Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

35 વર્ષના બે બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનથી 7 વ્યક્તિઓનું જીવન કાર્યક્ષમ બન્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં 60 અંગદાતાઓના અંગદાનથી 163 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. તાજેતરમાં જ થયેલા 60માં અંગદાનની વિગતો જોઇએ તો, ખેડાના ૩૫ વર્ષીય નીગમભાઇ સિધ્ધપુરાને બ્રેઇન હેમરેજ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર કરાતા પરિવારજનોએ અંગદાનનો પવિત્ર નિર્ણય કર્યો હતો. બ્રેઇàª
35 વર્ષના બે બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનથી 7 વ્યક્તિઓનું જીવન કાર્યક્ષમ બન્યું
Advertisement
અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં 60 અંગદાતાઓના અંગદાનથી 163 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. તાજેતરમાં જ થયેલા 60માં અંગદાનની વિગતો જોઇએ તો, ખેડાના ૩૫ વર્ષીય નીગમભાઇ સિધ્ધપુરાને બ્રેઇન હેમરેજ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર કરાતા પરિવારજનોએ અંગદાનનો પવિત્ર નિર્ણય કર્યો હતો. બ્રેઇનડેડ નીગમભાઇના અંગદાનમાં એક હ્યદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું.જે તમામ અંગોને જરૂરિયાતમંદમાં પ્રત્યારોપણ કરીને નવજીવન બક્ષવામાં આવ્યું છે. 
આ અગાઉ 59માં અંગદાનની માહિતી જોઇએ તો 36 વર્ષીય સુરેન્દ્ર રામને પણ બ્રેઇન હેમરેજ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. જેમના અંગદાનમાં બે કિડની અને એક લીવરનું દાન મળ્યું હતુ. 
આવી જ રીતે થોડા દિવસ અગાઉ મહિસાગરના લાડુબેન માછીને પણ માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતા સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સિવિલ હોસ્પિટલના તબીબોના અથાગ પ્રયાસો છતા તેઓ બ્રેઇનડેડ થયા. બ્રેઇનડેડ થયેલ લાડુબેનના પરિજનોએ સિવિલ હોસ્પિટલના તબીબોને અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. અંગદાનની સંમતિ બાદ રીટ્રાઇવલ સેન્ટરમાં અંગોના રીટ્રાઇવ માટે લઇ જવામાં આવ્યા. જ્યાં તબીબોની 5 થી 7 કલાકની મહેનત બાદ બે કિડની અને એક લીવરનું દાન મળ્યું હતું. 
સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી અંગદાન અંગેની વિગતો આપતા જણાવ્યું છે કે, સિવિલ હોસ્પિટલમાં 60 બ્રેઇનડેડ અંગદાતાઓના મળેલા 184 અંગો થકી 163 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. 
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 96 કિડની, 52 લીવર, 6 સ્વાદુપિંડ, 10 હ્યદય, 4 હાથ અને 8 ફેફસાનું દાન મળ્યું છે. જે અંગદાન અંગે લોકોમાં પ્રવર્તેલી જનજાગૃતિનું પરિણામ છે. 
Tags :
Advertisement

.

×