Kankaria : 22 કરોડનાં ખર્ચે નવનિર્મિત બાલવાટિકાનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન
- અમદાવાદનાં નગરજનો માટે AMC દ્વારા કાંકરિયાનાં નવનિર્મિત બાલવાટિકાનું ઉદ્ઘાટન (Kankaria)
- 22 કરોડનાં ખર્ચે તૈયાર નવનિર્મિત બાલવાટિકાનું CM ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ઉદ્ઘાટન કરાયું
- બાલવાટિકાને PPP ધોરણે ટેન્ડર પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યું, 27 વિવિધ એક્ટિવિટીઝ
- બાળકો, યુવાનોને પસંદ આવે તેવી વિવિધ એક્ટિવિટીઝને નવા રૂપરંગમાં નિર્માણ કરાઈ
Kankaria : અમદાવાદનાં (Ahmedabad) નગરજનો માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન (AMC) દ્વારા કાંકરિયાનાં નવનિર્મિત બાલવાટિકાનું (Balvatika) ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા 22 કરોડના ખર્ચે નવનિર્મિત બાલવાટિકાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બાળકો તેમ જ યુવાનોને પસંદ આવે તેવી વિવિધ એક્ટિવિટીઝને નવો રૂપરંગ આપીને ફરી તૈયાર કરાઈ છે.
આ પણ વાંચો -Gandhinagar : શિક્ષકોની ભરતી અંગે મહત્ત્વ સમાચાર, ખાલી જગ્યાઓ પુરવા શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય
22 કરોડનાં ખર્ચે તૈયાર નવનિર્મિત બાલવાટિકાનું CM ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ઉદ્ઘાટન
અમદાવાદની ઓળખ સમા કાંકરિયા (Kankaria) જૂનું અને જાણીતું પર્યટન સ્થળ છે. તળાવ, પ્રાણીસંગ્રહાલય, એક્વેરિયમ, નાગિનાવાડી, બાલવાટિકા સહિત અહીં અનેક મનોરંજન સ્થળ છે. કાંકરિયા ખાતે 22 કરોડનાં ખર્ચે બાલવાટિકાનું (Balvatika) રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. ત્યારે, આજે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવનિર્મિત બાલવાટિકાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન (AMC) દ્વારા નવનિર્મિત બાલવાટિકાનું ઉદ્ઘાટન કરવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનમાં આવેલા કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે રિડેવલપ કરવામાં આવેલા બાલવાટિકાનું લોકાર્પણ કર્યું.
રૂ. 22 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે આ બાલવાટિકાનું રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. બાળકોનો બૌદ્ધિક અને… pic.twitter.com/uuNmQES3xc
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 25, 2025
nbsp;
આ પણ વાંચો -Rajkot : ગૃહ રાજ્યમંત્રીએ 185 લોકોને નાગરિકતાનાં સર્ટિફિકેટ આપ્યા, ગાંધીનગર અકસ્માત અંગે આપ્યું નિવેદન
ડાયનાસોર ટ્રેન, Wax મ્યુઝિયમ સહિત વિવિધ 27 પ્રકારની એક્ટિવિટીઝ
માહિતી અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા ઉદ્ઘાટન થયા બાદ નાગરિકો નવનિર્મિત બાલવાટિકાની મોજ માણી શકે છે. બાલવાટિકામાં 50 રૂપિયામાં એન્ટ્રી ટિકિટ લેવાની રહેશે. જે હેઠળ મુલાકાતીઓ 5 એક્ટિવિટીનો લાભ લઈ શકશે. અન્ય એક્ટિવિટીનાં અલગ-અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. બાલવાટિકાને PPP ધોરણે ટેન્ડર પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. વિવિધ એક્ટિવિટીઝને નવા રૂપરંગમાં નિર્માણ કરવામાં આવી છે. અલગ-અલગ 27 પ્રકારની એક્ટિવિટીઝનો બાળકો તેમ જ યુવાનો માટે મૂકવામાં આવી છે, જેમાં ડાયનાસોર ટ્રેન, ડાયનાસોર પાર્ક, બટરફ્લાય પાર્ક, Kids ગો કાર્ટ, Wax મ્યુઝિયમ સામેલ છે.
આ પણ વાંચો -VADODARA : ગ્રામ પંચાયતોની મનમાની પર રોક, સરકારી સહાયથી બનેલા મકાનોનો વેરો નક્કી કરતી સરકાર


