Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Khyati Hospital Scam : આરોપી કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટે આપ્યો મોટો ઝટકો!

આ પહેલા આરોપી કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. ગ્રામ્ય કોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી હતી.
khyati hospital scam   આરોપી કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટે આપ્યો મોટો ઝટકો
Advertisement
  1. અમદાવાદનાં 'ખ્યાતિકાંડ' નાં આરોપીને ઝટકો (Khyati Hospital Scam)
  2. આરોપી કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટે આપ્યો મોટો ઝટકો
  3. ગ્રામ્ય કોર્ટે કાર્તિક પટેલની જામીન અરજી ફગાવી
  4. કાર્તિક પટેલે નિયમિત જામીન માટે કરી હતી અરજી

Khyati Hospital Scam : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડને લઈ મોટા સમાચાર આવ્યા છે. આરોપી કાર્તિક પટેલને (Kartik Patel) ગ્રામ્ય કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. ગ્રામ્ય કોર્ટે કાર્તિક પટેલની જામીન અરજીને ફગાવી દીધી છે. ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડનાં આરોપી કાર્તિક પટેલે નિયમિત જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જો કે, રાજ્ય સરકારનાં વકીલે જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

નિયમિત જામીન મેળવવા માટે કાર્તિક પટેલે કરી હતી અરજી

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital Scam) સામે આરોપ છે કે સરકારી યોજનાનો આર્થિક લાભ લેવાની લાલસામાં દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં એન્જિયોગ્રાફી (Angiography) કરી સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા, જેમાં કેટલાક દર્દીઓનાં મોત નીપજ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં આરોપી અને ખ્યાતિ હોસ્પિટલનાં ડાયરેક્ટર કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટથી (Ahmedabad Rural Court) મોટો ઝટકો લાગ્યો છે. માહિતી અનુસાર, આરોપી કાર્તિક પટેલે નિયમિત જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જો કે, કોર્ટે આરોપીની જામીન અરજીને ફગાવી દીધી છે. રાજ્ય સકરારનાં વકીલ દ્વારા આ અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો -Gujarat Police ના ઇતિહાસમાં સૌથી ચકચારી વિવાદમાં PSI સસ્પેન્શનથી કેમ બચી ગયા ?

Advertisement

અગાઉ ગ્રામ્ય કોર્ટે કાર્તિક પટેલની હંગામી જમીન અરજી મંજૂર કરી હતી

જો કે આ પહેલા આરોપી કાર્તિક પટેલને (Kartik Patel) ગ્રામ્ય કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. આરોપી કાર્તિક પટેલે ગ્રામ્ય કોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી હતી. આરોપીની આ અરજીને કોર્ટે મંજૂર કરી હતી. કાર્તિક પટેલે (Kartik Patel) પોતાની જમીન વેચાણ કરવા માટે હંગામી જામીન માગ્યા હતા. આથી, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીના 2 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા હતા.

આ પણ વાંચો -Ahmedabad : સિંગરવા પાસે 3 માળના હાઉસિંગ ફ્લેટ ધરાશાયી, એક જ પરિવારના 4 દટાયા

ક્રાઈમ બ્રાંચે 5670 પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી

જણાવી દઈએ કે, અગાઉ એપ્રિલ મહિનામાં આરોપી કાર્તિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ક્રાઈમ બ્રાંચ (Crime Branch) દ્વારા 5670 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુલ 130 વ્યક્તિઓની પૂછપરછ કરી નિવેદન નોંધ્યા હતા. તેમ જ BNS 183 મુજબ કુલ 7 સાહેદોનાં નિવેદનો મેજિસ્ટ્રેટ સમક્ષ લેવામાં આવ્યા હતા. તેમ જ પોલીસ દ્વારા તપાસ દરમિયાન કુલ 20 ઈલેક્ટ્રોનિક્સ પુરાવા કબ્જે કરવામાં આવ્યા હતા. ઉપરાંત, હોસ્પિટલની 38 ફાઈલ અને 11 રજિસ્ટર પણ કબજે કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Rain in Gujarat : અરવલ્લીમાં આભ ફાટ્યું! 400 વીઘા ખેતરોમાં પાણી જ પાણી

Tags :
Advertisement

.

×