Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : જીતો અમદાવાદ, જૈન સમાજ દ્વારા 9 એપ્રિલે 'વિશ્વ નવકાર મહામંત્ર' દિવસનું અદ્ભુત આયોજન

નવકાર મહામંત્ર કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપેક્સનાં મુખ્ય કાર્યક્રમ અને અન્ય બીજા કાર્યક્રમને દિલ્હી વિજ્ઞાન ભવનથી વર્ચ્યુલ માધ્યમથી સંબોધશે.
ahmedabad   જીતો અમદાવાદ  જૈન સમાજ દ્વારા 9 એપ્રિલે  વિશ્વ નવકાર મહામંત્ર  દિવસનું અદ્ભુત આયોજન
Advertisement
  1. આવતીકાલે GMDC ગ્રાઉન્ડ ખાતે 'વિશ્વ નવકાર મહામંત્ર' દિવસનું અદ્ભુત આયોજન
  2. જીતો અમદાવાદ અને જૈન સમાજ દ્વારા કરાયું ભવ્ય કાર્યક્રમનું આયોજન
  3. વિશ્વ કલ્યાણનાં સંકલ્પને જન-જન સુધી પહોંચાડવાનો હેતું
  4. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે, CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે

જીતો અમદાવાદ (Jeeto Ahmedabad) તથા જૈન સમાજ (Jain Samaj) દ્વારા વિશ્વ કલ્યાણનાં સંકલ્પને જન-જન સુધી પહોંચાડવા 'વિશ્વ નવકાર મહામંત્ર' (Vishva Navkar Mahamantra) દિવસનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ કલ્યાણના અર્થે આ મહત્ત્વપૂર્ણ આયોજન જૈન સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યું છે. જે એક અદભૂત ક્ષણ સાબિત થશે. નવકાર મહામંત્રનો મૂળ સંદેશ બધા જીવો પ્રત્યે સ્નેહ અને આદરનો છે. આ મૂલ્ય ઘણા ધર્મોનાં મૂળ સિદ્ધાંતો સાથે મેળખાય છે. એટલું જ નહિ, નવકાર મહામંત્ર અહિંસાનો મજબૂત સંદેશ આપે છે. આ મૂલ્ય જૈન ધર્મ ઉપરાંત હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને અન્ય ઘણા ધર્મોમાં પણ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત છે. આ મંત્રોચ્ચાર થકી આત્મ-શુદ્ધિ અને આધ્યાત્મિક વિકાસના માધ્યમથી વિશ્વનું કલ્યાણ પણ થશે.

નવકાર મંત્રનાં જાપથી ઐતિહાસિક રેકોર્ડ બનશે, PM મોદી વર્ચ્યુઅલી જોડાશે

આ નવકાર મંત્રનાં જાપથી એક ઐતિહાસિક રેકોર્ડ બનશે. આ કાર્યક્રમ 9 એપ્રિલે એટલે કે આવતીકાલે બુધવારના રોજ 7:01 વાગ્યાથી અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે આવેલા ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ- GMDC ખાતે યોજાશે. 9 એપ્રિલના રોજ યોજાનારા આ 'વિશ્વ નવકાર મહામંત્ર' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જીતો એપેક્સનાં મુખ્ય કાર્યક્રમને દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ રહેલા અન્ય બીજા કાર્યક્રમોને ત્યાંથી ઉપસ્થિત રહીને સમગ્ર ભારતને વર્ચ્યુલી માધ્યમથી સંબોધિત કરશે. આ ઉપરાંત, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi), ટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતા (Sudhir Mehta) તેમ જ તમામ જૈનસમુદાય જેમ કે, શ્વેતાંબર સંઘ, દિગંબર સંઘ, તેરાપંથી સંઘ, સ્થાનકવાસી સંઘ એમ તમામ જૈન સમુદાયના જૈન મુની આ નવકાર મહામંત્રમાં ઉપસ્થિત રહેશે. ગચ્છાધિપતિશ્રી, આચાર્યશ્રી, સાધુ-સાધ્વીજી ભગવંતો નવકાર મહામંત્રના આશીર્વાદ આપવા માટે પધારશે. જીતો અમદાવાદના હોદ્દેદારો તેમ જ વિવિધ સંઘોના અગ્રણીઓ પણ હાજરીઆપશે, તથા જીતો ચેરમેન ઋષભ પટેલ (Rishabh Patel) અને સ્ટીયરીંગ કમિટી મેમ્બર, કન્વીનર આસિત શાહ (Asit Shah) પણ ઉપસ્થિત રહેશે.

Advertisement

પહેલાથી જ શરૂ કળશયાત્રા GMDC ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થશે

આ કાર્યક્રમ પહેલા જ શહેરમાં કળશયાત્રા શરુ કરાઈ છે જે GMDC ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થશે. આ કળશયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં કળશ આપવામાં આવ્યા છે. અમદાવાદના તમામ જૈનમંદિરોમાંથી કળશ જૈન સમુદાયના લોકો દ્વારા તેમના ઘરે લઈ જવામાં આવ્યો છે, આ કળશની પૂજા કરીને નવકાર મંત્રના જાપની પણ માળાઓ કરવામાં આવી રહી છે. 9 એપ્રિલના રોજ મોટી સંખ્યામાં સંઘો દ્વારા કળશને લઈને આવવામાં આવશે અને સામૂહીક નવકાર મંત્રનો જાપ કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો - અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે, N.A.થશે માત્ર 10 દિવસમાં

નવકાર મહામંત્રનું જૈનધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે

નવકાર મંત્રએ (Navkar Mahamantra) જૈનધર્મનો એક મહત્ત્વપૂર્ણ મંત્ર છે. આ આયોજન કરવાના અનેક હિતકારી કારણો છે, માન્યતા છે કે નવકાર મંત્રનો નિયમિત જાપ કરવાથી મન શાંત અને સ્થિર બને છે અને ચિંતા, તણાવ અને ઉદાસીથી રાહત અને માનસિક શાંતિ મળે છે. ઉપરાંત, પાપોનો નાશ થાય છે, પુણ્ય વધે છે અને મોક્ષની પ્રાપ્તી થાય છે, એટલું જ નહીં મંત્રના જાપથી આત્મજ્ઞાન મળે છે તથા સાચા માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે એવું પણ માનવામાં આવે છે. એટલા માટે જ તો રોજિંદા જીવનમાં નવકાર મહામંત્રનું જૈનધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે, જે અન્ય ધર્મોમાં પણ ખૂબ આદર પામે છે. તેના મૂલ્યો અને સંદેશની ઘણા ધર્મોમાં પ્રશંસા કરવામાં આવી છે. અન્ય ધર્મોમાં નવકાર મહામંત્ર પ્રત્યે દ્રષ્ટિકોણ જોઈએ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત છે.

આ પણ વાંચો - PM Mudra Yojana :છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ₹ 70 હજાર કરોડની લોન આપવામાં આવી

GMDC ગ્રાઉન્ડ ખાતે 25000 થી વધુ લોકો જોડાશે

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પાવન દિવસ પર GMDC ગ્રાઉન્ડ ખાતે 25000 થી વધુ લોકો જોડાશે. ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાંથી લાખોની સંખ્યામાં લોકો જોડાશે. આ ઉપરાંત 100 થી વધુ અનુષ્ઠાન અને 6000 થી વધુ દેરાસર અને સ્થાનક પર આ કાર્યક્રમનું સીધું લાઈવ પ્રસારણ દેરાસરો, ઉપાશ્રયો તથા વિવિધ જગ્યાએ કરવામાં આવશે, જેનો વિશ્વભરના લોકો લાભ લેશે. આગામી 9 એપ્રિલ એ દેશ માટે અનોખો અને ઐતિહાસિક દિવસ સાબિત થઈ રહ્યો છે. આ દિવસે મોટી સંખ્યામાં લોકો જોડાવા માટે પહેલાથી જ ખૂબજ આતુર છે. કેમ કે, આ આયોજન જાતીય બંધનોને તોડીને તમામ સમુદાયના લોકોને સાથે લાવશે અને એકતા તેમ જ સદભાવનાનો સંદેશ વિશ્વભરના લોકો સુધી પહોંચશે. આ આયોજન થકી જૈન સમાજ (Jain Samaj) અને જીતો પરિવાર (Jeeto Ahmedabad) વિશ્વ કલ્યાણ્યના આ વિચારને જન-જન સુધી પહોંચાડવાનું એક માધ્યમ બનશે.

આ પણ વાંચો - Narmada Parikrama : મુખ્યમંત્રીનું પંચકોશી પરિક્રમા અવસરે નર્મદા મૈયાનું પૂજન અર્ચન

Tags :
Advertisement

.

×