Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Khyati Hospital Scam : મુખ્ય આરોપી કાર્તિક પટેલને HC થી મોટો ઝટકો!

સરકારી વકીલે દલીલ કરી કે સમગ્ર કેસમાં કાર્તિક પટેલની ભૂમિકા મહત્ત્વની છે. તેમની સામે ગંભીર આરોપ છે.
khyati hospital scam   મુખ્ય આરોપી કાર્તિક પટેલને hc થી મોટો ઝટકો
Advertisement
  1. અમદાવાદ Khyati Hospital Scam માં કાર્તિક પટેલને મોટો ઝટકો
  2. ગુજરાત હાઈકોર્ટે કાર્તિક પટેલની જામીન અરજી ફગાવી
  3. સરકાર તરફથી ગુજરાત હાઈકોર્ટમાં કરાઈ ઉગ્ર રજૂઆત
  4. કાર્તિક પટેલ જ દર્દીઓ લાવવા દબાણ કરતોઃ સરકાર

Khyati Hospital Scam : અમદાવાદનાં બહુચર્ચિત ખ્યાતિકાંડને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કૌભાડનાં મુખ્ય આરોપી કાર્તિક પટેલને (Kartik Patel) ગુજરાત હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. ઉચ્ચ ન્યાયાલયે આરોપી કાર્તિક પટેલની જામીન અરજીને ફગાવી દીધી છે. કાર્તિક પટેલે હાઈકોર્ટમાં (Gujarat High Court) જામીન અરજી કરી હતી, જેનો વિરોધ કરી સરકારી વકીલે ઊગ્ર રજૂઆત કરી હતી. સરકારી વકીલે દલીલ કરી કે સમગ્ર કેસમાં કાર્તિક પટેલની ભૂમિકા મહત્ત્વની છે. તેમની સામે ગંભીર આરોપ છે.

આ પણ વાંચો - Poonam Madam નો કોંગ્રેસ-RJD પર પ્રહાર : PM મોદીના માતાના અપમાનને ગણાવ્યું શરમજનક

Advertisement

HC એ Khyati Hospital Scam નાં આરોપી કાર્તિક પટેલની જામીન અરજી ફગાવી

અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY સરકારી યોજનાનો ખોટી રીતે આર્થિક લાભ લેવાની લ્હાયમાં મહેસાણાનાં કેટલાક દર્દીઓની જરૂરિયાત ન હોવા છતાં એન્જિયોગ્રાફી (Angiography) કરી હોવાથી કેટલાક દર્દીઓનાં મોત નીપજ્યા હતા. ખ્યાતિ હોસ્પિટલનું આ કૌભાંડ (Khyati Hospital Scam) બહાર આવતા ભારે હોબાળો થયો હતો. ત્યાર હવે આ કૌભાંડમાં મુખ્ય આરોપી અને હોસ્પિટલનાં ડાયરેક્ટર કાર્તિક પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. માહિતી અનુસાર, આરોપી કાર્તિક પટેલે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે.

Advertisement

આ પણ વાંચો - Khoraj Pagpala Sangh : શ્રી સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલ, ગુજરાત ફર્સ્ટનાં MD જસ્મીનભાઈ પટેલે માતાજીનાં દર્શન કર્યા

કાર્તિક પટેલ જ દર્દીઓ લાવવા દબાણ કરતોઃ સરકાર

માહિતી મુજબ, આરોપી કાર્તિક પટેલની (Kartik Patel) જામીન અરજી સામે સરકારી વકીલે વાંધો ઊઠાવી ઊગ્ર રજૂઆત કરી હતી. સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, ખ્યાતિ હોસ્પિટલનાં કાંડમાં કાર્તિક પટેલ મુખ્ય આરોપી છે. કાર્તિક પટેલ જ દર્દીઓને લાવવા માટે દબાણ કરતો હતો. સમગ્ર કેસમાં કાર્તિક પટેલની ભૂમિકા મહત્વની છે. આ સાથે PMJAY યોજનાનો ખોટો લાભ લીધો હોવાની પણ સરકારી વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી. તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કાર્તિક પટેલની જામીન અરજી ફગાવી હતી.

આ પણ વાંચો - Ribada માં અનિરુદ્ધ જાડેજાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન : ક્ષત્રિય સમાજની સજા માફીની માંગ

Tags :
Advertisement

.

×