SBI Ahmedabad સર્કલના Chief General Manager તરીકે Kshitij Mohan એ ચાર્જ સંભાળ્યો
શ્રી ક્ષિતિજ મોહને (Kshitij Mohan) 1લી ઓગષ્ઠ 2023ના રોજ એસબીઆઈ, અમદાવાદ (SBI Ahmedabad) સર્કલના ચીફ જનરલ મેનેજર (Chief General Manager) તરીકેનો ચાર્જ સંભાળ્યો. ક્ષિતિજ મોહનએ (Kshitij Mohan) 1990 માં પ્રોબેશનરી ઓફિસર (Probationary Officer) તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ નિમણૂંક પહેલાં, તેઓ કોમર્શિયલ ક્લાયન્ટ ગ્રુપના ચીફ જનરલ મેનેજર હતા.
અનેક રાજ્યોમાં આપી સેવા
અગાઉ તેઓ પશ્ચિમ બંગાળ (West Bengal), ગુજરાત (Gujarat), મહારાષ્ટ્ર (Maharashtra) (મુંબઈ મેટ્રો સિવાય), મધ્યપ્રદેશ (Madhya Pradesh), ઓડિશા (Odisha) અને ચંદીગઢ સર્કલ (Chandigarh Circle) રાજ્યમાં પણ કામ કરી ચૂક્યા છે.
બહોળો અનુભવ
તેમની પાસે SME બિઝનેસ સહિતની કામગીરીનો બહોળો અનુભવ છે. ક્ષિતિજ મોહન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (ફાઇનાન્સ) માં માસ્ટર ડિગ્રી ધરાવે છે. બેંકિંગનો ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે.
સિનિયર પદોમાં ફેરબદલ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના સિનિયર પદોમાં ફેરબદલ કર્યાં બાદ 20 થી વધારે પ્રમોશન થયાં છે. જેમાં Chief General Manager ના પદો પર પણ પ્રમોશન થયાં છે. જે અંતર્ગત ક્ષિતિજ મોહનને અમદાવાદ સર્કલના CGM નિયુક્ત કરવામાં આવ્યા છે.
દેશની સૌથી મોટી બેંક
SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દેશની સૌથી મોટી બેંક છે. SBI નો ઈતિહાસ 200 વર્ષથી વધુ જૂનો છે. બ્રિટિશ શાસન દરમિયાન SBI નો પાયો નાખવામાં આવ્યો હતો જ્યારે આ બેંકની શરૂઆત થઈ ત્યારે તે સમયે તેનું નામ પણ અલગ હતું. 19મી સદીના પ્રથમ દાયકામાં 2 જૂન, 1806ના રોજ કલકત્તામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો પાયો નાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : VIBRANT GUJARAT GLOBAL SUMMIT-2024 પહેલા CM ભૂપેન્દ્ર પટેલ હસ્તે થયાં આ મહત્વના MOU
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.



