Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahemdabad: પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલા આરોપીને ગણતરીના કલાકામાં LCBએ ઝડપી પાડ્યો

Ahemdabad: અમદાવાદની કોર્ટમાં પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલ આરોપીને LCB પોલીસે ઝડપી પાડ્યો છે. 8 જાન્યુઆરીએ આરોપીને અમદાવાદ સીટી શેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
ahemdabad  પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલા આરોપીને ગણતરીના કલાકામાં lcbએ ઝડપી પાડ્યો
Advertisement

8 જાન્યુઆરીએ આરોપીને અમદાવાદ સીટી શેશન કોર્ટમાં રજૂ કરાયો હતો

  1. આરોપી પોલીસની નજર ચૂકવીને ભાગી છુટ્યો હતો
  2. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો
  3. આરોપી ઘનશ્યામ ઉર્ફે ગોપાલ જાદવ સામે નોંધાઈ ચૂકી છે અનેક ફરિયાદ

Ahemdabad: અમદાવાદની કોર્ટમાં પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલ આરોપીને LCB પોલીસે ઝડપી પાડ્યો છે. 8 જાન્યુઆરીએ આરોપીને અમદાવાદ સીટી શેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તે પોલીસની નજર ચૂકવીને ભાગી છુટ્યો હતો. જેને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. આરોપી ઘનશ્યામ ઉર્ફે ગોપાલ અશોક જાદવ સામે અનેક ફરિયાદ નોંધાઈ ચૂકી છે જે પૈકી સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયેલ એક ફરિયાદના ગુનામાં રાજકોટ જેલમાં સજા કાપી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad : AMC માં હેડ કલાર્ક ભરતી કૌભાંડમાં યુવતી સહિત 3 ની ધરપકડ

Advertisement

કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી ફરિયાદ

નોંધનીય છે કે, જેને આઠ જાન્યુઆરીએ અમદાવાદની સીટી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ બાબતે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીને નરોડા વિસ્તારમાંથી તેના ઘરેથી જ ઝડપી પાડ્યો. આરોપી સામે અમદાવાદની સાથે સાથે સુરેન્દ્રનગરમાં બે વડોદરામાં એક અને ડાકોરમાં એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. એટલે કે મૂળ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને હાલ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પોલીસ સ્ટેશન માં નોંધાયેલ એક ફરિયાદ સંદર્ભે રાજકોટની જિલ્લા જેલમાં સજા ભોગવી રહ્યો છે.

આ પણ વાંચો: Brijraj Gadhvi એ Devayat Khawad ને કહ્યું- મન પડે ત્યારે આવી જજે, તારી જેમ છુપાઇને નથી રહેતા..!

ફરિયાદ સંદર્ભે અમદાવાદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો

જોકે નરોડામાં નોંધાયેલ પોક્સોની ફરિયાદ સંદર્ભે અમદાવાદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન તે ભાગી છુટ્યો સૌથી મહત્વની વાત એ છે કે, અગાઉ પણ નવસારી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક ફરિયાદ બાબતે જુનાગઢ જિલ્લા જેલમાંથી નવસારી કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં પણ તે કેદી જાપ્તામાંથી વડોદરામાંથી ફરાર થઈ ગયો હતો.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×