ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: જેલ પ્રશાસનનો કેદીઓને હકારાત્મક વાતાવરણ મળે તે માટે દીવાલ પર દોરાયા અનેક ચિત્રો, જુઓ તસવીરો

Ahmedabad: જેલની અંદરની ફરતે આવેલી દીવાલો પર 100 થી વધારે વિવિધ પ્રકારના પેઇન્ટિંગ કરવામાં આવ્યાં છે. રાજકોટની ચિત્રનગરી સંસ્થા દ્વારા 70 જેટલાં કલાકારો દ્વારા ચિત્રો બનાવવામાં આવ્યા છે
07:26 AM Jan 26, 2025 IST | VIMAL PRAJAPATI
Ahmedabad: જેલની અંદરની ફરતે આવેલી દીવાલો પર 100 થી વધારે વિવિધ પ્રકારના પેઇન્ટિંગ કરવામાં આવ્યાં છે. રાજકોટની ચિત્રનગરી સંસ્થા દ્વારા 70 જેટલાં કલાકારો દ્વારા ચિત્રો બનાવવામાં આવ્યા છે
Ahmedabad Jail administration
  1. રાજકોટ, વડોદરા બાદ અમદાવાદની જેલમાં દીવાલ પર પેઇન્ટિંગ
  2. રાજકોટની ચિત્રનગરી સંસ્થાના 70 કલાકાર દ્વારા ચિત્રો બનાવાયા
  3. હકારાત્મક વાતાવરણ મળી રહે તે માટે દીવાલો પેઇન્ટિંગ કરાઈ

Ahmedabad: અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓને હકારાત્મક વાતાવરણ મળી રહે તે માટે દીવાલોને પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેલની અંદરની ફરતે આવેલી દીવાલો પર 100 થી વધારે વિવિધ પ્રકારના પેઇન્ટિંગ કરવામાં આવ્યાં છે. રાજકોટની ચિત્રનગરી સંસ્થા દ્વારા 70 જેટલાં કલાકારો દ્વારા ચિત્રો બનાવવામાં આવ્યા છે. જેલમાં બંધ કેદીઓને હકારાત્મક વાતાવરણ મળે અને જેલની અંદર જ રંગીન વાતાવરણ મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Padma Awards-2025 : ગુજરાતની આ 8 શ્રેષ્ઠીઓને પદ્મ એવોર્ડથી કરાશે સન્માનિત, જાણો લિસ્ટ

ચિત્રોની સાથે હકારાત્મક સૂત્રો અને સંદેશા લખવામાં આવ્યા

આ વોલ પેઇન્ટિંગની ખાસિયત એ છે કે જેલમાં બંધ કેદીઓને હકારાત્મક વાતાવરણ સાથે સંદેશો મળે તે પ્રકારે દીવાલો પર ચિત્રકામ કરવામાં આવ્યું છે.

આ ચિત્રો પૈકી કેદી સાથે તેમના પરિવારજનો ભેટીને ભાવુક થઈ રડતાં હોય એ પ્રકારનું ચિત્ર બનાવવામાં આવ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. માત્ર આટલું જ નહીં પરંતુ આ પ્રકારે અલગ અલગ ચિત્રોની સાથે હકારાત્મક સૂત્રો અને સંદેશા લખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સાધ્વી બનવા 'Mahakumbh' આવેલી ડિઝાને ગુરુજીએ શું કહ્યું ? Gujarat First સાથે ખાસ વાતચીત

અમદાવાદ સાબરમતી જેલમાં પણ આ પ્રયોગ કરવામાં આવ્યો

નોંધનીય છે કે, અગાઉ રાજકોટ અને વડોદરાની જેલમાં પણ આ પ્રકારે દિવાલો પર ચિત્ર કામ કરવામાં આવી ચૂક્યું છે. જે બાદ હવે અમદાવાદ સાબરમતી જેલમાં પણ આ પ્રયોગ કરવામાં આવ્યો છે.

આ ખુબ જ સારો અને નવતર પ્રયોગ છે, જેના કારણે કેદીઓને હકારાત્મક વાતાવરણ મળી રહેવાનું છે, ગુનાહિત પ્રવૃત્તિઓ કરીને આ લોકો કેદી બની સજા ભોગવી રહ્યાં છે, પરંતુ કેદીઓને પણ સારું વાતાવરણ મળી રહે તે ઇચ્છનિય છે. જેના કારણે જેલ પ્રશાસન દ્વારા આ પ્રયોગ કરવામાં આવ્યો છે.

અહેવાલઃ અર્પિત દરજી, અમદાવાદ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
AhmedabadChitranagari SansthanGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsJail administrationLatest Gujarati NewsPaintingpaintings on the wallpositive environmentprisonersRAJKOTSabarmati JailSabarmati Jail administrationVadodara
Next Article