ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદમાંથી ફરીવાર સસ્તા નશા માટે ઉપયોગમાં લેવાતી નશાકારક દવાનું ગેરકાયદે વેચાણ SOG એ ઝડપી પાડ્યું

અહેવાલ - પ્રદીપ કચિયા સસ્તા નશા માટે ઉપયોગમાં લેવાતી નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ કરનાર એક મહિલા સહિત 2 ની SOG એ ધરપકડ કરી છે. આરોપીઓ મેડિકલ-સ્ટોરમાં મંજુરી વિના નશાકારક દવાઓનું વેચાણ કરતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે 30 હજાર કરતા...
10:50 PM Nov 03, 2023 IST | Hardik Shah
અહેવાલ - પ્રદીપ કચિયા સસ્તા નશા માટે ઉપયોગમાં લેવાતી નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ કરનાર એક મહિલા સહિત 2 ની SOG એ ધરપકડ કરી છે. આરોપીઓ મેડિકલ-સ્ટોરમાં મંજુરી વિના નશાકારક દવાઓનું વેચાણ કરતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે 30 હજાર કરતા...

અહેવાલ - પ્રદીપ કચિયા

સસ્તા નશા માટે ઉપયોગમાં લેવાતી નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ કરનાર એક મહિલા સહિત 2 ની SOG એ ધરપકડ કરી છે. આરોપીઓ મેડિકલ-સ્ટોરમાં મંજુરી વિના નશાકારક દવાઓનું વેચાણ કરતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે 30 હજાર કરતા વધુ દવાઓ કબ્જે કરી છે.

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા ભીલવાડાની ધનલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ કરનાર ભાઈ બહેનની SOG એ ધરપકડ કરી છે. સુરજભાન રાજપુત અને રૂક્ષ્મણી રાજપુતની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. SOG એ મેડિકલમાં તપાસ કરતા પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતી અને નશામાં ઉપયોગ લેવાથી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. SOG એ ધનલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં તપાસ કરતા 30266 નંગ નશાકારક ટેબલેટો કબ્જે કરી છે. મહત્વનું છે કે આ દવાઓનો મોટાભાગે ઉપયોગ નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી હોવાનું સામે આવ્યું છે.

નશાકારક દવાઓ ના વેચાણ કરતા ભાઈ બહેનની ધરપકડ કરી પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે ,આ નશા નો ઉપયોગ રિક્ષાચાલક અને શ્રમિકો નશા માટે કરતા હતા. જેમાં એક સાથે ચાર જેટલી ટેબલેટ લેવાથી નશો થતો હતો, ઉપરાંત 35 રૂપિયામાં જ આ ગોળીઓ મળતી હોવાથી સત્તા નશા તરીકે શ્રમિકો તેનો ઉપયોગ વધુ કરતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે અસારવાના રવિ નામના યુવક પાસેથી ખરીદતા હતા, જે હાલ ફરાર છે. સાથે જ તમામ દવાઓ બિલ વિના વેચાતી હતી જેથી તેનો કોઈ રેકોર્ડ મળે નહીં. જોકે અસારવાથી આ દવાઓ વેચાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.

શહેરમાં અલગ- અલગ પ્રકારે અલગ - અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને નશો કરવામાં આવી રહ્યો છે. તેવામાં શહેર પોલીસે ડ્રગ્સ ગાંજા દારૂ સહિત અલગ અલગ રીતે નશામાં ઉપયોગમાં લેવાતી દવાઓનું ગેરકાયદેસર વેચાણ કરનાર લોકો વિરોધ પણ કાર્યવાહી શરૂ કરી છે. ક્યારે નશાકારક દવાઓ વેચનાર વિરુદ્ધ શું પગલાં લેવામાં આવે છે તે જોવુ મહત્વનું છે.

આ પણ વાંચો - Ahmedabad : બોપલ વિસ્તારમાં બન્યો લૂંટ વિથ ગેંગ રેપનો બનાવ, 5 આરોપી બનાસકાંઠામાંથી ઝડપાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAhmedabad Newscheap re-intoxicationGujarat Firstillegal sale of narcotic drugSOG
Next Article