Seventh Day School : શિક્ષણ વિભાગના નિર્દેશ પ્રમાણે આ તારીખથી શરૂ થશે શાળા, DEO એ આપી માહિતી
- અમદાવાદના ખોખરાની Seventh Day School 3 ઓક્ટોબરથી શરૂ થશે
- શિક્ષણ વિભાગના નિર્દેશ પ્રમાણે શરૂ થશે શાળા: DEO
- સલામતી ધારા ધોરણની પૂર્તતાના આધારે શરૂ થશે શાળા: DEO
- 3 ઓક્ટોબરથી ધો-10 અને ધો-12 ના ઓફલાઈન વર્ગો શરૂ થશે
- સરકારે નિમેલા 2 નિરીક્ષક સ્કૂલ પ્રિમાઇસીસની મુલાકાત લેશે
Ahmedabad : સેવન્થ ડે સ્કૂલનાં (Seventh Day School) વિદ્યાર્થીની હત્યા મામલે મોટા સમાચાર આવ્યા છે. ખોખરાની સેવન્થ ડે સ્કૂલ હવે 3 ઓક્ટોબરથી ફરી શરૂ થશે. શિક્ષણ વિભાગના નિર્દેશ પ્રમાણે સલામતી ધારા ધોરણની પૂર્તતાનાં આધારે શાળાને ફરી શરૂ કરાશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા જણાવાયું છે. સેવન્થ ડે સ્કૂલનાં નયન નામના વિદ્યાર્થીની હત્યા બાદ 19 ઓગસ્ટથી શાળા પ્રત્યક્ષ રીતે બંધ છે.
આ પણ વાંચો - Banas Dairy Election : વધુ એક બેઠક બિનહરીફ, શંકર ચૌધરીનો દબદબો યથાવત!
Seventh Day School 3 ઓક્ટોબરથી શરૂ થશે
અમદાવાદનાં ખોખરા (Khokhara) વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ (Seventh Day School) ફરી એકવાર શરૂ થશે. શાળા 3 ઓક્ટોબરથી કાર્યરત થશે. શિક્ષણ વિભાગના નિર્દેશ પ્રમાણે સલામતી ધારા ધોરણની પૂર્તતાનાં આધારે શાળાને શરૂ કરાશે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, શિક્ષણ વિભાગના નિર્દેશ અને સલામતીનાં ધારા ધોરણની પૂર્તતાનાં આધારે શાળા શરૂ થશે. તેમણે માહિતી આપી કે, 3 ઓક્ટોબરથી ધો-10 અને ધો-12 ના ઓફલાઈન વર્ગો શરૂ થશે. સરકારે નિમેલા 2 નિરીક્ષક સ્કૂલ પ્રિમાઇસીસની મુલાકાત લેશે.
અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલ 3 ઓક્ટોબરથી શરૂ થશે
શિક્ષણ વિભાગના નિર્દેશ પ્રમાણે શરૂ થશે શાળા: DEO
સલામતી ધારા ધોરણની પૂર્તતાના આધારે શરૂ થશે શાળા: DEO#Gujarat #Ahmedabad #SeventhDaySchool #DEO #Education #BigBreaking #GujaratFirst pic.twitter.com/mK62SYPNTJ— Gujarat First (@GujaratFirst) September 29, 2025
આ પણ વાંચો - Arjun Modhwadia : ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો અનોખો અંદાજ, Video વાઇરલ
સ્કૂલ મેનેજમેન્ટ તપાસ કમિટીને સંપૂર્ણ સહકાર નથી આપતું : DEO
ડીઈઓએ વધુમાં જણાવ્યું કે, અન્ય ધોરણનાં વર્ગો આગામી દિવસમાં શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે. શાળાએ હજી પણ કેટલાક સલામતીનાં ધોરણો સાચવ્યા નથી. સલામતીનાં ધોરણો ચકાસવા માટે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને સમિતિએ કેટલાક સૂચનો આપ્યા છે. જો કે, તપાસ કમિટીને સ્કૂલ મેનેજમેન્ટ સંપૂર્ણ સહકાર આપતું નથી, જેથી ત્રીજી નોટિસ આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) ચાલી રહેલી સુનાવણી દરમિયાન આ વિગત આપવામાં આવી છે. નોંધનીય છે કે, શાળાનાં વિદ્યાર્થી નયનની હત્યા બાદ 19 ઓગસ્ટથી શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ છે.
આ પણ વાંચો - Gujarat Politics : મોરબી બાદ હવે રાજકોટમાં 'ચેલેન્જ' ની રાજનીતિ!


