અમદાવાદમાં પડેલા ભારે વરસાદમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે લીધી શહેરની મુલાકાત
અમદાવાદ શહેરમાં ગઇકાલે રાત્રે પડેલા અનારાધાર ભારે વરસાદના સંદર્ભે આરોગ્યમંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે શહેરના વિવિધ સ્થળોની મુલાકાત કરીને સમગ્ર પરિસ્થિતિનું આંકલન કર્યું હતું.મંત્રી ઋષિકેશ પટેલે શહેરના રેસીડેન્સીયલ, કોમર્શીયલ, જાહેર સ્થળો પર જઇને પાણીની પ્રવર્તમાન સ્થિતિ, સંજોગો અને જરૂરિયાતો વિશેને તાગ મેળવ્યા બાદ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્àª
Advertisement
અમદાવાદ શહેરમાં ગઇકાલે રાત્રે પડેલા અનારાધાર ભારે વરસાદના સંદર્ભે આરોગ્યમંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે શહેરના વિવિધ સ્થળોની મુલાકાત કરીને સમગ્ર પરિસ્થિતિનું આંકલન કર્યું હતું.
મંત્રી ઋષિકેશ પટેલે શહેરના રેસીડેન્સીયલ, કોમર્શીયલ, જાહેર સ્થળો પર જઇને પાણીની પ્રવર્તમાન સ્થિતિ, સંજોગો અને જરૂરિયાતો વિશેને તાગ મેળવ્યા બાદ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કમિશ્નર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરી હતી. સમીક્ષા બેઠકમાં ભારે વરસાદને કારણે થયેલી તારાજી સંદર્ભે રાહત કામગીરી, વરસાદી પાણીના ઝડપી નિકાલ, સ્વચ્છતા અંગેના વ્યવસ્થાપન અંગેની વિગતવાર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં મંત્રીએ શહેરના જરૂરિયાતમંદોને સંપૂર્ણપણે સુરક્ષા પ્રદાન કરવા, ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાહત કામગીરી હાથ ધરવા, આગામી પરિસ્થિતિ માટે પ્રો-એક્ટિવ કામગીરી હાથ ધરવા, તેમજ વધુ અસરકારક ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા માટેની સૂચના આપી હતી.
આ મુલાકાતમાં ધારાસભ્ય કિશોરભાઇ મકવાણા, સ્ટેન્ડિગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર લોચન શહેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, એંન્જીનિયર અધિકારીઓ, ઇરીગેશન વિભાગના અદિકારીઓ જોડાયા હતા.


