RathYatra2025 : ગજરાજને માર મારતા Video મામલે તપાસનો ધમધમાટ
- ગજરાજને માર મારવાના વીડિયોનો મામલો (RathYatra2025)
- ગાયકવાડ પોલીસને મળેલી અરજીના આધારે તપાસ શરૂ કરાઈ
- વાઇરલ વીડિયોના આધારે ગાયકવાડ પોલીસને અરજી મળી હતી
- હાથીનો રખરખાવ કરતા સ્ટાફ અને મહાવતના લેવાયા નિવેદન
RathYatra2025 : અમદાવાદમાં શુક્રવારે યોજાયેલ 148 મી રથયાત્રા દરમિયાન, એક ગજરાજ બેકાબૂ થયા હતા અને દોડવા લાગ્યા હતા. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ, કેટલાક લોકોને ઇજાઓ થઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જો કે, આ ઘટના બાદ વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં એક મહાવત હાથીને ક્રૂરતાપૂર્વક માર મારતા નજરે પડે છે. આ વીડિયો વાઇરલ થતા લોકોની અલગ-અલગ પ્રતિક્રિયા સામે આવી છે. આ વીડિયો કયા સમયનો છે ? તેની પુષ્ટિ થઈ નથી. હવે, આ વીડિયોની તપાસ ગાયકવાડ પોલીસ (Gaikwad Police) દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો - Surat : ત્રીજી વખત ગાંજાનો જથ્થો સપ્લાય કરવા જતા CRPF નો કોન્સ્ટેબલ ઝડપાયો
અમદાવાદમાં ગજરાજને માર મારતો વીડિયો વાયરલ
એક ગજરાજને અતિ વિકૃત રીતે માર મારવાનો વીડિયો વાયરલ
વીડિયોમાં દેખાય છે તે બેકાબુ થયો હતો એ જ ગજરાજ હોવાની ચર્ચા!
રથયાત્રામાં બેકાબૂ બનેલા ગજરાજને માર મરાયાની ચર્ચા
જગન્નાથ મંદિરમાં હાથીને લવાયા બાદ માર માર્યાની ચર્ચા
રથયાત્રામાં બેકાબૂ… pic.twitter.com/FpVzvD3FPh— Gujarat First (@GujaratFirst) June 28, 2025
અરજીનાં આધારે ગાયકવાડ પોલીસને તપાસ શરૂ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર, ગજરાજને માર મારતા મહાવતના વાઇરલ વીડિયો (Viral Video) અંગે ગાયકવાડ પોલીસને અરજી મળી હતી. આ અરજીનાં આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ગાયકવાડ પોલીસ દ્વારા હાથીનો રખરખાવ કરતા સ્ટાફ અને મહાવતના નિવેદન લેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં પોલીસે 17 જેટલા મહાવત અને સ્ટાફના નિવેદન લીધા છે. જો કે, આ મામલે પોલીસની (Gaikwad Police) હજું પણ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો - Rain in Gujarat : રાજ્યમાં બરાબર જામ્યું ચોમાસું! અંબાલાલ પટેલે કહ્યું - હજું તો..!
ગજરાજને માર મારવાના વીડિયો મુદ્દે મહંતનું નિવેદન
જગતગુરુ જગન્નાથ પીઠાધીશ્વર 1008 દિલીપદેવાચાર્યજીનું નિવેદન
વાઇરલ વીડિયોની તપાસ કરવામાં આવશે: મહંત
રાજસ્થાનથી આવેલ હાથી હોવાનું જાણવા મળ્યું: મહંત
આ વીડિયોમાં સાચું શું ખોટું શું તે તપાસનો વિષય: મહંત#Gujarat #Ahmedabad… pic.twitter.com/qJ88VsyErX— Gujarat First (@GujaratFirst) June 29, 2025
શ્રી જગન્નાથ મંદિરનાં ટ્રસ્ટીની પ્રતિક્રિયા
હાથીને ક્રુરતાપૂર્વક માર મારતો હોય તેવા વાઇરલ વીડિયો અંગે શ્રી જગન્નાથ મંદિરનાં જગતગુરુ જગન્નાથ પીઠાધેશ્વર 1008 દિલીપદેવાચાર્યજીએ જણાવ્યું છે કે, આ વાઇરલ વીડિયોની તપાસ કરવામાં આવશે. રાજસ્થાનથી આવેલ હાથી હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયોમાં સાચું શું ખોટું શું ? તે તપાસનો વિષય છે. જ્યારે મંદિરનાં ટ્રસ્ટી મહેન્દ્ર ઝા (Mahendra Jha) એ જણાવ્યું છે કે, આ વાઇરલ વીડિયો મુદ્દે ગાયકવાડ પોલીસ સ્ટેશન (Gaekwad Police Station) થી કોલ આવ્યો હતો. મહાવત માર મારતો હતો કે હાથી સાથે રમત રમતો હતો એ જોવાનું છે. વીડિયોમાં જે હાથી દેખાય છે તે રાજસ્થાનથી (Rajasthan) રથયાત્રામાં ભાગ લેવા આવ્યો હતો. મહાવત ફરાર છે. વીડિયો બનાવનારે મંદિર પ્રસાશનને જાણ કરવી જોઇતી હતી. કોણે કયા હેતુથી વીડિયો બનાવ્યો એ પણ તપાસનો વિષય છે. રથયાત્રાને આગળ વધારવા પોલીસ જે વ્હીસલ વગાડતી હોય છે તેના અવાજથી હાથી ગભરાયા હોઈ શકે છે.
આ પણ વાંચો - Ahmedabad : હાથીને માર મારતા વાયરલ વીડિયો પર જગન્નાથ મંદિરના જગતગુરુ અને ટ્રસ્ટીની પ્રતિક્રિયા


