34

GPCB દ્વારા અમદાવાદના ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી હાથ ધરાઇ. ત્યારે આ દરમિયાન દાણીલીમડામાં GPCBના અધિકારીઓ સાથે ખરાબ વર્તનનો મામલો સામે આવ્યો. જેમાં નાયબ પર્યાવરણ ઇજનેર સંજય માલતસર, અધિકારી દશરથ પટેલ સાથે ગાંધીનગરથી દાણીલીમડા પહોંચ્યા હતા. જ્યાં ઇલાબેને એસ્ટેટ ખાતે આવેલી બ્રાઇટવો ફેક્ટરીમાં તેઓ તપાસ હાથ ધરી. આ દરમિયાન ફેક્ટરીના કર્મચારીઓએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું.
વિગત અનુસાર GPCBના કર્મચારીઓ દાણીલીમડા વિસ્તારમાં આવેલ બ્રાઇટવો ફેકટરીમાં તપાસ માટે પહોંચ્યા, ત્યારે ત્યાં ઉપસ્થિત કર્મચારીઓએ કંપનીના માલિક મોહસીન શેખને બોલાવી અને તપાસ માટે જણાવવામાં આવ્યું. મોહસીન શેખ આવતાની સાથે જ GPCBના કર્મચારી સાથે અપશબ્દો બોલી અને અન્ય લોકોની સહાય લઈ અને GPCBના અધિકારીઓને ફેકટરીનો દરવાજો બંધ કરી ગોડાઉનમાં ગોંધી રાખ્યા હતા.
ત્યારે કર્મચારીએ પોલીસનો સહારો લઈ પોતાનો જીવ બચાવ્યો હતો અને આ સમગ્ર મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસને પગલે પોલીસે માલિક અને એક આરોપીની ધરપકડ કરી છે.