ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Khyati Hospital Scam : આરોપીઓના જેલમાંથી બહાર આવવા હવાતિયા, તપાસમાં ચોંકાવનારા ખુલાસા

Khyati Hospital Scam ના આરોપીઓની જામીન અરજી પર સુનાવણી આરોપી પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટે કોર્ટમાં જામીન અરજી કરી હતી બંને આરોપીઓ કેમ્પનાં આયોજન માટે ડૉક્ટર્સને મળતા હતા PMJAY હેઠળ દર્દીઓને ઓપરેશન માટે સમજાવતા હતા અમદાવાદનાં (Ahmedabad) બહુચર્ચિત 'ખ્યાતિ...
10:07 PM Dec 23, 2024 IST | Vipul Sen
Khyati Hospital Scam ના આરોપીઓની જામીન અરજી પર સુનાવણી આરોપી પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટે કોર્ટમાં જામીન અરજી કરી હતી બંને આરોપીઓ કેમ્પનાં આયોજન માટે ડૉક્ટર્સને મળતા હતા PMJAY હેઠળ દર્દીઓને ઓપરેશન માટે સમજાવતા હતા અમદાવાદનાં (Ahmedabad) બહુચર્ચિત 'ખ્યાતિ...
  1. Khyati Hospital Scam ના આરોપીઓની જામીન અરજી પર સુનાવણી
  2. આરોપી પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટે કોર્ટમાં જામીન અરજી કરી હતી
  3. બંને આરોપીઓ કેમ્પનાં આયોજન માટે ડૉક્ટર્સને મળતા હતા
  4. PMJAY હેઠળ દર્દીઓને ઓપરેશન માટે સમજાવતા હતા

અમદાવાદનાં (Ahmedabad) બહુચર્ચિત 'ખ્યાતિ હોસ્પિટલ' કેસમાં (Khyati Hospital Scam) મોટા સમાચાર આવ્યા છે. આરોપી પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટે કોર્ટમાં જામીન અરજી કરી છે, જેનાં પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. આરોપીઓની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા છે. બંને પક્ષની દલીલો બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. હવે, 26 ડિસેમ્બરનાં રોજ કોર્ટ ચુકાદો સંભળાવશે.

આ પણ વાંચો - Gujarat પ્રદેશ BJP નાં નવા સંગઠનને લઈ સૌથી મોટા સમાચાર

બંને આરોપી કેમ્પ માટે ડૉક્ટર્સને મળતા, ઓપરેશન માટે દર્દીઓને સમજાવતા

અમદાવાદનાં 'ખ્યાતિ હોસ્પિટલકાંડ' કેસમાં (Khyati Hospital Scam) આરોપી પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટે કરેલી જામીન અરજી પર આજે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. દરમિયાન, આરોપીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હોવાનું જણાવાયું હતું. માહિતી અનુસાર, આરોપી કાર્તિક પટેલની (Kartik Patel) સહી બાદ પંકિલ પટેલનાં ખાતામાં 8 લાખ આવ્યા હતા. બંને આરોપી પંકિલ અને પ્રતિક કેમ્પનાં આયોજન માટે ડૉક્ટર્સને મળતા હતા અને દર્દીઓ મોકવા પર ડૉકટર્સને મોંઘા ગિફ્ટ પણ અપાતા હતા. આરોપીઓ PMJAY હેઠળ દર્દીઓને ઓપરેશન માટે સમજાવતા હતા.

આ પણ વાંચો - Bharuch ની 'નિર્ભયા' નાં તૂટ્યા શ્વાસ, સદગતનો આત્મા ઝંખે 'ન્યાય'

આરોપીએ ગાંધીનગરમાં દર્દીનાં અલગ રિપોર્ટ્સ રજૂ કર્યા હતા

તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, ઘટના બાદ પંકિલ પટેલને ગાંધીનગર (Gandhinagar) બોલાવાયો હતો ત્યારે પણ અલગ રિપોર્ટ રજૂ કર્યા હતા. દર્દીનાં પ્રાથમિક રિપોર્ટ બનાવ્યા હતા તેનાથી અલગ રિપોર્ટ ગાંધીનગર ખાતે રજૂ કર્યા હતા. આ મામલે હજું પણ તપાસ ચાલી રહી છે. જ્યારે, દલીલોનાં અંતે કોર્ટે (Rural Sessions Court) ચુકાદો અનામત રાખ્યો છે અને 26 ડિસેમ્બરનાં રોજ ચુકાદો સંભળાવશે.

આ પણ વાંચો - Suratમાં બોગસ ડોક્ટરોના આકા રશેષ ગુજરાતીની ફરી ધરપકડ

Tags :
Accused Pankil Patel and Pratik BhattAhmedabadBreaking News In GujaratiCrime NewsGandhinagarGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKartik PatelKhyati Hospital ScamLatest News In GujaratiNews In GujaratiPMJAYRural Sessions Court
Next Article