ગણેશ ચતુર્થીને લઇને શહેર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
આવતીકાલે બુધવાર 31મી ઓગષ્ટથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ પણ એલર્ટ થઇ ગઇ છે. પોલીસે સમગ્ર શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની પણ તૈયારીઓ શરુ કરી છે. આવતીકાલે બુધવારે ગણેશ ચતુર્થી છે અને ગણપતિ બાપ્પા મોરીયાના નાદ સાથે વિધ્નહર્તા ભગવાન ગણેશને આવકારવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેર સહિત રાજ્યમ
Advertisement
આવતીકાલે બુધવાર 31મી ઓગષ્ટથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ પણ એલર્ટ થઇ ગઇ છે. પોલીસે સમગ્ર શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની પણ તૈયારીઓ શરુ કરી છે.
આવતીકાલે બુધવારે ગણેશ ચતુર્થી છે અને ગણપતિ બાપ્પા મોરીયાના નાદ સાથે વિધ્નહર્તા ભગવાન ગણેશને આવકારવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેર સહિત રાજ્યમાં અનેક સ્થળોએ ગણેશ ચતુર્થીએ ભગવાન શ્રીજી ની સ્થાપના કરીને પૂજા અને અર્ચન કરવામાં આવશે. ગણેશ ચતુર્થીને લઇને અમદાવાદ શહેર પોલીસ સહિત સમગ્ર રાજ્યભરની પોલીસને એલર્ટ કરી દેવાઇ છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા અમદાવાદ શહેરમાં ગણેશ મહોત્સવના 328 જેટલા નાના મોટા આયોજકોને મંજૂરી આપવામાં આવી છે. શહેરના 2 ઝોનમાંથી 19 જેટલી શોભાયાત્રા પણ નિકળશે અને તેની પણ પોલીસ સમક્ષ અરજીઓ આવી છે.
ગણેશ ચતુર્થીના દિવસે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શહેરના તમામ પોલીસ અધિકારી અને સ્ટાફને બ્રિફિંગ કરી દેવાયું છે. દરેક ઝોનમાં સુપરવાઇઝરી અધિકારી, DYSP, PI, PSI અને સ્ટાફ તૈનાત કરી દેવાયો છે.
શહેરભરમાં વિવિધ સ્થળોએ 3 હજારથી વધુ હોમગાર્ડ પણ તૈનાત કરી દેવાયા છે, જ્યારે અલગ અલગ વિસ્તારમાં SRP ની 10 કંપનીઓ પણ ફાળવવામાં આવી છે. 1 વધુ કંપની પણ સ્ટેટ કન્ટ્રોલ રુમ તરફથી ફાળવવામાં આવી છે.
ભગવાન શ્રીજીની 5 ફૂટ અને 9 ફૂટની મૂર્તિની સ્થાપના કરવાની તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. શહેર પોલીસે તમામ શહેરીજનોને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે અપિલ કરવામાં આવી છે. આયોજકોને પણ તાકિદ કરાઇ છે કે લોકો ટ્રાફિકમાં ના ફસાય તેનું ધ્યાન રાખવામાં આવે. ગણપતિ વિસર્જન માટે પણ પોલીસ દ્વારા આગોતરું આયોજન કરી દેવાયું છે અને વિસર્જન દરમિયાન પણ શહેરીજનો હેરાન ના થાય તેવું આયોજન કરવાનું આયોજકોને કહેવામાં આવ્યું છે.


