Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મેઘાણીનગરમાં ચાલતા દારૂના અડ્ડા બંધ નહીં થાય તો 48 કલાકમાં જનતા રેડની યુથ કોંગ્રેસની ચીમકી

તાજેતરમાં બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે યુથ કોંગ્રેસ પણ હવે દારૂબંધીનું પાલન કરવા સક્રિય થયું છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા દારૂના અડ્ડા 48 કલાકમાં બંધ કરાવવા યુથ કોંગ્રેસે રજૂઆત કરી છે અને બંધ નહીં થાય તો જનતા રેડ કરવામાં આવશે.આ અંગે યુથ કોંગ્રેસના કુલદીપસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, મેઘાણીનગàª
મેઘાણીનગરમાં ચાલતા દારૂના અડ્ડા બંધ નહીં થાય તો 48 કલાકમાં જનતા રેડની યુથ કોંગ્રેસની ચીમકી
Advertisement

તાજેતરમાં બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે યુથ કોંગ્રેસ પણ હવે દારૂબંધીનું પાલન કરવા સક્રિય થયું છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા દારૂના અડ્ડા 48 કલાકમાં બંધ કરાવવા યુથ કોંગ્રેસે રજૂઆત કરી છે અને બંધ નહીં થાય તો જનતા રેડ કરવામાં આવશે.

Advertisement

આ અંગે યુથ કોંગ્રેસના કુલદીપસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, મેઘાણીનગરમાં દારૂ જાહેરમાં વેચાય જ છે, તે સૌ જાણે છે. પરંતુ પોલીસ કાર્યવાહી કરતી નથી. જેથી હવે અમે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો પોલીસ બંધ નહીં કરાવે તો અમે જીવન જોખમે પણ બંધ કરાવીશું.

Advertisement

યુથ કોંગ્રેસના કાર્યકરોએ મેઘાણીનગર પોલીસ સ્ટેશન જઈને મેઘાણીનગરમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા રજૂઆત કરી છે. ચમનપુરા, કલાપીનગર અને પોલીસ સ્ટેશનથી 300 મીટર દૂર સુધી દારૂના અડ્ડા ચાલતા હોવાનો યુથ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આવેદન આપીને 48 કલાકમાં દારૂના અડ્ડા બંધ કરાવવા અલ્ટીમેટમ પણ આપ્યું છે.

Tags :
Advertisement

.

×