Navratri 2025 : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની ગરબા આયોજકોને અપીલ!
- નવરાત્રી પર્વે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની તૈયારી (Navratri 2025)
- રાજ્યમાં નવરાત્રી દરમિયાન બનતી ઘટનાઓ મુદ્દે કરી તૈયારી
- "ગરબા આયોજકો પંડાલમાં માતાજીની વિધિવત સ્થાપના કરે"
- "કલાકારો હિન્દુ ધર્મને અપમાનિત કરતું ગીત કે સંવાદ ટાળે"
Navratri 2025 : નવરાત્રિનાં પર્વને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે અગાઉ નવરાત્રિ દરમિયાન વિધર્મી યુવકો દ્વારા હિંદુ યુવતીઓની છેડતી કરાતી હોવાની અનેક ઘટનાઓ સામે આવતા વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળ (Bajrang Dal) મેદાને આવ્યા છે. બંને હિંદુ સંગઠને આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ગરબા આયોજકોને કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે. ગરબામાં હિન્દુ પ્રથા મુજબ તિલક લગાવીને પ્રવેશ આપવામાં આવે, બાઉન્સર અથવા સિક્યુરિટીમાં સનાતની લોકોને રાખવામાં આવે, ખાણી પીણીનાં સ્ટોલ પણ હિન્દુઓનાં જ રાખવામાં આવે તેવી અપીલ કરી છે.
આ પણ વાંચો- LRD Exam : પોલીસ ભરતીમાં LRD નું DV લીસ્ટ જાહેર, 82 ઉમેદવાર ગેરલાયક
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની ગરબા આયોજકોને અપીલ
બજરંગ દળનાં ક્ષેત્રિય સંયોજક ભાવેશ ઠક્કરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આસો સુદ એકમથી નવરાત્રિનો (Navratri 2025) પવિત્ર પર્વ શરૂ થઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિ પર્વનું આગવું મહત્ત્વ છે. અમારી અપીલ છે કે દરેક ગરબા આયોજકો પંડાલમાં માતાજીની વિધિવત સ્થાપના કરે. દરેક ગરબાનાં સ્થાને મંચ પરથી કલાકારો અશ્લીલ, અભદ્ર, અશોભનીય કે દ્વિઅર્થી અને હિન્દુ ધર્મનું અપમાન કરતો કોઈ પણ પ્રકારનું ગીત કે સંવાદ ટાળે. હિન્દુ પ્રથા મુજબ દરેક આયોજન સ્થળે આવલા લોકોને તિલક લગાવીને પ્રવેશ આપવામાં આવે. ગેટ બહાર 'વિધર્મીઓ પ્રવેશ નહીં' તેવા બોર્ડ લગાવે.
આ પણ વાંચો- Vadodara : ચડ્ડી-બંડીમાં હાથફેરા માટે ફરતી વડવા ગેંગના ખૌફનો અંત, ક્રાઇમ બ્રાન્ચે ચારને દબોચ્યા
Navratri ગરબામાં ખાણી-પીણીનાં સ્ટોલ હિન્દુઓને આપવામાં આવે
તેમણે આગળ કહ્યું કે, ગરબા કે પાર્ટી પ્લોટનાં સ્થળે બાઉન્સર અથવા સિક્યુરિટી તરીકે સનાતની હિન્દુ લોકોને ફરજ પર રાખવામાં આવે. ખાણી-પીણીનાં સ્ટોલ પણ હિન્દુઓનાં જ રાખવામાં આવે. આ સાથે હોટલ અને ગેસ્ટ હાઉસ માલિકોને પણ બજરંગ દળે ચેતવણી આપી હતી કે નવરાત્રી દરમિયાન વિધર્મી યુવકોને રૂમ ના આપે. ગેસ્ટ હાઉસમાં કોઈ પણ વિધર્મી યુવક હિન્દુ યુવતી સાથે મળી આવશે તો પરિણામ ગંભીર થશે. આ સાથે બજરંગ દળ દ્વારા હેલ્પ લાઇન નંબર 8735873595 પણ જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો- Amit Shah in Gujarat : 31 ઓગસ્ટે અમદાવાદ આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જાણો કાર્યક્રમ