તપોભૂમિ પુસ્તકના વિમોચન દરમિયાન જગન્નાથ મંદિરના મહંત દિલિપ દાસે કહ્યું...
- તપોભૂમિ બુક લોન્ચ ઇવેન્ટમાં દેશના અનેક મહાન સંતો હાજર રહ્યા
- ફસાયેલા માણસને રસ્તો બતાવવાનુ કાર્ય આજે થઈ રહ્યુ છે
- તપોભૂમિ એ વિવેકભાઈના 12 વર્ષની અથાગ મેહનતનુ પરિણામ
તપોભૂમિ બુક લોન્ચ ઇવેન્ટમાં દેશના અનેક મહાન સંતો હાજર રહ્યા છે. દેશમાં જેમના દર્શન પણ પ્રાપ્ત કરવા એક સદ્ભાગ્ય ગણાય તેવા અનેક સંતો આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. તપોભૂમિ બુક લોન્ચ ઇવેન્ટ ખુબ જ ઐતિહાસિક છે. કારણ કે મહાકુંભ શરૂ થવા જઇ રહ્યો છે તેની પહેલા એક નાના કુંભ જેટલા સંતો આ કાર્યક્રમમાં હાજર છે. અમદાવાદમાં આ નાના કુંભનું કારણ બનનાર તપોભૂમિ બુક અને તેના લેખક ડૉ. વિવેક કુમાર ભટ્ટના સ્નેહના તાંતણે બંધાઇને અનેક સંતો કાર્યક્રમમાં પધાર્યા છે. ગુજરાત અને દેશના મહાનતમ સંતો આ કાર્યક્રમમાં હાજર છે.
તપોભૂમિ એ વિવેકભાઈની 12 વર્ષની અથાગ મેહનતનું પરિણામ
આ શ્રેણીમાં જગન્નાથ મંદિરના મહંત દિલિપ દાસે તપોભૂમિ પુસ્તકના વિમોચન પ્રસંગે ગુજરાત ફસ્ટ ન્યુઝ ચેનલના એડિટર વિવેક કુમાર ભટ્ટને સાધુવાદ આપ્યા છે. પોતાના મંતવ્યમાં તેમણે કહ્યું કે, આજના માંગલ્ય દિવસે તપોભૂમી પુસ્તકનુ વિમોચન થઈ રહ્યું છે. જે વિવેકભાઈના 12 વર્ષની અથાગ મેહનતનુ પરિણામ છે. તેમણે કહ્યું, આ સનાતન પરંપરા છે. ફસાયેલા માણસને રસ્તો બતાવવાનુ કાર્ય આજે થઈ રહ્યુ છે.
દરેકને આ પુસ્તક વાંચવાની અપીલ
તેમણે દરેકને આ પુસ્તક વાંચવાની અપિલ કરતા કહ્યું, આ પુસ્તક માટે આપણે સૌ મંગલકામના કરીએ. આ તપોભૂમિ પુસ્તક 12 વર્ષની તપસ્યાનુ ફળ છે. આ પુસ્તક જન જન સુધી પહોંચે તે માટે આપણે સૌએ પ્રયાસો કરવા જોઈએ અને જન જન સુધી આ પુસ્તકને પહોંચાડી આપણા સનાતન ધર્મને ઉજાગર કરવાનુ કામ કરવુ જોઈએ. તેમણે કહ્યું, અમે હિંદુ છીએ, અમે સનાતનિ છીએ. તપોભૂમિ ગ્રંથના પુસ્તક વિમોચન દરમિયાન મહંત દિલિપ દાસે ઉપસ્થિત તમામ સંતો મહંતો, મેયક, રાજકીય મહાનુભાવો, સાહિત્યકારો તેમજ આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : Tapobhumi Gujarat Book આજની પેઢી માટે એન્સાઇક્લોપીડિયા બનશે: સાંઇરામ દવે


