Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન અમદાવાદ સેન્ટર દ્વારા શિન્ઝો આબેને શ્રદ્ધાજંલિ

ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન, ગુજરાત અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા જાપાન ઈન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર ખાતે આજે ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપના મહાન ચેમ્પિયન જાપાનના માનનીય ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી શિન્ઝો આબેને શ્રદ્ધાંજલિ આપવા માટે એક પ્રાથના સભાનું આયોજન કરાયું હતું. જાપનના પૂર્વ વડાપ્રધાન જ્યારે ભારત મુલાકાતે આવ્યા હતાં ત્યારે પણ શ્રીમતી આબે અહીં આવ્àª
ઈન્ડો જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન અમદાવાદ સેન્ટર દ્વારા શિન્ઝો આબેને શ્રદ્ધાજંલિ
Advertisement

ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન, ગુજરાત અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા જાપાન ઈન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર ખાતે આજે ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપના મહાન ચેમ્પિયન જાપાનના માનનીય ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી શિન્ઝો આબેને શ્રદ્ધાંજલિ આપવા માટે એક પ્રાથના સભાનું આયોજન કરાયું હતું. 


જાપનના પૂર્વ વડાપ્રધાન જ્યારે ભારત મુલાકાતે આવ્યા હતાં ત્યારે પણ શ્રીમતી આબે અહીં આવ્યાં હતાં. અને ત્રણ કલાક સુધી વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ આ સેન્ટર દ્વારા બંન્ને દેશ વચ્ચે પરસ્પર ભાષા અને સંસ્કૃતિનું આદાન પ્રદાનનો પ્રયાસ થાય છે. જાપન ભારતનું મિત્ર રાષ્ટ્ર છે. તેથી આ દુ:ખભરી ક્ષણમાં અહીં પણ લોકો દ્વારા તેમને ભાવાંજલિ આપાઇ હતી. 
Advertisement


ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન, ગુજરાતના પ્રમુખ  મુકેશ પટેલ; ઈન્ડો-જાપાન બિઝનેસ કાઉન્સિલના ચેરમેન  યતીન્દ્ર શર્મા અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ દિવ્યેશ રાડિયા અને અન્ય વિદ્યાર્થીઓ પણ જોડાયા હતાં. તમામ લોકોએ બે મિનિટ માટે મૌન પાળીને અને મીણબત્તી પ્રગટાવી વૈશ્વિક નેતા અને જાપાનના પૂર્વ વડાપ્રધાન શ્રી શિન્ઝો આબેને  શ્રદ્ધાંજલિ આપી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×