Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RSS : 672 કાર્યક્રમ યોજાશે, 1.65 લાખ સ્વંયસેવક ભાગ લેશે, વર્ષમાં 4670 હિન્દુ સંમેલન પણ થશે!

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની (RSS) શાખામાં સતત વધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષ દરમિયાન શાખા યોગસંખ્યા 2421 પર પહોંચી છે.
rss   672 કાર્યક્રમ યોજાશે  1 65 લાખ સ્વંયસેવક ભાગ લેશે  વર્ષમાં 4670 હિન્દુ સંમેલન પણ થશે
Advertisement
  1. આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી
  2. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિજયા દશમીએ શતાબ્દી વર્ષની ઉજવણી કરશે
  3. વિજયાદશમી-2025 થી લઈને વિજયાદશમી-2026 સુધી એક વર્ષ આ ઉજવણી કરાશે
  4. શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન 672 જેટલા કાર્યક્રમ યોજાશે
  5. તાલુકા અને જિલ્લા લેવલનાં 1 લાખ 65 હજાર જેટલા સ્વયંસેવક ભાગ લેશે

Ahmedabad : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં માહિતી આપી કે, આરએસએસ વિજયા દશમીનાં દિવસે શતાબ્દી વર્ષની ઉજવણી કરાશે. વિજયાદશમી-2025 થી લઈને વિજયાદશમી-2026 સુધી આ ઉજવણી કરાશે. આ શતાબ્દી વર્ષની ઉજવણી (RSS Shatabdi Mahotsav) દરમિયાન 672 જેટલા કાર્યક્રમો યોજાશે, જેમાં તાલુકા અને જિલ્લા લેવલનાં 1 લાખ 65 હજાર જેટલા સ્વયંસેવક ભાગ લેશે. રાજ્યના વધુમાં વધુ જગ્યા વિજયાદશમી (Vijayadashami) ઉજવણીનો લક્ષ્યાંક છે, જે હેઠળ દરેક વ્યક્તિ સુધી સંઘનો પ્રચાર પહોચાડવાનો પ્રયાસ કરાશે.

આ પણ વાંચો - Amit Shah in Rajkot : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જયેશ રાદડિયાના કર્યા વખાણ, જાણો શું કહ્યું ?

Advertisement

Advertisement

RSS શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન 4670 જેટલા હિન્દુ સંમેલન યોજાશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા વિજયા દશમીનાં દિવસે 'શતાબ્દી વર્ષ'ની ભવ્ય ઉજવણી કરાશે. માહિતી અનુસાર, વિજયાદશમી-2025 થી લઈને વિજયાદશમી-2026 સુધી આ ઉજવણી કરાશે. આ શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન 672 જેટલા કાર્યક્રમો યોજાશે, જેમાં તાલુકા અને જિલ્લા લેવલનાં 1 લાખ 65 હજાર જેટલા સ્વયંસેવક ભાગ લેશે. નોંધનીય છે કે, રાજ્યના વધુમાં વધુ જગ્યાએ વિજયાદશમી ઉજવણીનો લક્ષ્યાંક રખાયો છે, જે હેઠળ દરેક વ્યક્તિ સુધી સંઘનો પ્રચાર પહોચાડવાનો પ્રયાસ કરાશે. આગામી એક વર્ષમાં 4670 જેટલા હિન્દુ સંમેલન (Hindu Sammelan) પણ યોજાશે.

આ પણ વાંચો - Vadodara : સિગ્મા યુનિવર્સિટીના કેમ્પસમાં પરંપરા અને યુવા જોશનું જોવા મળ્યું સંગમ

571 જેટલી બેઠક મળશે, 16,600 સ્વયંસેવકો ભાગ લેશે

માહિતી અનુસાર, આગામી એક વર્ષમાં તાલુકા અને નગર સ્તરે 571 જેટલી બેઠક મળશે. આ બેઠકોમાં 16 હજાર 600 જેટલા સ્વયંસેવક (Sangh's Volunteers) લોકો ભાગ લેશે. એક વર્ષમાં 580 યુવા સામેલ થશે, જેમાં 87 હજાર યુવા હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની (RSS) શાખામાં સતત વધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષ દરમિયાન શાખા યોગસંખ્યા 2421 પર પહોંચી છે. જ્યારે સાપ્તાહિક મિલન 1612 અને માસિક મિલન શાખાની સંખ્યા 844 પર પહોંચી છે. તાલુકા અને જિલ્લા સ્તરે પ્રમુખ જન ગોષ્ઠીનું (Pramukh Jan Goshti) આયોજન કરાયું છે. એક વર્ષમાં 92 પ્રમુખ જનગોષ્ઠી થશે, જેમાં 9 હજાર પ્રતિનિધિ હાજર રહેશે.

આ પણ વાંચો - Rajkot : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહકાર સંમેલનમાં ઉપસ્થિત, જયેશ રાદડિયાએ કહી આ વાત

Tags :
Advertisement

.

×