Tapobhumi Book Launch: આ સંતો-મહંતોએ પણ ડૉ. વિવેક કુમાર ભટ્ટને તપોભૂમિ ગ્રંથ માટે આપી શુભેચ્છાઓ, વાંચો શું કહ્યું
- શ્રી જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ પણ આપી શુભેચ્છાઓ
- બુક લોન્ચ ઇવેન્ટમાં અનેક સંતો અને મહંતો હાજર રહ્યા
- મોરારીબાપુએ પણ પથ્થર બોલતા હૈ તપોભૂમિ બુક માટે આપી શુભેચ્છાઓ
Tapobhumi Book Launch : આજના દિવસે તપોભૂમિ બુક લોન્ચ ઇવેન્ટમાં અનેક સંતો અને મહંતો હાજર રહ્યા હતાં. એકબાજૂ ભારતમાં મહાકુંભ યોજાયો છે તો ગુજરાતમાં પણ ‘તપોભૂમિ’ બુક વિમોચન સમારોહ નાના કુંભનું કારણ બન્યો હતો. આ કાર્યક્રમમાં અનેક સંતો અને મહંતો આવ્યાં પરંતુ કેટલાક સંતો સંજોગોવસાત આવી શક્યા નહોતા. જેથી તેમણે વીડિયો સંવાદ સાથે તપોભૂમિ માટે ડૉ. વિવેક કુમાર ભટ્ટને શુભેચ્છાઓ પાઠવી હતી.
આપણે ઇતિહાસને ગ્રંથોથી જ જાણીએ છીએઃ શ્રી જગતગુરૂ શંકરાચાર્ય
પરમ પૂજ્ય શ્રી જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ કહ્યું કે, આપણે ઇતિહાસને કઈ રીતે જાણીએ છીએ. ગ્રંથોથી જ જાણીએ છીએ, વસ્તુના રૂપમાં જાણીએ છીએ, કળાના રૂપમાં જાણીએ છીએ અને ક્ષેત્રના રૂપમાં જાણીએ છીએ. પરંપરાના સાચવવાનો ખુબ જ મોટો પ્રયાસ ડૉ. વિવેક કુમાર ભટ્ટજીએ કર્યો છે. અને એમાં ખુબ જ સારી વાત એ છે કે, દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીએ તેમને સૂચના આપી છે. તેમનો દિશાનિર્દેશ તેમના પ્રાપ્ત થતો રહે. આ કાર્ય દેશભક્ત, રાષ્ટ્રભક્તિ અને ધરોહર પ્રત્યે પોતાની આસ્થાનું જ પ્રતિક છે.
12 વર્ષની યજ્ઞમય પ્રયાસથી તપોભૂમિ ગ્રંથ તૈયાર થયોઃ મોરારીબાપુ
બુક વિશે પ્રખ્યાત રામાયણમી કથાકાર પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુએ શુભેચ્છાઓ આપી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ અને શ્રી સિદ્ધિ મીડિયા ગ્રુપના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટના સતત 12 વર્ષની યજ્ઞમય પ્રયાસથી ‘પથ્થર બોલતા હૈ એવા તપોભૂમિ’ ગ્રંથ તૈયાર થયો છે. આપણા સૌથીની આજ્ઞાત્મિક વિરાસત સમા આ ગ્રંથનું અમદાવાદમાં સંતો મહંતો ગુરૂજોની હાજરીમાં અને આપણાં આદણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જેમાં હાજર રહેવાના છે. મારી આગળની વ્યસ્તતાના કારણે હું તેમાં હાજર રહીં શકું તેમ નથી. પરંતુ ભૂપેન્દ્ર ભાઈ પટેલનું હું સન્માન કરૂ છું. જે સાધુ-સંતો અને મહંતો આવ્યા તેમને પણ મારા પ્રણામ!
આ ગ્રંથ માટે ડૉ. વિવેક કુમાર ભટ્ટને અભિનંદનઃ રમેશભાઈ ઓઝા
બુકના વિમોચન વિશે ભાગવત કથાકાર પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાએ કહ્યું કે, એક વિશિષ્ટ સમારોહના અવસરે આપ સૌ અહીયા એકત્ર થયા છો. ગુજરાતના માનનીય કર્મઠ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ સમારોહમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો, વંદનિય સૌ સંતો અને ઉપસ્થિત સૌ ભાઈ બહેનો એક વિશિષ્ટ કાર્યક્રમના આપ સૌ સાક્ષી બનવા જઈ રહ્યાં છો. ડૉ. વિવેક કુમાર ભટ્ટ દ્વારા એક ગ્રંથનું સંપાદન થયું, તેમાં ગુજરાત રાજ્યના બધાજ તિર્થો વિશેની માહિતી, તેનું પૌરાણિક મહત્વ અને તેની પાછળનો ઇતિહાસ લોકોને જાણવા મળે તે માટે ‘તપોભૂમિ’ ગ્રંથ વીડિયો બુક એનું આજે વિવોચન થઈ રહ્યું છે જેના માટે હુ ડૉ. વિવેક ભટ્ટને અભિનંદન આપું છું.
આ પણ વાંચો: ‘પુસ્તક પાછળનું અર્થતંત્ર મુકેશ ભાઇ પટેલ અને જસ્મીન ભાઇ પટેલ છે’ લેખક ડૉ.વિવેક કુમાર ભટ્ટ
આ ગ્રંથ માટે હું ખુબ હ્રદયથી શુભકામનાઓ વ્યક્તિ કરૂ છુંઃ શ્રી ગીરીબાપુ
શિવ કથાકાર પરમ પૂજ્ય શ્રી ગીરીબાપુએ કહ્યું કે, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના હેડ ડૉ. વિવેક ભટ્ટ દ્વારા 12 વર્ષના પ્રવાસ દરમિયાન ‘પથ્થર બોલતા હૈ તપોભૂમિ’ ગ્રંથ તૈયાર કર્યો છે. આ ગ્રંથનું સંતો મહંતો અને મુખ્યમંત્રીની હાજરીમાં વિમોચન થવા જઈ રહ્યું છે. જે માટે હું ખુબ હ્રદયથી શુભકામનાઓ વ્યક્તિ કરૂ છું. આ ગ્રંથ ખુબ વધારેમાં વધારે જન જન સુધી પહોંચે.’ વધુમાં તેમણે કહ્યું કે, કેટલી સુદર વાત છે ‘પથ્થર બોલતા હૈ, તપોભૂમિ ગુજરાત’ અતિ સુંદર આ ગ્રંથ છે, સૌને આ ગ્રંથનો લાભ મળે એવી શિવને પ્રાર્થના સાથે શુભેચ્છાઓ પાઠવું છું.
ડૉ. વિવેક કુમાર ભટ્ટને પરિમલ નથવાણીએ આપી શુભેચ્છાઓ
પરિમલ નથવાણીએ પણ આ બુક માટે ડૉ. વિવેક કુમાર ભટ્ટને શુભેચ્છાઓ પાઠવતા લખ્યું કે, ‘તમારા તાજેતરના પુસ્તક ‘તપોભૂમિ’ ગુજરાતના વિમોચન બદલ હું તમને અભિનંદન પાઠવું છું. હું અગાઉની પ્રતિબદ્ધતાઓને કારણે પુસ્તક વિમોચનમાં હાજરી આપી શકતો નથી.તે વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એક ઊંડા આધ્યાત્મિક વ્યક્તિ છે, અને તમે આ પુસ્તક તેમને યોગ્ય રીતે સમર્પિત કર્યું છે. હું કલ્પના કરી શકું છું કે તમે છેલ્લા 12 વર્ષોમાં ગુજરાતના વિવિધ મંદિરો અને તેમની આસપાસના સમૃદ્ધ ઇતિહાસ વિશે સંશોધન અને માહિતીનું સંકલન કરવા માટે કરેલા જબરદસ્ત પ્રયાસો. આ કાર્ય માટે તમારી કુશળતા અને પ્રતિબદ્ધતા નિઃશંકપણે તેને ઘણા લોકો માટે આકર્ષક અને મૂલ્યવાન વાંચન બનાવશે. આ ખાસ અવસર પર હું તપોભૂમિ ગુજરાત સાથે તમને મોટી સફળતાની શુભેચ્છા પાઠવું છું, અને ભવિષ્યમાં તમારા વધુ સમજદાર પુસ્તકો જોવા માટે હું આતુર છું.’
આ પણ વાંચો: Tapobhumi Book Launch: PM મોદીએ મને એક વાક્ય કહ્યું અને આ ગ્રંથની રચના થઇ: ડૉ.વિવેક કુમાર ભટ્ટ


