાજુએ વિકાસ થયેલું હોય છે. આ પ્રકારની સર્જરી તબીબી જગતમાં અત્યંત જટિલ માનવામાં આવે છે. આ સર્જરીમાં થાપાના હાડકાને તોડ્યા પછી પેશાબની થેલી અંદર મૂકવામાં આવે છે. જેમાં બાળરોગ સર્જરી, પેડિયાટ્રીક યુરોલોજી અને હાડકાના વિભાગના સહિયારા પ્રયાસથી સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. એક બાળકની સર્જરી 8 થી 10 કલાક ચાલતી હોય છે.
અમેરિકાની ચિલ્ડ્રન હોસ્પિટલ અફીલા – ડેલ્ફીયાથી આવેલ ડૉ. અશીમ શુક્લ, ડૉ. પ્રમોદ રેડ્ડી, ડૉ. અંજના કોરૂ અને બે ફેલો સહિતની ટીમ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી, ડૉ. જયશ્રી રામજી અને તેમની ટીમ, હાડકાના નિષ્ણાંત ડૉક્ટર પિયુષ મિત્તલ અને ડૉ. વિનોદ ગૌતમના સહિયારા પ્રયાસથી છેલ્લા 14 વર્ષથી આ પ્રકારનું વર્કશોપ યોજવામાં આવે છે. અત્યાર સુધીમાં આ વર્કશોપ અંતર્ગત 150થી વધુ બાળકોની સફળતાપૂર્વક સર્જરી કરીને સ્વસ્થ જીવન પ્રદાન કરવામાં આવ્યું છે.


