હર ઘર તિરંગા અને લઠ્ઠાકાંડની થીમ પરની રાખડીઓ આ વર્ષે બજારમાં ધૂમ મચાવશે
રાખડીનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે ત્યારે આ વખતે હર ઘર તિરંગા અને લઠ્ઠાકાંડ પ્રત્યે લોકોને જાગૃત કરતી રાખડીઓ બજારમાં આવી ગઈ છે. વેપારીઓનું કહેવુ છે કે લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ ફરી ન ઘટે લોકોમાં જાગૃતિ આવે સાથે જ હર ઘર તિરંગા અભિયાનની દેશભક્તિની મહેક પ્રસરાવતી રાખડીઓ પણ બજારમાં આવી ગઈ છે.તાજેતરમાં લઠાકાંડમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે તો કેટલાય મોતના મુખમાંથી
Advertisement
રાખડીનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે ત્યારે આ વખતે હર ઘર તિરંગા અને લઠ્ઠાકાંડ પ્રત્યે લોકોને જાગૃત કરતી રાખડીઓ બજારમાં આવી ગઈ છે. વેપારીઓનું કહેવુ છે કે લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ ફરી ન ઘટે લોકોમાં જાગૃતિ આવે સાથે જ હર ઘર તિરંગા અભિયાનની દેશભક્તિની મહેક પ્રસરાવતી રાખડીઓ પણ બજારમાં આવી ગઈ છે.
તાજેતરમાં લઠાકાંડમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે તો કેટલાય મોતના મુખમાંથી પરત ફર્યા છે. ત્યારે ઝેરી લઠ્ઠાનો ફરીવાર લોકો ભોગ ન બને તેવા ઉદ્દેશ્ય થી રાખડીઓ બનાવવામાં આવી છે. રાખડીના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા હોલસેલ વેપારી ઈકબાલભાઈ બેલીમ જણાવે છે કે લઠ્ઠાકાંડ અવેરનેસ અને દેશભક્તિની સુવાસ ઘરેઘરમાં ફેલાય તે માટે અમે હર ઘર તિરંગાની થીમ પરની રાખડીઓ પણ બનાવી છે. તો આ વર્ષે લઠ્ઠાકાંડ, હર ઘર તિરંગાની થીમની સાથે સાથે અમે વ્યસનમુક્તિ, પર્યાવરણ સુરક્ષા, બેટી બચાવો બેટી પઢાવો જેવી વિવિધ થીમ પરની રાખડીઓ બનાવી છે. વેપારીઓનુ કહેવુ છે કે દેશભરમાં ઘેરઘેર અમારી રાખડીઓ પહોંચતી હોય છે ત્યારે લોકો સુધી સૂચક મેસેજ પહોચાડવાનો અમારો આ વિશેષ પ્રયાસ છે.
મહત્વનું છે કે રક્ષાબંધનના પવિત્ર પર્વમાં રાખડીનુ વિશેષ મહ્તવ છે અને તે જ રાખડી પર રહેલી વિવિધ થીમ તેના પર રહેલા સ્લોગન રૂપી મેસેજ લોકો ના ઘર ઘર સુધી પહોંચે છે ત્યારે વેપારીઓ કહે છે કે લોકોમાં અવેરનેસ માટે આ રાખડી મોટુ માધ્યમ બની રહેશે. દેશમાં રાખડીની વાત કરવામા આવે તો 1 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતો આ બિઝનેસ છે. અને હિન્દુ મુસ્લિમ એકતાનો પર્વ પણ છે. મોટે ભાગે મુસ્લિમ સમુદાય વર્ષભર આ રાખડીઓ બનાવી રોજી મેળવે છે તો તે જ રાખડી હિન્દુઓ હાથમાં પહેરી પર્વની ઉજવણી કરે છે. ત્યારે અવેરનેસની સાથે- સાથે આ પર્વ હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ અને રોજગારી પણ લોકોને આપી જાય છે.


