Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Seventh Day School : આચાર્ય બદલાયા છતાં રોષ યથાવત, પૂર્વ વિદ્યાર્થી અને વાલીઓએ કહી આ વાત!

સેવેન્થ ડે સ્કૂલનાં પૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓએ રોષ વ્યક્ત કરી જણાવ્યું કે, પ્રિન્સિપાલ બદલ્યા પરંતુ શાળાનું મેનેજમેન્ટ એજ છે.
seventh day school   આચાર્ય બદલાયા છતાં રોષ યથાવત  પૂર્વ વિદ્યાર્થી અને વાલીઓએ કહી આ વાત
Advertisement
  1. Seventh Day School નાં પ્રિન્સિપાલ બદલ્યા બાદ પણ વાલીઓમાં રોષ યથાવત
  2. સેવેન્થ ડે સ્કૂલનાં પૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓએ રોષ વ્યક્ત કર્યો
  3. "પ્રિન્સિપાલ બદલ્યા પરંતુ શાળાનું મેનેજમેન્ટ હજું પણ એ જ છે"
  4. "યુનિટી સાથે રેગિંગ થતું હતું પણ કાર્યવાહી થતી નહોતી"

Seventh Day School : અમદાવાદ મણિનગર (Maninagar) ખાતેની સેવેન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ બારે હોબાળો મચ્યો છે. હિન્દુ સંગઠનો અને વાલીઓનો રોષ જોઈ શાળા તંત્રને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. જે હેઠળ સેવેન્થ ડે સ્કૂલનાં પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે, તેમ છતાં વાલીઓનો રોષ યથાવત છે. સેવેન્થ ડે સ્કૂલનાં પૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓએ રોષ વ્યક્ત કરી જણાવ્યું કે, પ્રિન્સિપાલ બદલ્યા પરંતુ શાળાનું મેનેજમેન્ટ એજ છે.

આ પણ વાંચો - Gandhinagar : ગૃહ વિભાગે IPS પિયુષ પટેલને સોંપ્યો વધારાનો હવાલો, વાંચો વિગત

Advertisement

Advertisement

Seventh Day School નાં આચાર્ય બદલ્યા છતાં રોષ યથાવત

અમદાવાદની (Ahmedabad) સેવેન્થ ડે સ્કૂલમાં વિધાર્થીની હત્યા પછી પ્રિન્સિપાલ બદલવા બાબતે વાલી અને પૂર્વ વિધાર્થીઓએ પોતાના મંતવ્યો આપ્યા છે. તેમણે જણાવ્યું કે, પ્રિન્સિપાલ બદલ્યા પરંતુ શાળાનું મેનેજમેન્ટ એજ છે. જેમણે પુત્ર ગુમાવ્યો તે નયનના માતા-પિતાને મોટી ખોટ થઈ છે. યુનિટી સાથે રેગિંગ થતું હતું પણ શાળા તરફથી કોઈ કાર્યવાહી થતી નહોતી. મેનેજમેન્ટ બધું જાણતું હોવા છતાં ઢાંકપિછોડ થતો હતો.

આ પણ વાંચો - Khoraj : સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલની આગેવાનીમાં ખોરજ પગપાળા સંઘનું પ્રસ્થાન

"પ્રિન્સિપાલ બદલ્યા પરંતુ શાળાનું મેનેજમેન્ટ હજું પણ એ જ છે"

વધુમાં જણાવ્યું કે, જે વાલીઓ પોતાનાં વિધાર્થીનાં એડમિશન ઉઠાવી લેવા માંગે છે તે વાત યોગ્ય જ છે. સ્કૂલમાં ગેરરીતિ સામે પહેલા જ પગલાં કેમ ના લેવાયા તે પણ એક મોટો સવાલ ઊભો કરે છે. વાલીઓ અને પૂર્વ વિધાર્થીએ સેવેન્થ ડે સ્કૂલ સંપૂર્ણ જવાબદાર હોવાનું જણાવ્યું છે. જણાવી દઈએ કે, સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં (Seventh Day School) ધોરણ 10 નાં વિદ્યાર્થી નયન શાંતનીની હત્યાની ઘટના બાદ વાલીઓનાં રોષ બાદ સ્કૂલ મેનેજમેન્ટે સ્કૂલનાં આચાર્ય ડૉ. જિ. ઇમેન્યુઅલને સસ્પેન્ડ કર્યા છે અને રોબિન્સનને નવા આચાર્ય અને ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી (DEO) રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્કૂલે 18 જરૂરી દસ્તાવેજોમાંથી માત્ર 13 રજૂ કર્યા છે અને સોમવાર સુધી બાકીનાં દસ્તાવેજો રજૂ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો - પાવરગ્રિડ લાઈન માટે ખેડૂતોની ઉચ્ચ વળતરની માગ : Ganpati Vasava અને ઈશ્વર પરમારની ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત

Tags :
Advertisement

.

×