Rath Yatra 2025 : અમદાવાદનાં જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં પરિવાર સાથે સહભાગી થયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ
- રથયાત્રા પર્વની કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી (Rath Yatra 2025)
- અમદાવાદ જમાલપુર જગન્નાથ મંદિરે પરિવાર સાથે આવી મંગળા આરતીમાં સહભાગી થયા
- ભગવાન પાસે સર્વે નાગરિકોના સુખી, સ્વસ્થ જીવન, સમૃદ્ધિ અને ઉન્નતિ માટે પ્રાર્થના કરી
- મંગળા આરતીમાં સહભાગી થવાનો અવસર એક દિવ્ય અને અલૌકિક અનુભવ : અમિતભાઈ શાહ
Rath Yatra 2025 : ગાંધીનગર (Gandhinagar) લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમ જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે (Amitbhai Shah) આસ્થા અને ભક્તિના અલૌકિક સમાગમ રથયાત્રાના પાવન પર્વની ગુજરાત તેમ જ સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અષાઢી બીજનાં પાવન દિવસે કચ્છી (Kutch) માડુઓને પણ નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી છે.
આ પણ વાંચો - Gandhinagar : ઇન્ફોર્મેશન-લાઇબ્રેરી નેટવર્ક સેન્ટરની મુલાકાત લઈ સૂચનો કરતા કેન્દ્રીય ગૃહ અમિતભાઇ શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પરિવાર સાથે મંગળા આરતીમાં સહભાગી થયા
જણાવી દઈએ કે, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amitbhai Shah) અમદાવાદનાં સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરે ( Jamalpur Jagannath Temple) પરિવાર સાથે મંગળા આરતીમાં સહભાગી થયા હતા અને ભગવાન જગન્નાથ, વીર બલભદ્ર અને માતા સુભદ્રાની આરતી ઉતારીને ભગવાન પાસે સર્વે નાગરિકોનાં સુખી, સ્વસ્થ જીવન, સમૃદ્ધિ અને ઉન્નતિ માટે પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો - Surat માં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી, હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા
મંગળા આરતીમાં સહભાગી થવું દિવ્ય અને અલૌકિક અનુભવ: અમિતભાઈ શાહ
દર વર્ષની જેમ આજે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનાં શુભ અવસર પર અમદાવાદ (Ahmedabad) સ્થિત શ્રી જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવા પર આનંદની લાગણી વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, રથયાત્રાનાં (Rath Yatra 2025) પાવન પ્રસંગે અમદાવાદ સ્થિત શ્રી જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં સહભાગી થવાનો અવસર એક દિવ્ય અને અલૌકિક અનુભવ હોય છે, જેનાથી અપાર શાંતિ અને નવી ઊર્જાની અનુભૂતિ થાય છે.
આ પણ વાંચો - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગર SGVP ગુરુકુળથી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું