Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ: શક્તિસિંહ ગોહિલ

ગુજરાતનું ABG શીપયાર્ડ બેન્ક કૌભાંડને રાજકીય રંગ લાગ્યો છે. ABG શીપયાર્ડના 22,842 કરોડના કૌભાંડ મુદ્દે શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.  વિપક્ષે કૌભાંડ મુદ્દે કર્યા પ્રહાર AICCના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, 'વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ ભાજપના રાજમાં થયું છે. ABG શીપયાર્ડ, ABG સિમેન્ટે વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU કર્યા હતા. આ MOUનà
વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ  શક્તિસિંહ ગોહિલ
Advertisement

ગુજરાતનું ABG શીપયાર્ડ બેન્ક કૌભાંડને રાજકીય રંગ લાગ્યો છે. ABG શીપયાર્ડના 22,842 કરોડના કૌભાંડ મુદ્દે શક્તિસિંહ ગોહિલે
ટ્વીટ કરી રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

 

Advertisement

વિપક્ષે કૌભાંડ મુદ્દે કર્યા પ્રહાર

Advertisement

AICCના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, 'વિજય માલ્યા
પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ ભાજપના રાજમાં થયું છે. 
ABG શીપયાર્ડ, ABG સિમેન્ટે વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU કર્યા હતા. આ MOUના આધારે બેંકમાંથી ધિરાણ મેળવીને કૌભાંડ
આચરવામાં આવ્યું છે.  વર્ષ 
2003માં જ્યારે MOU થયા ત્યારે જ આ અંગે કોંગ્રેસે ધ્યાન દોર્યું હતું કે ઋષિ
અગ્રવાલે સિંગાપોરની સિટીઝનશીપ લીધી છે. આ
MOUથી વિવિધ બેંકોના કરોડો રૂપિયા ડૂબશે તેમ
છતાં તત્કાલીન મુખ્યમંત્રીએ અમારી વાતને ધ્યાનમાં લીધી નહોંતી. જ્યારે
વાઇબ્રન્ટ ગુજરાતમાં
MOU થયા ત્યારે ICICI બેંકના કરતા ધરતા પણ વાઈબ્રન્ટ ગુજરાતમા આવતા હતા. એસ્સાર અને ABGના મલિક મામા - ભાણિયા છે. જેમણે અનેક
બેંકોનું કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવ્યું છે. આખરે
CBIએ આ કૌભાંડને લઈને ફરિયાદ દાખલ કરીને તપાસ
હાથ ધરી છે.

વાઈબ્રન્ટના તાયફા કરો બંધ: શક્તિસિંહ ગોહિલ

શક્તિસિંહે
વધુમાં કહ્યું કે જો
'આ કેસની ન્યાયિક તપાસ કરવામાં નહીં આવે તો આ
કૌભાંડમાં સંડોવાયેલા મોટા માથાઓ સામે નહીં આવે. હું ભાજપના નેતાઓને વિનંતી કરું છું
કે
, રાજકીય ફાયદાઓ
માટે વાઈબ્રન્ટના તાયફા બંધ કરો. વાઇબ્રન્ટ ગુજરાતમાં
ABGને મેરીટાઈમ યુનિવર્સિટી બનાવવા માટે જમીન
આપવામાં આવી હતી જ્યાં હજુ સુધી એક ઇંટ પણ મુકાઈ નથી તે પાછી લેવામાં આવે અને જમીન
આપનારાઓ સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવે
'


Tags :
Advertisement

.

×