Ahmedabad: શહેરમાં વધુ PMJAY યોજના અંતર્ગત હોસ્પિટલની બેદરકારી! દર્દીનું મોત થતા પરિવારે કર્યો આવો આક્ષેપ
- દર્દીનું મોત થતા નરોડા શેલ્બી હોસ્પિટલ આવી વિવાદમાં
- હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ
- અહીં હોસ્પિટલમાં સારવાર બાદ મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ
Ahmedabad: અમદાવાદમાં વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે PMJAY યોજના અંતર્ગત હોસ્પિટલમાં સારવારમાં બેદરકારીથી દર્દીનું મોત થયાના આક્ષેપ થયા છે. મૂળ વિગતો એવી છે કે, નરોડા શેલ્બી હોસ્પિટલની બેદરકારીથી 62 વર્ષીય દર્દીનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ કર્યો છે. જેમાં 08 તારીખે PMJAY યોજના અંતર્ગત દર્દીને પગમાં તકલીફ હતી. જેથી દર્દી નરોડાની સેલ્બી હોસ્પિટલ (shalby Hospital)માં દાખલ થયા હતાં. ત્યાર પછી આ દર્દીની સારવાર શરૂ થઈ હતી.
08 તારીખે દર્દીને સેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા
ચોંકાવનારી વાત એવી છે કે, ઓપરેશન બાદ દર્દીના શરીરમાં નસ ખુલ્લી રહી ગઈ હોવાનું સામે આવ્યું અને જેને કારણે જ દર્દીનું મોત થયું હોવાની ફરિયાદ દર્દીના સગાવહાલાએ કરી હતી. આ ઘટના પછી તરત સેલ્બી હોસ્પિટલ દ્વારા પોતાની ભૂલ ઢાંકવા માટે પેશન્ટને સિવિલ કે અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે દર્દીના સગાને કહેવામાં આવ્યું અને આ આખી ઘટનામાં PMJAY કાર્ડ પૂર્ણ થયા બાદ હોસ્પિટલ (shalby Hospital)) દ્વારા દર્દીના સ્વજનોને શિફટિંગ માટે કહેવાયું હતું.
હોસ્પિટલમાં સારવાર બાદ મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ
દર્દીના સગા દર્દીના સ્વજનોનું નિવેદનમાં સામે આવ્યું કે, PMJAY અંતર્ગત દાખલ થયેલા દર્દીને કોમ્પ્લિકેશન બાદ અન્ય હોસ્પિટલમાં ખસેડવા ન દેવામાં આવે, આવું પ્રાવધાન કરવા માટે સરકારને રજૂઆત કરવા માટે પણ દર્દીના પરિવારની માંગ છે. આ સાથે પરિવારનો આક્ષેપ છે કે, અમારા દર્દી હોસ્પિટલમાં આવ્યા ત્યારે સાજા હતા, પરંતુ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી સારવાર બાદ મોત થયું તેવી સ્પષ્ટ વાત દર્દીના સગાએ જણાવી હતી.
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલના આરોપી રાજશ્રી કોઠારીના 10 દિવસ સુધી રિમાન્ડ મંજૂર કર્યા, થયા અનેક ખુલાસાઓ
હોસ્પિટલોની આ પ્રકારની મનમાની નહીં ચાલે!: દર્દીના પરિવારજનો
દર્દીના સગાએ જણાવ્યું કે, આગળના દિવસોમાં શેલ્બી હોસ્પિટલ (shalby Hospital) નરોડા તેમજ અન્ય જગ્યાએ પણ જઈને દેખાવો કરીશું અને સરકારમાં પણ અમે જઈને રજૂઆત કરીશું કે હોસ્પિટલોની આ પ્રકારની મનમાની નહીં ચાલે! એટલું જ નહીં પરંતુ વળતર મળે એવી અમારી માંગણી છે. દર્દી સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેમની પરિસ્થતિ સમાન્ય છે અને સેલ્બી હોસ્પિટલની ભૂલના કારણે દર્દીનું મોત નીપજ્યું છે. દર્દી તરફથી કિરણ ભાઈ દેસાઈ સમાજીક આગેવાન દ્વારા આ બાબતે રજૂઆત અને હોસ્પિટલ સામે પગલાં ભરવા કહ્યું હતું.
આ પણ વાંચો: Ahmedabad: સાબરમતી વિસ્તારમાં થયો પાર્સલ બ્લાસ્ટ, હકીકત જાણી તમે પણ ચોંકી જશો
પોતાના બચાવમાં હોસ્પિટલે જણાવી આવી વાત
બચાવમાં સેલ્બી હોસ્પિટલના દુષ્યંત પટેલ ડૉકટર સેલ્બી હોસ્પિટલ (shalby Hospital) યુનિટ હેડે કહ્યું કે, ‘હોસ્પિટલમાં આવેલ ઘોહાભાઈ ખાંભલા પગની સ્થિતિ ખરાબ હતી. પગ કાળા પડી ગયા હતા અને સર્જરી પછી અનેક અંગોમાં ઇન્ફેક્શન થયું હતું. આ સર્જરી જટિલ હોય છે, દર્દીના પુત્રને તમામ વિગત અને મૃત્યુનું કારણ હોસ્પિટલ દ્વારા સમજ આપેલું છે. પરિવાર આક્ષેપ કરે છે તેઓ ભલે આક્ષેપ કરે પરંતુ અમારી સંપતી છે, દર્દીના પરિવાર પર અને હોસ્પિટલની કોઈ ભૂલ નથી. જોકે PMJAY કાર્ડમાં જ ઓપરેશન અને ખર્ચ કરાયો સારવારનો સાથે દર્દીને ન્યુરોલોજીસ બીમારી પણ લાગુ થઈ હતી. જેને કારણે બ્રેન સ્ટોકથી દર્દી પર અસર થઈ હતી. તેવું હોસ્પિટલ સત્તાધિશ દ્વારા જણાવ્યું હતું.’
આ પણ વાંચો: Ahmedabad: સરકારને મોટાપાયે ચૂનો લગાડવાના કૌભાંડનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં થયો મોટો ખુલાસો