Ahmedabad: પકોડી સેન્ટરની પાણીપુરીમાંથી જીવાત નીકળી
- ખાદ્યપદાર્થોમાં જીવાત મળવાનો સિલસિલો યથાવત
- દિવાન પકોડી સેન્ટરની પાણીપુરીમાં જીવાત નીકળ્યાનો આક્ષેપ
- ગ્રાહકે પાણીપુરીમાંથી જીવાત નીકળી હોવાનો કર્યો આક્ષેપ
Gujarat રાજ્યમાં ખાદ્યપદાર્થોમાં બેદરકારીએ તમામ હદ વટાવી છે. જેમાં ખાદ્યપદાર્થોમાં જીવાત મળવાનો સિલસિલો યથાવત છે. ત્યારે અમદાવાદના સેટેલાઇટ ખાતે પાણીપુરીમાંથી જીવાત નીકળી છે. દિવાન પકોડી સેન્ટરની પાણીપુરીમાં ગ્રાહકે જીવાત નીકળી હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં પકોડી સેન્ટરના સંચાલકે ઉડાઉ જવાબ આપ્યો છે. તેથી ગ્રાહકે AMCના હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી છે તેમજ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
દીવાન પકોડી સેન્ટરની બેદરકારી
દીવાન પકોડી સેન્ટરની બેદરકારી સામે આવતા ગ્રાહકે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. જેમાં સેટેલાઇટ ખાતે આવેલી દીવાન પકોડી સેન્ટરની ઘોર બેદરકારી છે કે પાણીપુરીના પાણીમાંથી વંદો નીકળ્યો છે. અગાઉ પિત્ઝામાંથી જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ સામે આવી હતી. જેમાં ઓનલાઇન પિત્ઝા મંગાવો કે પીઝા સેન્ટરમાં જઈને પીત્ઝા ખાઓ તમારા પિત્ઝામાંથી જીવજંતુઓ તો નીકળશે. માત્ર પિત્ઝા જ નહી, અન્ય વાનગીઓમાં પણ જીનજંતુ નીકળવાની ઘટનાઓ સામે આવતી જ રહે છે.
લા પિનોઝ પિત્ઝામાંથી વંદો નીકળ્યો
આવી જ એક ઘટના રાજકોટમાં બનવા પામી હતી, જ્યા લા પિનોઝ પિત્ઝામાંથી વંદો નીકળ્યો હતો. રાજકોટના રહેવાસી દિલીપભાઈ એક રેસ્ટોરન્ટમાં લા પિનોઝ પિત્ઝા ખાવા પહોંચ્યા હતા. પરંતુ તેમના મંગાવેલા પિત્ઝામાં વંદો જોવા મળ્યો હતો. પિત્ઝામાં વંદો જોઈ દિલીપભાઈ પણ ચોંકી ઉઠ્યા હતા. આ ઘટનાનો દિલીપભાઈએ ફોટો લઈ લીધો અને તે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો. જેથી આવી બેદરકારી રાખી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ ચેતી જાય.
પિત્ઝામાંથી વંદો નીકળતા હોબાળો મચી ગયો
તાજેતરમાં જ સુરતમાંથી પિત્ઝામાં વંદો નીકળવાની ઘટના બની હતી. એક દંપતી પિત્ઝા ખાવા માટે એક રેસ્ટોરન્ટમાં પહોંચ્યું હતું. ત્યારે પિત્ઝામાંથી વંદો નીકળતા હોબાળો મચી ગયો હતો. તેમણે આ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો અને ગણતરીના સમયમાં જ આ વીડિયો વાયરલ થયો હતો.
આ પણ વાંચો: Jumped Deposit Scam: બેંક બેલેન્સ ચેક કરવા માટે પિન નાખશો તો ખાતામાંથી રૂપિયા ઉડી જશે!


