એક શંકાસ્પદ કાર શહેરમાં ફરે છે તેવો મેસેજ મળતાં અડધી રાત્રે પોલીસ રસ્તા પર ઉતરી
બુધવારે મધરાતે અમદાવાદ શહેરમાં શંકાસ્પદ કાર ફરી રહી હોવાનો મેસેજ શહેર પોલીસ કન્ટ્રોલ રુમ દ્વારા અપાતા સમગ્ર શહેરની પોલીસ રસ્તા પર આવી ગઇ હતી અને સતત બે કલાક સુધી વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન શરુ કરાયું હતું. 7667 નંબરની ગાડીમાં શંકાસ્પદ માણસો અમદાવાદ શહેરમાં ફરી રહ્યા છે. મોડી રાત્રે આવો કંટ્રોલ મેસેજ થયો અને અમદાવાદ શહેરની પોલીસ એલર્ટ બની ગઈ હતી. તમામ પોઇન્ટ પર
Advertisement
બુધવારે મધરાતે અમદાવાદ શહેરમાં શંકાસ્પદ કાર ફરી રહી હોવાનો મેસેજ શહેર પોલીસ કન્ટ્રોલ રુમ દ્વારા અપાતા સમગ્ર શહેરની પોલીસ રસ્તા પર આવી ગઇ હતી અને સતત બે કલાક સુધી વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન શરુ કરાયું હતું.
7667 નંબરની ગાડીમાં શંકાસ્પદ માણસો અમદાવાદ શહેરમાં ફરી રહ્યા છે. મોડી રાત્રે આવો કંટ્રોલ મેસેજ થયો અને અમદાવાદ શહેરની પોલીસ એલર્ટ બની ગઈ હતી. તમામ પોઇન્ટ પર નાકાબંધી ગોઠવાઈ ગઈ અને વાહન ચેકિંગ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ.
રથયાત્રાના ગણતરીના દિવસો જ બાકી છે. ખુદ હોમ મિનિસ્ટર રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે અમદાવાદ શહેરમાં આવવાના હતા, તેના 12 કલાક પહેલા જ આ મેસેજ થયો કે સિલ્વર કલરની ગાડીમાં શંકાસ્પદ માણસો ફરી રહ્યા છે તાત્કાલિક પકડો.
અમદાવાદ શહેરના તમામ એન્ટ્રી પોઇન્ટ અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ ગોઠવાઈ ગઈ. તમામ બ્રિજ પર ,તમામ ચાર રસ્તા ઉપર પોલીસ અધિકારીઓ પોતાની ટીમ સાથે ગોઠવાઈ ગયા અને સહન વાહન ચેકિંગ શરૂ થઈ ગયું.
લગભગ બે-અઢી કલાકની કવાયત બાદ સિલ્વર કલરની ગાડી એલિસબ્રિજ નજીકથી ઝડપી લીધી. તેમાં પોલીસના કર્મીઓ હોવાનું સામે આવ્યું .
આખરે સ્પષ્ટતા થઇ કે રથયાત્રા માટે અમદાવાદ પોલીસ કેટલી સજ્જ છે તેની એક ટ્રાયલ લેવા માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જ આ એક ટ્રાયલ રનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોઈ શંકાસ્પદ વ્યક્તિ શહેરમાં ઘુસ્યા નથી, આ માત્ર આપણી તૈયારીઓની સમીક્ષા માટેની કવાયત હતી તેવી જાણ થતાં શહેરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ નો જીવ હેઠો બેઠો.


