Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: FRC કરતા વધુ ફી ઉઘરાવતી વધુ એક શાળાને નોટિસ, યોગ્ય જવાબ નહીં આપે તો..

Ahmedabad: ચાંદખેડા વિસ્તારમાં પ્રાથમિક વિભાગમાં એટલે કે ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ફી નિયમન સમિતિ દ્વારા નક્કી કરાયેલ ફી કરતાં..
ahmedabad  frc કરતા વધુ ફી ઉઘરાવતી વધુ એક શાળાને નોટિસ  યોગ્ય જવાબ નહીં આપે તો
Advertisement
  1. સાકાર સ્કૂલે વાલીઓ પાસેથી બે ના બદલે ત્રણ ટર્મ ફી વસૂલી
  2. વાલીઓએ DEOમાં ફરિયાદ કરતા કારણ દર્શક નોટિસ ફટકારી
  3. શાળા યોગ્ય જવાબ નહીં આપે તો FRCમાં રિપોર્ટ કરવામાં આવશે

Ahmedabad: અમદાવાદ શહેરમાં વધુ એક શાળા દ્વારા નિયત કરાયેલ ફી કરતાં વધુ ફી ઉઘરાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં પ્રાથમિક વિભાગમાં એટલે કે ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ફી નિયમન સમિતિ દ્વારા નક્કી કરાયેલ ફી કરતાં વધુ ફી લેવામાં આવી હોવાનો દાવો કેટલાક વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. જે સંદર્ભે 10 જેટલા વાલીઓ દ્વારા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના આધારે કચેરી દ્વારા તપાસ કરવામાં આવતા શાળા દ્વારા વધુ ફી લીધી હોવાની હકીકત સામે આવી છે.

Sakar School in Chandkheda for charging more than FRC Ahmedabad DEO issued notice

Advertisement

આ પણ વાંચો: સાયબર ઠગોએ પ્રોફેસર પાસેથી રૂપિયા 50 લાખ પડાવ્યાં, ઘરે આવીને પણ રૂપિયા લઈ ગયા હતાં

Advertisement

વિદ્યાર્થીઓ પાસે વાર્ષિક 8,200 જેટલી ફી વધુ લેવામાં આવી

શાળા (Sakar School) દ્વારા ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે વાર્ષિક 8 હજારના 200 જેટલી ફી વધુ લેવામાં આવી હતી. નિયમ પ્રમાણે શાળાને બે ટર્મ એટલે કે એક સાથે છ મહિનાની ફી એકસાથે લઈ શકાય છે. જેથી શાળા દ્વારા અંદાજે 2 હાજર 600 જેટલી ફી વધારે લેવામાં આવી મતલબ કે છ મહિનામાં 4,000 જેટલી ફી વધું લેવામાં આવી. ઉપરાંત ત્રીજી ટર્મની ફી પણ એડવાન્સમાં લઈ લીધી હતી. જે નિયમની વિરુદ્ધ છે. જેને લઈને વાલીઓ દ્વારા Deo કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ‘વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો’ ના નારાનો ફિયાસ્કો! રાતોરાત 20 જેટલા તોતિંગ અને ઘટાદાર વૃક્ષોનું નિકંદન

તાત્કાલિક ધોરણે વધારાની ફી વાલીઓને પરત કરવા માટે હુકમ

નોંધનીય છે કે, આ મામલે કચેરી દ્વારા શાળા (Sakar School)ને નોટિસ આપીને રૂબરૂમાં હાજર રહી ખુલાસો કરવા માટે કહેવામાં આવ્યું છે. વાલીઓ દ્વારા કચેરીમાં વધારે ફી લીધી હોવાના આધાર પુરાવા પણ આપ્યા હતાં. આ સાથે જ શાળા દ્વારા હવે વધારે ફી લેવામાં આવી હોવાની કબુલાત પણ કરી લીધી છે, જેથી તાત્કાલિક ધોરણે વધારાની ફી વાલીઓને પરત કરવા માટે હુકમ કરાયો છે. શિક્ષણ વિભાગ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી ફી કરતા વધારે ફી લેવામાં નહીં પરંતુ ઉઘરાવવામાં આવી રહીં હતી. તો સ્વાભાવિક છે કે, કાર્યવાહી થવાની જ છે.

અહેવાલઃ અર્પિત દરજી, અમદાવાદ

આ પણ વાંચો: Amreli : સ્વ-રક્ષણ માટે મર્ડર કરી શકાય તો વન્ય પ્રાણીઓનાં હુમલા સામે આત્મરક્ષણ કેમ નહીં? : દિલીપ સંઘાણી

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×