Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Navratri 2025 : ગરબામાં વિધર્મીઓનાં પ્રવેશ પર રોક મામલે આયોજકનું મહત્ત્વનું નિવેદન!

કેટલાક હિંદુ સંગઠનો દ્વારા ગરબા આયોજકોને વિધર્મીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા કહેવાયું છે.
navratri 2025   ગરબામાં વિધર્મીઓનાં પ્રવેશ પર રોક મામલે આયોજકનું મહત્ત્વનું નિવેદન
Advertisement
  1. ગરબા કલાકારોનાં બેન્ડમાં વિધર્મીઓનાં પ્રવેશને લઇ ગરબા આયોજકનું મહત્ત્વનું નિવેદન (Navratri 2025)
  2. અગાઉ હિન્દૂ સંગઠન દ્વારા વિધર્મીઓનાં પ્રવેશ પર રોક લગાડવાની માંગ કરાઈ હતી
  3. ગરબામાં આવનાર તમામ લોકોને તિલક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે
  4. વિધર્મીઓનાં પ્રવેશ ન થાય અને મહિલા સુરક્ષા માટે પણ આ વર્ષે નવો પ્રયોગ કરવામાં આવશે- આયોજક

Navratri 2025 : હિંદુઓનાં સૌથી પવિત્ર નવરાત્રિ પર્વમાં માતાજીનાં ગરબાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. 9 દિવસ માઇભક્તો મા આદ્યશક્તિની આરાધના, ભક્તિ અને પૂજા કરે છે અને ગરબે ઘૂમી માતાજીની ઉપાસના કરે છે. જો કે, સમયની સાથે ગરબાની પરંપરામાં ફેરફાર થયો છે. શેરી, સોસાયટીમાં ગરબાની સાથે હવે પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનનો ટ્રેન્ડ વધ્યો છે. જો કે, પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબાઓમાં વિધર્મીઓ દ્વારા યુવતીઓની છેડતી કરાતી હોવાની અનેક ઘટનાઓ સામે આવતા હવે કેટલાક હિંદુ સંગઠનો દ્વારા ગરબા આયોજકોને વિધર્મીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા કહેવાયું છે. ત્યારે આ મામલે ગરબા આયોજકનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે.

આ પણ વાંચો - Nikol roadshow : PM મોદીની આરતી ઉતારનાર મહિલા કોણ? નિકોલ રોડ શોની હૃદયસ્પર્શી ઘટના

Advertisement

વિધર્મીઓનાં પ્રવેશ ન થાય, મહિલા સુરક્ષા માટે વર્ષે નવો પ્રયોગ કરાશે : આયોજક

અમદાવાદમાં (Ahmedabad) બોપલ વિસ્તારમાં વકીલ બ્રિજ પાસે આવેલા ગ્રાઉન્ડમાં ગરબાનું (Navratri 2025) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગરબા આયોજક દ્વારા પાર્ટી પ્લોટમાં વિધર્મીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ અંગે જણાવ્યું કે, વિધર્મીઓ દ્વારા પ્રવેશ ન થાય અને મહિલા સુરક્ષા માટે પણ આ વર્ષે નવો પ્રયોગ કરવામાં આવશે. ગરબામાં આવનાર તમામ લોકોને તિલક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. ગરબા આયોજકે જણાવ્યું કે, મહિલા સુરક્ષા (Women Safety) માટે મહિલા બાઉન્સર હાજર રહેશે. વિધર્મીઓ પ્રવેશે નહીં તે માટે આધારકાર્ડ ચેક કરી અને તિલક કરી પ્રવેશ આપવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો - BZ Group : 6 હજાર કરોડના કથિત કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને હાઇકોર્ટે આપ્યા જામીન, 122 કરોડ ચૂકવવાના બાકી

'ગરબામાં વિધર્મીઓ પ્રવેશે નહીં તે માટે સિક્યુરિટીને ખાસ સૂચના'

ગરબા આયોજકે વધુમાં જણાવ્યું કે, ગરબામાં વિધર્મીઓ પ્રવેશે નહીં તે માટે અમે સિક્યુરિટીને ખાસ સૂચના આપી છે. અમારા ગરબામાં મુખ્ય કલાકાર જિગ્નેશ કવિરાજ (Jignesh Kaviraj) છે, જેમના બેન્ડમાં કોઈ પણ વિધર્મી નથી. ડિજિટલ પાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, અગાઉ વિવિધ હિન્દૂ સંગઠન દ્વારા ગરબા યોજાનાર પાર્ટી પ્લોટમાં વિધર્મીઓના પ્રવેશ પર રોક લગાડવાની માંગ કરાઈ હતી. ઉપરાંત, ગરબા ક્લાસીસ (Garba Classes) મામલે પાટીદાર સમાજ પણ મેદાને આવ્યો હતો. મોરબીની પાટીદાર જનક્રાંતિ સભામાં (Patidar Janakranti Sabha) પાટીદાર સમાજનાં આગેવાનો ગાજ્યા હતા અને સમાજની યુવતીઓને જાળમાં ફસાવતા તત્વોને અટકાવવા દાંડિયા કલાસ બંધ કરાવવા માગ ઉચ્ચારી હતી.

આ પણ વાંચો - બહુચરાજી ખાતે મારુતિની પ્રથમ EV 'Maruti e Vitara'નुं PM Modi ના હસ્તે ફ્લેગ ઓફ

Tags :
Advertisement

.

×