Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત બજેટને આખરી ઓપ આપવાની તૈયારી, રવિવારે અત્યંત મહત્વની બેઠક

આગામી તારીખ 20 ફેબ્રુઆરીએ ગુજરાતના દિવસે બજેટ રજુ થશે. વિધાનસભા બજેટ સત્રનું વચગાળાનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત બજેટને આખરી ઓપ આપવાની તૈયારી  રવિવારે અત્યંત મહત્વની બેઠક
Advertisement
  • વિધાનસભામાં આગામી બજેટ સત્રની તડામાર તૈયારીઓ
  • ગત્ત બજેટની તુલનાએ આ વર્ષે 10 ટકા બજેટ વધારે રહે તેવી શક્યતા
  • બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધન સાથે થશે

અમદાવાદ : આગામી તારીખ 20 ફેબ્રુઆરીએ ગુજરાતના દિવસે બજેટ રજુ થશે. વિધાનસભા બજેટ સત્રનું વચગાળાનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધન સાથે જ બજેટ સત્રની શરૂઆત થશે. વર્ષ 2025-26 ના બજેટની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નાણામંત્રી રવિવારે બેઠક કરશે. આ બેઠકમાં બજેટની તૈયારીઓ અને અંતિમ ઓપ આપવામાં આવશે. આ વખતે બજેટ ગત્ત વર્ષની સરખામણીએ 10 ટકા વધારે રહે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો : LIVE: IND vs ENG 3rd ODI LIVE : ભારતની પ્રથમ વિકેટ, રોહિત શર્મા માત્ર 1 રન બનાવીને OUT

Advertisement

આગામી 20 ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરવામાં આવશે

આગામી 20 ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરવામાં આવશે. વિધાનસભા બજેટ સત્રનું કામચલાઉ કેલેન્ડર જાહેર કરવામાં આવી ચુક્યું છે. બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધનથી થશે. રાજ્યપાલના સંબોધન બાદ શોકદર્શન ઉલ્લેખ ગૃહમાં રજુ થશે. સરકારી ધારાસભ્યો અને સરકારી કામકાજના મુદ્દાઓ રજુ થશે. 20 ફેબ્રુઆરીના દિવસે રજુ થનારા બજેટમાં સરકારી વિધેયકો માટે ચાર બેઠકો થશે. રાજ્યપાલના સંબોધન અંગે ત્રણ બેઠકમાં ચર્ચા થશે. પૂરક માંગણીઓ અંગે ચર્ચા અને મતદાન માટે બે બેઠકો મળશે. તેમજ બજેટ સંદર્ભે ચાર બેઠકોમાં ચર્ચા થશે.

Advertisement

આ પણ વાંચો : Ahmedabad : યુટ્યૂબર સમય રૈનાનો વાહિયાત શૉ અમદાવાદમાં રદ્દ

બજેટની વિવિધ માંગણી પર ચર્ચા

બજેટમાં માંગણી પર ચર્ચા અને મતદાન માટે 12 બેઠકો મળશે. બજેટ સત્રની સત્તા પક્ષની આગામી 18 ફેબ્રુઆરીએ બેઠક આયોજીત થશે. આ બજેટ સત્રમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યો હાજર રહેશે.

આ પણ વાંચો : New Income Tax Bill: હવે ફક્ત 'Tax yers', નવા આવકવેરા કાયદા વિશે જાણો 10 મોટી વાતો

Tags :
Advertisement

.

×