ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Khyati Hospital Scam : આરોપી કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટથી રાહત, હંગામી જમીન અરજી મંજૂર

આરોપી કાર્તિક પટેલે ગ્રામ્ય કોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી હતી. આરોપીની આ અરજીને કોર્ટે મંજૂરી કરી છે.
10:58 PM May 13, 2025 IST | Vipul Sen
આરોપી કાર્તિક પટેલે ગ્રામ્ય કોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી હતી. આરોપીની આ અરજીને કોર્ટે મંજૂરી કરી છે.
Khyati_Gujarat_first
  1. Khyati Hospital Scam નાં આરોપી કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટથી રાહત
  2. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કાર્તિક પટેલની હંગામી જામીન અરજી મંજૂર કરી
  3. કાર્તિક પટેલે ગ્રામ્ય કોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી હતી
  4. કાર્તિક પટેલ પોતાની જમીન વેચાણ કરવા માટે માંગ્યા હતા જામીન

અમદાવાદનાં બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડનાં (Khyati Hospital Scam) આરોપી કાર્તિક પટેલને લઈ મોટા સમાચાર આવ્યા છે. આરોપી કાર્તિક પટેલને (Kartik Patel) ગ્રામ્ય કોર્ટથી મોટી રાહત મળી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે (Ahmedabad Village Court) કાર્તિક પટેલની હંગામી જામીન અરજી મંજૂર કરી છે. આરોપી કાર્તિક પટેલે ગ્રામ્ય કોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી હતી.

આ પણ વાંચો - Gandhinagar : અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર જિ. પો. ની હદમાં આવતા વિસ્તારમાં મોટો ફેરફાર, વાંચો વિગત

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કાર્તિક પટેલની હંગામી જમીન અરજી મંજૂર કરી

અમદાવાદનાં (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં આરોપી કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટમાંથી મોટી રાહત મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. આરોપી કાર્તિક પટેલે ગ્રામ્ય કોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી હતી. આરોપીની આ અરજીને કોર્ટે મંજૂરી કરી છે. માહિતી અનુસાર, કાર્તિક પટેલ (Kartik Patel) પોતાની જમીન વેચાણ કરવા માટે હંગામી જામીન માગ્યા હતા. આથી, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીના 2 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે.

આ પણ વાંચો - Tiranga Yatra : 'ઓપરેશન સિંદૂર' કરોડો ભારતવાસીઓની લાગણીનું પ્રતીક : CM ભૂપેન્દ્ર પટેલ

ડૉ. પ્રશાંત વજીરાણીને રાહત આપવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો

નોંધનીય છે કે, આ પહેલા 8 મેનાં રોજ ખ્યાતિ હોસ્પિટલ કૌભાડમાં (Khyati Hospital Scam) ખોટા ઓપરેશન કરનારા આરોપી ડૉ. પ્રશાંત વજીરાણીને હાઇકોર્ટથી મોટો ઝટકો મળ્યો હતો. આરોપી ડૉ. પ્રશાંત વજીરાણીને (Dr. Prashant Vajirani) રાહત આપવાનો હાઇકોર્ટનો ઇનકાર કર્યો હતો અને ડોક્ટરની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. જ્યારે, સંબંધિત કેસ સાથે સંકળાયેલ અન્ય ત્રણ આરોપી રાજશ્રી કોઠારી, ડોક્ટર સંજય પટોલીયા અને રાહુલ જૈનના જામીન મંજૂર કરાયા હતા.

આ પણ વાંચો - Sabar Dairy : ભરતી, ખરીદી બાબતે ડિરેક્ટર, વહીવટીકર્તા મનમાની કરી લાભ મેળવતા હોવાનાં ગંભીર આક્ષેપ

Tags :
AhmedabadAhmedabad Village CourtDr. Prashant VajiraniGujarat High CourtgujaratfirstnewsKartik PatelKhyati Hospital ScamTemporary BailTop Gujarati New
Next Article