Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Crime News : માંડલ ત્રણ રસ્તા પાસેથી SOG ની ટીમે મેફેડ્રોન ડ્રગ્સ ઝડપ્યું

અહેવાલ : પિન્ટુ યાદવ અમદાવાદ જિલ્લાના માંડલ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં ત્રણ રસ્તા પાસેથી એક ઓટો રીક્ષા ચાલકને રોકીને તેના ખીસ્સામાંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હોવાથી અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી ટીમે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર અમદાવાદ ગ્રામ્ય...
crime news   માંડલ ત્રણ રસ્તા પાસેથી sog ની ટીમે મેફેડ્રોન ડ્રગ્સ ઝડપ્યું
Advertisement

અહેવાલ : પિન્ટુ યાદવ

અમદાવાદ જિલ્લાના માંડલ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં ત્રણ રસ્તા પાસેથી એક ઓટો રીક્ષા ચાલકને રોકીને તેના ખીસ્સામાંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હોવાથી અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી ટીમે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસ ટીમના અ.હે.કો.ગોપાલસિંહ સરદારસિંહ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, એક ઓટો રીક્ષા જેનો આરટીઓ રજીસ્ટ્રેશન નં.જીજે.01.ટીએફ.6643 ના ચાલક નશાકારક માદક પદાર્થનો જથ્થો વેચાણ કરવા માટે માંડલ ત્રણ રસ્તા થઈને દસાડા તરફના જતાં હાઈવે રોડ ઉપર તા. 16ની સાંજે 5.30 થી 7 કલાકના અરસામાં આવનાર છે.

Advertisement

મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો

જે બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય SOG ના PI એન.એચ.સવસેટા સહિતની ટીમ માંડલના ત્રણ રસ્તા આસપાસ તા. 16 ના રોજ સાંજના વૉચ રાખી હતી થોડીવારમાં હકીકતમાં જણાવેલ મુજબ એક રીક્ષા ચાલક ત્યાંથી નીકળતાં રીક્ષાને રોકીને રીક્ષા ચાલકની ઝડતી તપાસ કરતાં રીક્ષાના ચાલક મુન્નવર સમસોદીન સાલાર, ઉ.વ. 23 (રહે.અલખૈબર સોસાયટી, સાનીયા ડુપ્લેક્ષ નં-૩ અંબર ટાવર,ફતેવાડી સરખેજ-અમદાવાદ, મુળ રહે.માંડલ,તા.માંડલ જિ.અમદાવાદ) જેના જીન્સના પેન્ટના ખીસ્સામાંથી નશાકારક માદક પદાર્થ (મેફેડ્રોન ડ્રગ્સ) મળી આવેલ હતો. આ સાથે SOG ની ટીમે FSL અધિકારીની હાજરીમાં ચકાસણી કરાવતાં મેકેડ્રોન ડ્રગ્સનું નેટ વજન 59.90 ગ્રામ જેની કિંમત 5 લાખ 90 હજાર 900 રૂપિયાનો નશાકારક પદાર્થ ઝપ્ત કરેલ હતો તથા રીક્ષા ચાલકની અટકાયત કરી લેવાઈ હતી.

Advertisement

ગુનો નોંધાયો

આમ SOG ની ટીમે ડ્રગ્સની કિંમત 5 લાખ 90 હજાર 900 રૂપિયા, 1 રીક્ષા (વાહન) જેની કિંમત 40 હજાર રૂપિયા, રોકડ રકમ રૂપિયા 520/- તેમજ એક મોબાઈલ ફોન જેની કિંમત બે હજાર મળી કુલ 6 લાખ 33 હજાર 420 રુપિયાનો કુલ મુદ્દામાલ ઝપ્ત કરીને આરોપી મુન્નવર સમસોદીન સાલાર અને અન્ય બે વોન્ટેડ આરોપી જેમાં (1) મહંમદસફી મેહબુબભાઈ ઉર્ફે જેનુભાઈ કછોટ રહે.કસ્બા ચોક,માંડલ, તા.માંડલ તથા (2) આરીફ નામના શખ્સ (જેનું પુરું નામ કે સરનામું જાણી શકાયું નથી) જે ત્રણેયની વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો : AHMEDABAD : સોશિયલ મીડિયામાં હથિયારો સાથે રોફ જમાવતા 7ની ધરપકડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

.

×