Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rath Yatra 2025 : PM મોદીએ જમાલપુર જગન્નાથ મંદિરે મોકલ્યો આ ખાસ પ્રસાદ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જમાલપુર ખાતે આવેલા ભગવાન જગન્નાથજી મંદિરે પ્રસાદ મોકલવામાં આવ્યો છે.
rath yatra 2025   pm મોદીએ જમાલપુર જગન્નાથ મંદિરે મોકલ્યો આ ખાસ પ્રસાદ
Advertisement
  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથ મંદિરે પ્રસાદ મોકલ્યો (Rath Yatra 2025)
  2. ડ્રાયફ્રુટ, સુકામેવા, જાંબુ, ચોકલેટ સહિતનો પ્રસાદ મોકલાવ્યો
  3. વડાપ્રધાનને અષાઢી બીજને લઈ ભગવાનને ધરાવવા પ્રસાદ મોકલ્યો
  4. રથયાત્રા પર્વ નિમિત્તે દિલીપ દાસજી મહારાજને ઉચ્ચ પદવી અપાશે

Rath Yatra 2025 : આવતીકાલે અમદાવાદમાં 148 મી રથયાત્રાનું આયોજન થવાનું છે, જેને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા જમાલપુર ખાતે આવેલા ભગવાન જગન્નાથજી મંદિરે પ્રસાદ મોકલવામાં આવ્યો છે. ડ્રાયફ્રુટ, સુકામેવા, જાંબુ, ચોકલેટ સહિતનો આ પ્રસાદ વડાપ્રધાન દ્વારા મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Rath Yatra 2025 : પ્રથમવાર પોલીસ જવાનો મંદિર પરિસરમાં આપશે 'ગાર્ડ ઓફ ઓનર'

Advertisement

Advertisement

PM એ ડ્રાયફ્રુટ, સુકામેવા, જાંબુ, ચોકલેટ સહિતનો પ્રસાદ મોકલાવ્યો

અમદાવાદમાં (Ahmedabad) આવતીકાલે યોજાનાર રથયાત્રાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમાલપુર જગન્નાથજી મંદિર (Lord Jagannathji Temple) ખાતે પ્રસાદ મોકલ્યો છે. માહિતી અનુસાર, વડાપ્રધાન મોદીએ ભગવાન જગન્નાથજીને ડ્રાયફ્રુટ, સુકામેવા, જાંબુ અને ચોકલેટ સહિતનો પ્રસાદ ધરાવવા માટે મોકલ્યો છે. વડાપ્રધાનને અષાઢી બીજને લઈ આ ખાસ પ્રસાદ મોકલ્યો છે. જણાવી દઈએ કે, પીએમ મોદી (PM Narendra Modi) જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા તે સમયથી જમાલપુર મંદિરે પ્રસાદ મોકલી રહ્યા છે. દેશનાં વડાપ્રધાન બન્યા બાદ પણ પીએમ મોદી પોતાની જવાબદારી ભૂલ્યા નથી.

આ પણ વાંચો - Gandhinagar : RRU માં UP ના રાજ્યપાલ આનંદીબેન પટેલનું સૂચક નિવેદન, સત્તાધીશોને ટકોર!

મંદિરનાં મહંતને અપાશે ઉચ્ચ પદવી

માહિતી અનુસાર, અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાનાર છે. ત્યારે રથયાત્રાનાં પાવન પર્વ પર દિલીપદાસજી મહારાજને (Dilipadasji Maharaj) ઉચ્ચ પદવી આપવામાં આવશે. આ પદવી આપ્યા બાદ જમાલપુરમાં જગન્નાથ મંદિરનાં મહંત દિલીપદાસજી મહારાજ જગદગુરુ રામાનંદાચાર્ય્ દિલીપદેવાચાર્યના નામથી ઓળખાશે.

આ પણ વાંચો - Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, વાંચો વિગત

Tags :
Advertisement

.

×