Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દાણીલીમડાનાં કુખ્યાત બુટલેગરનો બે જગ્યાઓ પરથી લાખોનો દારૂ ઝડપાયો

અમદાવાદમાં દારૂની હેરાફેરી સતત વધતી જતી જોવા મળી છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યાઓ પરથી કુખ્યાત બુટલેગર આસિફ ઉર્ફે ટકલા દ્વારા સપ્લાય કરવામાં આવેલા દારુના જથ્થાને ઝડપીને સમગ્ર નેટવર્કનો પોલીસે પર્દાફાસ કર્યો છે.જોકે મુખ્ય બુટલેગર હજુ પણ પોલીસની પકડથી દૂર હોવાથી તેની શોધખોળ શરૂ કરાઈ છે.અમદાવાદ શહેરમાં દારૂની રેલમછેલ ફરી સામે આવી છે. નારોલ અને દાણીલીમડા પોલીસ
દાણીલીમડાનાં કુખ્યાત બુટલેગરનો બે જગ્યાઓ પરથી લાખોનો દારૂ ઝડપાયો
Advertisement
અમદાવાદમાં દારૂની હેરાફેરી સતત વધતી જતી જોવા મળી છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યાઓ પરથી કુખ્યાત બુટલેગર આસિફ ઉર્ફે ટકલા દ્વારા સપ્લાય કરવામાં આવેલા દારુના જથ્થાને ઝડપીને સમગ્ર નેટવર્કનો પોલીસે પર્દાફાસ કર્યો છે.જોકે મુખ્ય બુટલેગર હજુ પણ પોલીસની પકડથી દૂર હોવાથી તેની શોધખોળ શરૂ કરાઈ છે.
અમદાવાદ શહેરમાં દારૂની રેલમછેલ ફરી સામે આવી છે. નારોલ અને દાણીલીમડા પોલીસે લાખો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે. નારોલ પોલીસે સાજીદહુસેન મોમીન નામનાં આરોપીની જ્યારે દાણીલીમડા પોલીસે અલમાસ છીપ્પા અને ફરદીન પઠાણ નામનાં આરોપીની લાખો રૂપિયાનાં દારૂના જથ્થા સાથે ધરપકડ કરી છે. નારોલ અને દાણીલીમડા બન્ને વિસ્તારમાં પકડાયેલા દારૂનું એકજ કનેક્શન  કુખ્યાત બુટલેગર આસિફ ઉર્ફે ટકલાનું ખુલ્યું છે.આ બુટલેગરના માણસો દાણીલીમડા માં દારૂની હેરાફેરી કરી રહ્યા હતા ત્યારે બાતમીના આધારે પોલીસે રેડ કરીને લાખોનો દારૂ જપ્ત કર્યો.
નારોલમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બુટલેગર આસિફ ઉર્ફે ટકલાનો દારૂ પકડાયો.રૂપિયા 4.80 લાખની કિંમતની દારૂની 960 બોટલો ઝડપાઈ હતી. પોલીસે સાજીદહુસેન મોમીન નામનાં સાણંદનાં યુવકની ધરપકડ કરીને તેની પૂછપરછમાં દારૂ દાણીલીમડાનાં આસિફ ઉર્ફે ટકલાએ ભરી આપ્યો હતો અને આ દારૂ સાણંદના શક્તિસિંહ વાધેલાને સપ્લાય કરવાનો હોવાનું ખુલ્યું હતું.જેથી નારોલ પોલીસે 10.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.દારૂના નેટવર્કનું કનેક્શન બુટલેગર આસિફ સુધી પહોંચ્યું છે.જ્યારે આ બુટલેગર ફરાર થઇ જતા નારોલ અને દાણીલીમડા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Tags :
Advertisement

.

×