માયાભાઈ આહીરનો ચાહકો માટે હોસ્પિટલમાંથી Video સંદેશ, સ્વાસ્થ્ય અંગે કહી આ વાત
- ગુજરાત લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનો મેસેજ (Mayabhai Ahir)
- હોસ્પિટલમાંથી ચાહકો માટે માયાભાઈનો વીડિયો સંદેશ
- 'આપણે એકદમ રેડી છીએ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી'
- ગઈકાલે ડાયરામાં માયાભાઈની તબિયત બગડી હતી
મહેસાણા જિલ્લાનાં (Mehsana) કડી તાલુકાનાં ઝુલાસણ ખાતે ગઈકાલે લોકડાયરા કાર્યક્રમ દરમિયાન ગુજરાત લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની (Mayabhai Ahir) તબિયત અચાનક લથડી હતી. ત્યાર બાદ માયાભાઈ આહીરને સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે, હોસ્પિટલમાંથી ચાહકો માટે માયાભાઈ આહીરનો વીડિયો સંદેશ આવ્યો છે. 'આપણે એકદમ રેડી છીએ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી' તેમ માયાભાઈએ વીડિયો સંદેશમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો - લોકસાહિત્યકાર MayaBhai આહિરની તબિયત લથડી! જોકે, ચાહકોએ ચિંતા કરવાની જરૂર નથી
ગઈકાલે લોકડાયરા કાર્યક્રમ દરમિયાન તબિયત બગડી હતી
જણાવી દઈએ ગઈકાલે કડીનાં (Kadi) ઝુલાસણ ખાતે લોકડાયરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીર જમાવટ કરવાના હતા. આથી, મોટી સંખ્યામાં ચાહકો કાર્યક્રમમાં આવ્યા હતા. જો કે, આ કાર્યક્રમ દરમિયાન માયાભાઈ આહીરની (Mayabhai Ahir) તબિયત લથડી હતી. માયાભાઈને છાતીમાં અચાનક દુ:ખાવાની ફરિયાદ થઈ હતી. તેમ છતાં માયાભાઈ આહીર સ્ટેજ પર આવ્યા હતા અને કાર્યક્રમ અધૂરો મૂકીને જવા બદલ ચાહકોની માફી માગી હતી. માયાભાઈ આહીરને સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Rajkot : સંતકબીર રોડ પર પરપ્રાંતિય બે સગા ભાઈઓ પર છરીથી હુમલો, એકનું મોત
માયાભાઈનો ચાહકો માટે હોસ્પિટલમાંથી એક વીડિયો સંદેશ
માયાભાઈ આહીરનાં ચાહકો માટે હવે ખુશીનાં સમાચાર આવ્યા છે. માયાભાઈએ ચાહકો માટે હોસ્પિટલમાંથી એક વીડિયો સંદેશ આપ્યો છે. વીડિયોમાં માયભાઈએ (Mayabhai Ahir) કહે છે કે, 'આપણે એકદમ રેડી છીએ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.' વીડિયોમાં માયાભાઈ એકદમ સ્વસ્થ્ય દેખાઈ રહ્યા છે. ગઈકાલે ચાલુ કાર્યક્રમે માયાભાઈ આહીરની તબિયત લથડતા શ્રોતાઓમાં ચિંતાઓ વ્યાપી ગઈ હતી.
આ પણ વાંચો - NURSING STAFF EXAM: નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષામાં મોટાપાયે ગોલમાલની ગંધ, આન્સર કીમાં જવાબોની ગોઠવણ?