Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain in Ahmedabad : અમદાવાદમાં મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ, જાણો આગાહી!

જ ગતિ સાથે પવન ફૂંકાતા અને ધોધમાર વરસાદ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
rain in ahmedabad   અમદાવાદમાં મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ  જાણો આગાહી
Advertisement
  1. અમદાવાદમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ (Rain in Ahmedabad)
  2. પશ્ચિમ અમદાવાદનાં અનેક વિસ્તારોમાં તોફાન
  3. પવનના સુસવાટા સાથે વરસ્યો ધોધમાર વરસાદ
  4. SG હાઈવે, બોપલ, ઘુમા, સરખેજ વિસ્તારમાં વરસાદ

Rain in Ahmedabad : અમદાવાદમાં આજે મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. પશ્ચિમ અમદાવાદનાં અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ ગતિનાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. અચાનક પવનનાં સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસતા લોકો પલળવાથી બચવા માટે શેડ નીચે, ઝાડ નીચે ઊભા રહેતા જોવા મળ્યા છે. SG હાઈવે, બોપલ, ઘુમા, સરખેજ સહિતનાં વિસ્તારમાં વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો - ભાદરવી પૂનમનો ત્રીજો દિવસ : Ambaji માં 15 લાખ ભક્તો, 43 લાખની આવક

Advertisement

Rain in Ahmedabad, SG હાઈવે, બોપલ, ઘુમા, સરખેજ સહિતનાં વિસ્તારમાં વરસાદ

અમદાવાદમાં આજે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો (Rain in Ahmedabad) જોવા મળ્યો છે. તેજ ગતિ સાથે પવન ફૂંકાતા અને ધોધમાર વરસાદ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. માહિતી અનુસાર, શહેરનાં SG હાઈવે, બોપલ, ઘુમા અને સરખેજ સહિતનાં વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે.

Advertisement

આ પણ વાંચો - Vadodara : ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટના, CCTV ફૂટેજ વાયરલ

4 સપ્ટેમ્બર બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી

જણાવી દઈએ કે, આજે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાનાં અનેક વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. બનાસકાંઠાનાં પાલનપુર, અંબાજીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યારે પંચમહાલ, અરવલ્લી, મહિસાગર સહિતનાં જિલ્લાઓમાં પણ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ, 4 સપ્ટેમ્બર બાદ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. અપર એર સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ સક્રિય થવાનાં કારણે મૂશળધાર વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતા વધુ વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો - Ahmedabad : 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમમાં 848 પીડિતોને 26 કરોડનો મુદ્દામાલ પરત કરાયો!

Tags :
Advertisement

.

×