ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Seventh Day School : તપાસ કમિટીની પૂછપરછ, સ્કૂલ તંત્રે 3 દિવસનો સમય માંગ્યો!

કમિટી દ્વારા સેવન્થ ડે સ્કૂલની મુલાકાત લેવામાં આવી અને સ્કૂલ મેનેજમેન્ટનાં પ્રતિનિધિઓ સાથે ઘટના સંદર્ભે પૂછપરછ કરાઈ છે.
05:49 PM Sep 18, 2025 IST | Vipul Sen
કમિટી દ્વારા સેવન્થ ડે સ્કૂલની મુલાકાત લેવામાં આવી અને સ્કૂલ મેનેજમેન્ટનાં પ્રતિનિધિઓ સાથે ઘટના સંદર્ભે પૂછપરછ કરાઈ છે.
Seventhdayschool_Gujarat_first
  1. અમદાવાદની Seventh Day School નાં વિદ્યાર્થીની હત્યાનો મામલો
  2. DEO દ્વારા તૈયાર કરાયેલી કમિટી દ્વારા તપાસ હાથ ધરાઇ
  3. તપાસ કમિટીએ શાળાની મુલાકાત લઈ પૂછપરછ શરૂ કરી
  4. કમિટીએ વિવિધ 30 પ્રકારની બાબતો અંગે માહિતી માંગી
  5. સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા 3 દિવસનો સમય માંગ્યો

Ahmedabad : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનાં (Seventh Day School) વિદ્યાર્થીની હત્યા મામલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ગઠિત કરવામાં આવેલ તપાસ સમિતિએ (Investigation Committee) આજે શાળાની મુલાકાત લીધી હતી. DEO દ્વારા તૈયાર કરાયેલ કમિટી દ્વારા સ્કૂલ મેનેજમેન્ટનાં પ્રતિનિધિઓ સાથે ઘટના સંદર્ભે પૂછપરછ કરી. ઉપરાંત 30 અલગ-અલગ પ્રકારનાં દસ્તાવેજો અને માહિતી સ્કૂલ મેનેજમેન્ટ પાસેથી માંગી છે. જે માટે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ત્રણ દિવસનો સમય માંગવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Bhavnagar : 30 હજારથી વધુ ભાવનગરવાસી PM મોદીનું કરશે ભવ્ય સ્વાગત!

તપાસ કમિટીએ Seventh Day School ની મુલાકાત લીધી, પૂછપરછ કરી

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં (Seventh Day School) 19 મી ઓગસ્ટે શાળા કેમ્પસની બહાર નયન નામના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા હત્યા કરાઈ હતી, જે બાદ શાળા તંત્ર અને સંચાલકો સામે વાલીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ગંભીર ઘટનામાં ઝડપી તપાસનાં આદેશ થતા જિલ્લા શિક્ષણ વિભાગ (DEO)દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા તપાસનાં ભાગરૂપે આજે સેવન્થ ડે સ્કૂલની (Seventh Day School) મુલાકાત લેવામાં આવી અને સ્કૂલ મેનેજમેન્ટનાં પ્રતિનિધિઓ સાથે ઘટના સંદર્ભે પૂછપરછ કરાઈ છે. માહિતી અનુસાર, કમિટીએ વિવિધ 30 પ્રકારની બાબત અંગે માહિતી માંગી જે માટે સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા 3 દિવસનો સમય માંગ્યો છે.

આ પણ વાંચો - Chhota Udepur : આચાર્ય, ન.પા. પ્રમુખ-ઉપપ્રમુખ તથા અધિકારીઓ સામે શિક્ષકોના ગંભીર આરોપ

વિગતો આપવા સ્કૂલ મેનેજમેન્ટે 3 દિવસનો સમય માંગ્યો

માહિતી અનુસાર, ત્રણ દિવસનાં સમયગાળા દરમિયાન શાળા પ્રશાસન દ્વારા આ દસ્તાવેજો કમિટી સમક્ષ રજૂ કરવાનાં રહેશે. 19 મી ઓગસ્ટે સેવન્થ ડે સ્કૂલ બહાર નયન નામના વિદ્યાર્થીની હત્યા કરાઈ હતી. આ ઘટના બાદ શાળા સંચાલકોની સામે વાલીઓ, સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને શાળામાં તોડફોડ કરી હતી જે બાદ તપાસ શરૂ થઈ હતી. દરમિયાન, જિલ્લા શિક્ષણ વિભાગ (DEO) દ્વારા 'રાઇટ ટુ એજ્યુકેશન' (Right to Education) અંતર્ગત તપાસ સમિતિની રચના કરવામાં આવી. જે સમિતિ સ્વતંત્ર રીતે શાળાની માન્યતા સહિત શાળાને લગતી તમામ બાબતોની તપાસ આધાર પુરાવા સાથે કરશે.

આ પણ વાંચો - Surat : પાંડેસરામાં માત્ર 50 રૂપિયાની લેતી-દેતીમાં યુવકની હત્યા, પોલીસે ઉકેલ્યો ભેદ

Tags :
AhmedabadDistrict Education DepartmentGUJARAT FIRST NEWSInvestigation committeeRight to EducationSchool ManagementSeventh Day School CaseTop Gujarati News
Next Article